ફિફા વર્લ્ડ કપ: પેનલ્ટી શૂટઆઉટમાં ક્રોએશિયાએ રશિયાને 4-3થી હરાવ્યું
ફિફા વર્લ્ડ કપ 2018 ચાલી રહ્યો છે. ટુર્નામેન્ટ હવે રોમાંચક તબક્કામાં છે. ચોથી ક્વાર્ટર ફાઈનલમાં ક્રોએશિયાએ રશિયાને પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.
Trending Photos
સોચી (રશિયા): ફિફા વર્લ્ડ કપ 2018 ચાલી રહ્યો છે. ટુર્નામેન્ટ હવે રોમાંચક તબક્કામાં છે. ચોથી ક્વાર્ટર ફાઈનલમાં ક્રોએશિયાએ રશિયાને પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. નિર્ધારીત સમય સુધી બંને ટીમો બરાબરી પર રહી હતી. હવે સેમીફાઈનલમાં તેનો સામનો ઈંગ્લેન્ડ સામે થશે. ક્રોએશિયાની ટીમ 20 વર્ષ બાદ સેમીફાઈનલમાં પહોંચી છે. આ અગાઉ તે 1998ના વર્લ્ડ કપમાં સેમી ફાઈનલમાં પહોંચી હતી. બીજી બાજુ ત્રીજી ક્વોર્ટર ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડે સ્વીડનને 2-0થી હરાવીને સેમીફાઈનલમાં એન્ટ્રી મારી. સમારામાં રમાયેલી આ મેચમાં હેરી મેગ્વાયર અને ડેલી અલીના ગોલની મદદથી ઈંગ્લેન્ડ જીત્યું. 28 વર્ષ બાદ ઈંગ્લેન્ડે સેમીફાઈનલમાં એન્ટ્રી કરી છે. આ પહેલા તે 1990માં છેલ્લે સેમીફાઈનલમાં પહોંચ્યું હતું.
મેચના નિર્ધારીત સમયે ક્રોએશિયા અને રશિયા બંને 1-1ની બરાબરીએ હતાં. મેચ જ્યારે એક્સ્ટ્રા ટાઈમ પર ગઈ તો બંને ટીમોએ પોતાના ખાતામાં 1-1 ગોલ નાખ્યો અને અહીં પણ જ્યારે બરાબરી પર ખતમ થઈ. ત્યારે એકસ્ટ્રા ટાઈમમાં પહોંચેલી મેચના 100મા મિનિટમાં ડોમાગોઝ વિડા ગોલ કરીને ક્રોએશિયાને લીડ અપાવી દીધી. આગામી 15 મિનિટના ખેલમાં ક્રોએશિયા રશિયા પર હાવી રહ્યું. રશિયા સતત મેચમાં વાપસીની તક શોધી રહ્યું હતું પરંતુ ક્રોએશિયાના ડિફેન્સે તેને કોઈ તક ન આપી.
એકસ્ટ્રા ટાઈમમાં ક્રોએશિયાએ 2-1ની લીડ મેળવી હતી. પરંતુ રશિયાએ બીજા એક્સ્ટ્રા ટાઈમમાં ગોલ કરીને બરાબરી કરી લીધી. ત્યારબાદ મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટથી થયો. છેલ્લે ક્રોએશિયાએ બાજી મારી લીધી. પેનલ્ટી શૂટઆઉટના 4થા શોટ સુધી બંને ટીમો 3-3ની બરાબરી પ ર હતી અને અંતિમ કિક પર મેચ પહોંચી તો રશિયાનો ગોલકિપર ગોલ બચાવવામાં ચૂકી ગયો અને ત્યારબાદ માર્સેલો બોજોવિકે નિર્ણાયક ગોલ કરીને મેચ ક્રોએશિયાની ઝોળીમાં નાખી દીધી.
બીજા એક્સ્ટ્રા ટાઈમમાં રશિયાને મેચના 115મી મિનિટમાં ફ્રી કિક તરીકે એક આશા મળી હતી અને આ વખતે મારિયો ફર્નાન્ડિસે રશિયાની વાપસી માટે ચમત્કાર કરી દીધો હતો. ફ્રી કિક પર ફર્નાન્ડિસે શાનદાર હેડર મારીને બોલને ક્રોએશિયાના ગોલપોસ્ટમાં નાખી દીધો અને એકવાર ફરીથી મેચમાં પ્રાણ ફૂંકી દીધા. પરંતુ પેનલ્ટી શૂટઆઉટમાં મેજબાન ટીમ માત ખાઈ ગઈ અને 4-3થી હારી.
28 વર્ષ બાદ ઈંગ્લેન્ડનો સેમીફાઈનલમાં પ્રવેશ
શનિવારે જ 3જી ક્વોર્ટર ફાઈનલ મેચ રશિયાના સમારામાં રમાઈ હતી. જેમાં ઈંગ્લેન્ડે સ્વીડનને 2-0થી હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો. આ જીત સાથે ઈંગ્લેન્ડે 28 વર્ષ બાદ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. છેલ્લે ઈંગ્લેન્ડ 1990માં સેમીફાઈનલમાં આવ્યું હતું.
ઈંગ્લેન્ડ તરફથી મેગ્વાયરે 30મી મિનિટમાં અને અલીએ 58મી મિનિટમાં ગોલ કર્યા હતાં. બંને ગોલ હેડરથી થયા. મેગ્વાયરે એશ્લે યંગની કિક પર ગોલકિપર રોબિન ઓલ્સનને ભેદીને બોલને નેટ સુધી પહોંચાડ્યો. ઈંગ્લેન્ડ માટે 10મી મેચમાં તેનો આ પહેલો આંતરરાષ્ટ્રીય ગોલ હતો. જ્યારે ડેલે અલીએ પણ હેડરથી ગોલ કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે