World Cup 2019 AUSvsPAK: ઓસ્ટ્રેલિયાએ પાકને 41 રને હરાવ્યું, ટૂર્નામેન્ટમાં મેળવી ત્રીજી જીત

આઈસીસી વિશ્વ કપની 17મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 41 રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં ત્રીજી જીત મેળવી છે. 

 World Cup 2019 AUSvsPAK: ઓસ્ટ્રેલિયાએ પાકને 41 રને હરાવ્યું, ટૂર્નામેન્ટમાં મેળવી ત્રીજી જીત

ટોનટનઃ આઈસીસી વિશ્વ કપ-2019ની 17મી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 41 રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં ત્રીજી જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 49 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 307 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 45.4 ઓવરમાં 266 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નર (107) અને એરોન ફિન્ચે (82) રન બનાવ્યા હતા. તો પાકિસ્તાન તરફથી ઇમામ ઉલ હકે અડધી સદી ફટકારી હતી. પાકિસ્તાનના મોહમ્મદ આમિરે 30 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 10 ઓવરમાં 33 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. 

આઈસીસી વિશ્વ કપ-2019ની 17મી મેચમાં આજે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન આમને સામને છે. આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ ફીલ્ડિંગનો નિર્ણય કર્યો છે. પ્રથમ બેટિંગ ઓસ્ટ્રેલિયન ટીમ 49 ઓવરમાં 307 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ અને પાકિસ્તાનને જીતવા માટે 308 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નર (107) અને એરોન ફિન્ચ (82) રન ફટકાર્યા હતા. તો પાકિસ્તાન તરફથી મોહમ્મદ આમિરે (30/5) વિકેટ ઝડપી હતી. જેના જવાબમાં પાકિસ્તાને 28 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 149 રન બનાવી લીધા છે. સરફરાઝ (9) અને આસિફ અલી (0) પર બેટિંગ કરી રહ્યાં છે. 
 
પાકિસ્તાનની ખરાબ શરૂઆત
ઓસ્ટ્રેલિયાએ આપેલા 308 રનના લક્ષ્યની સામે પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે ત્રીજી ઓવરમાં માત્ર બે રનના સ્કોર પર ફખર જમાનની વિકેટ ગુમાવી હતી. તે  ખાતું ખોલાવ્યા વિના પેટ કમિન્સનો શિકાર બન્યો હતો. ત્યારબાદ બાબર આઝમ (30)એ ઇમામ ઉલ હક સાથે બીજી વિકેટ માટે 54 રનની ભાગીદારી કરી હતી. બાબર આઝમ કૂલ્ટર નાઇલનો શિકાર બન્યો હતો. તેણે 28 બોલનો સામનો કરતા 7 ચોગ્ગા ફટકાર્યા હતા. 

ઇમામ ઉલ હકની અડધી સદી
પાકિસ્તાનના ઓપનર ઇમામ ઉલ હકે 53 રન ફટકાર્યા હતા. તેણે 75 બોલનો સામનો કરતા 7 બાઉન્ડ્રી ફટકારી હતી. તેને પેટ કમિન્સે વિકેટકીપર કેરીના હાથે કેચઆઉટ કરાવીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. મોહમ્મદ હાફીઝ (46) અને ઇમામે ત્રીજી વિકેટ માટે 80 રનની ભાગીદારી કરી હતી. હાફીઝને એરોન ફિન્ચે સ્ટાર્કના હાથે કેચઆઉટ કરાવીને પાકિસ્તાનને ચોથો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ શોએબ મલિક (0) પર આઉટ થયો હતો. આસિફ અલી (5)ને કેન રિચર્ડસને આઉટ કર્યો હતો. 

હસન અલી અને વહાબ રિયાઝની શાનદાર બેટિંગ
પાકિસ્તાને એક સમયે 160 રન પર છ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારે લાગી રહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા આસાનાથી આ મેચ જીતી જશે. ત્યારબાદ હસિન અલી (32) રન ફટકારીને પાકનો સ્કોર 200 રન સુધી પહોંચાડી દીધો હતો. તેણે 15 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ વહાબ રિયાઝ (45)એ કેપ્ટન સરફરાઝ સાથે મળીને આઠમી વિકેટ માટે 64 રનની ભાગીદારી કરી હતી. વહાબે 39 બોલનો સામનો કરતા 2 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. તેને મિશેલ સ્ટાર્કે આઉટ કર્યો હતો. અંતમાં આમિર (0)ને સ્ટાર્કે બોલ્ડ કર્યો હતો. સરફરાઝ (40) રનઆઉટ થયો હતો. તે પાકિસ્તાન તરફથી આઉટ થનાર અંતિમ ખેલાડી હતો. 

ઓસ્ટ્રેલિયા તરફથી કમિન્સે ત્રણ તો સ્ટાર્કે 43 રન આપીને બે, કેન રિચર્ડસને 62 રન આપીને બે, નાથન કૂલ્ટર નાઇલે 53 રન આપીને એક તથા એરોન ફિન્ચે 13 રન આપીને એક વિકેટ ઝડપી હતી. 

વોર્નરે ટીમમાં વાપસી બાદ પોતાની પ્રથમ સદી ફટકારી છે. ગત વર્ષે બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ તેના પર એક વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો. ત્યારબાદ તે સીધો વિશ્વકપની ટીમમાં સામેલ થયો હતો. વોર્નરે 36મી ઓવરમાં શાહીન આફ્રિદીના બોલ પર ચોગ્ગો ફટકારીને સદી પૂરી કરી હતી. 

પાકિસ્તાન વિરુદ્ધ વોર્નરની સતત ત્રીજી સદી
વોર્નરે પાકિસ્તાન વિરુદ્ધ સતત ત્રીજી સદી ફટકારી છે. તેણે 2017માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર 130 અને એડિલેડમાં 179 રન બનાવ્યા હતા. કેપ્ટન એરોન ફિન્ચ 84 બોલ પર 82 રન બનાવીને આઉટ થયો હતો. તેણે વોર્નરની સાથે પ્રથમ વિકેટ માટે 146 રનની ભાગીદારી કરી હતી. ફિન્ચને આમિરે આઉટ કર્યો હતો. વોર્નરને શાહીન આફ્રિદીએ પેવેલિયન પરત મોકલ્યો હતો. 

સ્મિથ માત્ર 10 રન બનાવી આઉટ
સ્ટીવ સ્મિથ 13 બોલ પર 10 રન બનાવી હાફીઝનો શિકાર બન્યો હતો. સ્મિથ બાદ બેટિંગ કરવા આવેલ ગ્લેન મેક્સવેલ 10 બોલ પર 20 રન બનાવીને આફ્રિદીના બોલ પર બોલ્ડ થયો હતો. ત્યારબાદ ખ્વાજા (18)ને આમિરે આઉટ કર્યો હતો. શોન માર્શ 23 રન બનાવીને આમિરનો શિકાર બન્યો હતો. નાથન કૂલ્ટર નાઇલ (5)ને વહાબ રિયાઝે આઉટ કર્યો હતો. પેટ કમિન્સ (2)ને હસન અલીએ પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. એલેક્સ કેરી (20) અને સ્ટાર્ક (5) આમિરના શિકાર બન્યા હતા. 

ઓસ્ટ્રેલિયા 222/2થી 308માં ઓલઆઉટ
વોર્નર અને ફિન્ચે ઓસ્ટ્રેલિયાએ શાનદાર શરૂઆત અપાવી હતી. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 146 રન જોડ્યા હતા. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ 223 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. પછી ટીમનો અંતમાં ધબડકો થયો હતો અને ટીમે અંતિમ 8 વિકેટ માત્ર 84 રનમાં ગુમાવી હતી. ટીમ 308 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news