મહારાષ્ટ્રમાં શું મતદાન પહેલા જ થઈ ગયો મોટો 'ખેલા'? MVA માં હડકંપ મચાવી શકે છે ફડણવીસનું આ નિવેદન

ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસનું એક નિવેદન ખુબ ચર્ચામાં છે. તેમણે દાવો કર્યો છે કે એકનાથ શિંદેના નેતૃત્વવાળી મહાયુતિની પ્રચંડ બહુમતીથી સરકાર બનશે. કારણ કે આ વખતની વિધાનસભા ચૂંટણી 'અજબ' છે અને 23 નવેમ્બરે પરિણામ આવ્યા બાદ જ ખબર પડશે કે કોણ કોનું સમર્થન કરી રહ્યું છે.

મહારાષ્ટ્રમાં શું મતદાન પહેલા જ થઈ ગયો મોટો 'ખેલા'? MVA માં હડકંપ મચાવી શકે છે ફડણવીસનું આ નિવેદન

દેશના બે રાજ્યો ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી છે. ઝારખંડમાં એક તબક્કામાં મતદાન જ્યારે સૌથી વધુ ચર્ચામાં મહારાષ્ટ્ર છે. અહીં મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે રસાકસીનો જંગ છે. જ્યાં શાબ્દિક પ્રહારો સતત ચાલુ જોવા મળી રહ્યા છે. આરોપ પ્રત્યારોપનો દોર ચરમસીમાએ છે. આ બધા વચ્ચે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસનું એક નિવેદન ખુબ ચર્ચામાં છે. તેમણે દાવો કર્યો છે કે એકનાથ શિંદેના નેતૃત્વવાળી મહાયુતિની પ્રચંડ બહુમતીથી સરકાર બનશે. કારણ કે આ વખતની વિધાનસભા ચૂંટણી 'અજબ' છે અને 23 નવેમ્બરે પરિણામ આવ્યા બાદ જ ખબર પડશે કે કોણ કોનું સમર્થન કરી રહ્યું છે. આવામાં હવે એ સવાલ ઉઠે છે કે આખરે ફડણવીસે કોના આધારે આ નિવેદન આપ્યું. જો તેમના દાવામાં જરાય સચ્ચાઈ છે તો શું મહારાષ્ટ્રમાં મતદાન પહેલા જ રાજકીય ખેલ ખેલાઈ ગયો છે?

મહાવિકાસ આઘાડીને લાગશે ઝટકો?
ડેપ્યુટી સીએમ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે 20 નવેમ્બરે થનારી રાજ્ય વિધાનસભા ચૂંટણી અજબ છે અને 23 નવેમ્બરે પરિણામ આવ્યા બાદ જ ખબર પડશે કે કયું જૂથ કોને સમર્થન કરી રહ્યું છે. હકીકતમાં પત્રકારો સાથે અનૌપચારિક વાતચીતમાં ફડણવીસે કહ્યું કે મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના, અજિત પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને ભાજપના ગઠબંધન મહાયુતિને કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના (યુબીટી) અને શરદ પવારના નેતૃત્વવાળી એનસીપી પર લીડ હાંસલ છે. 

ફડણવીસે કહ્યું કે આ ચૂંટણી અજીબ છે. આપણને પરિણામો બાદ જ ખબર પડશે કે કોણ કોની સાથે છે. મહાયુતિની અંતર પર આંતરિક વિરોધાભાસ છે. તેમણે દાવો કર્યો કે એમવીએએ પણ આ પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. ફડણવીસે કહ્યું કે તેમની પાર્ટીનો નારો બટેંગે તો કટેંગે વિપક્ષી મહાવિકાસ આઘાડી (એમવીએ)ના ચૂંટણી પ્રચાર અભિયાનના જવાબમાં રચવામાં આવ્યો છે. ભાજપના નેતાએ દાવો કર્યો કે તેમના સહયોગીઓ અશોક ચૌહાણ અને પંકજા મુંડેની સાથે સાથે ડેપ્યુટી સીએમ અજીત પવાર તેનો મૂળ અર્થ સમજવામાં નિષ્ફળ રહ્યા. 

'બટેંગે તો કટેંગે'નો અર્થ સમજાવ્યો
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે થનારી વિધાનસભા ચૂંટણીના પ્રચાર અભિયાનમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા વારંવાર ઉપયોગમાં લેવાતા આ નારાએ વિપક્ષને તેની નિંદા કરવા માટે એકજૂથ કરી દીધા છે. વિપક્ષનો દાવો છે કે આ નારાના સાંપ્રદાયિક નિહિતાર્થ છે, જ્યારે સત્તાધારી ગઠબંધનના કેટલાક નેતાઓએ પણ તેના પર આપત્તિ જતાવી છે. પત્રકારો સાથે વાતચીત  દરમિયાન ફડણવીસે કહ્યું કે 'બટેંગે  તો કટેંગે' કોંગ્રેસના નેતૃત્વવાળા મહાવિકાસ આઘાડીના વિભાજનકારી ચૂંટણી પ્રચારના અભિયાનના જવાબમાં બનાવવામાં આવેલો નારો છે. આ નારાનો મૂળ સંદેશ છે કે 'બધાએ એક સાથે રહેવું પડશે.'

ફડણવીસે કહ્યું કે આ નારાનો અર્થ એ નથી કે અમે મુસ્લિમોની વિરુદ્ધમાં છીએ. અમે એ પણ નથી કહ્યું કે લાડકી બહેન યોજનાનો લાભ મુસ્લિમ મહિલાઓને નહીં મળે. તેમણે દાવો કર્યો કે બટેંગે તો કટેંગે આ નારો કોંગ્રેસ અને એમવીએના તૃષ્ટિકરણ (રાજકારણ)નો જવાબ છે. તેમણે લોકસભા ચૂંટણી દરમિયાન વોટ જેહાદનો પ્રયોગ કર્યો અને મસ્જિદોમાં પોસ્ટર લગાવાયા જેમાં લોકોને એક વિશેષ પાર્ટીને મત આપવાનો આગ્રાહ કર્યો. આ કયા પ્રકારની ધર્મનિરપેક્ષતા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news