Cristiano Ronaldo: રોનાલ્ડોએ રચ્યો ઈતિહાસ, લીગ ગોલનો આંકડો 500ને પાર કરી ગયો
રોનાલ્ડોએ ગુરુવારે અબ્દુલ અઝીઝ સ્ટેડિયમમાં અલ વેહદા વિરુદ્ધ અલ નાસર માટે 4 ગોલ કર્યા અને પોતાના ક્લબ ગોલના આંકડાને 500 પાર પહોંચાડ્યો. રોનાલ્ડો ફૂટબોલ ઈતિહાસમાં સૌથી વધુ ગોલ કરનારો ખેલાડી પણ છે. ગુરુવારે પોર્ટુગલના આ દિગ્ગજ ખેલાડીએ અબ્દુલ અઝીઝ સ્ટેડિયમમાં અલ વેહદા અને અલ નાસર વચ્ચે સાઉદી પ્રો લીગ ફૂટબોલ મેચમાં પોતાની ટીમ માટે ચાર ગોલ કર્યા.
Trending Photos
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) એ વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. તણે પોતાની ક્લબ કરિયરમાં 500 ગોલનો આંકડો પાર કર્યો છે. આમ કરનારો તે ધરતીનો ફક્ત 5મો ખેલાડી બન્યો છ. આ અગાઉ બ્રાઝીલના પેલે અને રોમારિયો, ફ્રાન્સના પુસ્કસ અને ઝેક રિપબ્લિકના જોસેફ બિકાને આ કારનામું કર્યું હતું. રોનાલ્ડોએ ગુરુવારે અબ્દુલ અઝીઝ સ્ટેડિયમમાં અલ વેહદા વિરુદ્ધ અલ નાસર માટે 4 ગોલ કર્યા અને પોતાના ક્લબ ગોલના આંકડાને 500 પાર પહોંચાડ્યો. રોનાલ્ડો ફૂટબોલ ઈતિહાસમાં સૌથી વધુ ગોલ કરનારો ખેલાડી પણ છે.
ગુરુવારે પોર્ટુગલના આ દિગ્ગજ ખેલાડીએ અબ્દુલ અઝીઝ સ્ટેડિયમમાં અલ વેહદા અને અલ નાસર વચ્ચે સાઉદી પ્રો લીગ ફૂટબોલ મેચમાં પોતાની ટીમ માટે ચાર ગોલ કર્યા. તેણે આ મેચમાં પહેલો ગોલ કરતા જ 500ના આંકડાને સ્પર્શ કરી લીધુ. અત્યાર સુધી રોનાલ્ડ 503 ક્લબ ગોલ કરી ચૂક્યો છે. આ મેચમાં અલ વેહદા વિરુદ્ધ પોતાની ટીમને તેણે 4-0થી જીત અપાવી. રોનાલ્ડોએ માન્ચેસ્ટર યુનાઈટેડ માટે 103 ગોલ, રિયલ મેડ્રિડ માટે 311, યુવેન્ટ્સ માટે 81, સ્પોર્ટિંગ લિસ્બન માટે 3 અને હવે અલ નાસર માટે પાંચ ગોલ કર્યા છે.
પાંચવારના બેલન ડી' ઓર વિજેતાએ ડિસેમ્બરમાં અલ નાસર સાથે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો. આ માટે ક્લબે તેને 200 મિલિયન યૂરો ડોલર આપ્યા હતા. તે ટીમનો કેપ્ટન પણ છે. અલ નાસર 16 મેચ બાદ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે