અમિતાભ બચ્ચને 2100 ખેડૂતોના દેવા ચૂકવ્યાં, વધુ એક મદદનું આપ્યું વચન 

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને બિહારના ખેડૂતોને મોટી રાહત આપી છે અને 2100 ખેડૂતોની લોન ચૂકવી છે. આ વાતની જાણકારી અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં આપી. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું છે કે એક વધુ વચન પૂરું કરાયું, બિહારના ખેડૂતોમાંથી જેમની લોન બાકી હતી તેમાથી 2100 ખેડૂતોની પસંદગી કરાઈ અને વન ટાઈમ સેટલમેન્ટ દ્વારા તેમના દેવાની ચૂકવણી કરાઈ. તેમાંથી કેટલાક લોકોને પોતાના બંગલા જનક પર બોલાવવામાં આવ્યાં અને અભિષેક-શ્વેતાના હાથે તેમને રાશિ અપાઈ.
અમિતાભ બચ્ચને 2100 ખેડૂતોના દેવા ચૂકવ્યાં, વધુ એક મદદનું આપ્યું વચન 

મુંબઈ: બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને બિહારના ખેડૂતોને મોટી રાહત આપી છે અને 2100 ખેડૂતોની લોન ચૂકવી છે. આ વાતની જાણકારી અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં આપી. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું છે કે એક વધુ વચન પૂરું કરાયું, બિહારના ખેડૂતોમાંથી જેમની લોન બાકી હતી તેમાથી 2100 ખેડૂતોની પસંદગી કરાઈ અને વન ટાઈમ સેટલમેન્ટ દ્વારા તેમના દેવાની ચૂકવણી કરાઈ. તેમાંથી કેટલાક લોકોને પોતાના બંગલા જનક પર બોલાવવામાં આવ્યાં અને અભિષેક-શ્વેતાના હાથે તેમને રાશિ અપાઈ.

અત્રે જણાવવાનું કે અમિતાભ આ અગાઉ પણ ખેડૂતોની મદદ કરતા આવ્યાં છે. ગત વર્ષે પણ તેમણે ઉત્તર પ્રદેશના એક હજારથી વધુ ખેડૂતોની લોન ચૂકવી હતી. તેમણે અગાઉ મહારાષ્ટ્રના 350 ખેડૂતોના દેવાની પતાવટ કરવામાં મદદ કરી હતી. 

अमिताभ बच्चन

આ સાથે જે તેમણે પોતાના બ્લોગમાં પુલવામાના શહીદોના પરિવારોનો પણ ઉલ્લેખ કર્યો. અમિતાભ બચ્ચને લખ્યું છે કે 'એક વધુ વચન પૂરું કરવાનું છે. બહાદુર સૈનિકો કે જેમણે દેશન માટે પુલવામામાં પોતાના જીવ ન્યોછાવર કર્યાં તેમના પરિવાર અને પત્નીઓને આર્થિક મદદ કરવી. સાચા શહીદ.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news