CWGમાં દેશને ગોલ્ડ મેડલ અપાવનાર પૂનમના પિતાએ દેવું લઈને અપાવી હતી ટ્રેનિંગ
પૂનમ યાદવે 69 કિલો વર્ગમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. પરંતુ તેની આ સફર સરળ રહી નથી.
- ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં પૂનમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો
- વારાણસીમાં રહે છે પૂનમ યાદવ
- પોતાની બહેનના કહેવાથી વેઇટલિફ્ટિંગમાં ગઈ
Trending Photos
ગોલ્ડ કોસ્ટઃ ભારતીય વેઇટ લિફ્ટરોનું 21માં રાષ્ટ્રમંડળ ખેલોમાં શાનદાર અભિયાન જારી છે. આજે પૂનમ યાદવે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે ભારતને પાંચમો ગોલ્ડ અપા્યો હતો. પરંતુ તેની આ યાત્રા સરળ ન હતી. આ માટે તેણે ઘણી મુશ્કેલીનો સામનો કર્યો હતો. ગ્લાસ્ગોમાં 2014 રાષ્ટ્રમંડળ ખેલમાં તેણે 63 કિલોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 222 કિલો ભાર ઉચક્યો હતો. ઈંગ્લેન્ડની સારા ડેવિસ 217 કિલો વજન ઉઠાવીને બીજા સ્થાને રહી. બ્રોન્ઝ મેડલ ફીજીની અપોલોનિયા વેઇવેઇને મળ્યો જેણે 216 કિલો વજન ઉઠાવ્યો હતો.
પૂનમે કહ્યું, મને ફીફી પાસેથી પડકાર મળવાની આશા હતી, ઈંગ્લેન્ડ પાસેથી નહીં. સારાએ જ્યારે અંતિમ લિફ્ટમાં 128 કિલો વજન ઉઠાવવાનો નિર્ણય કર્યો તો હું નર્વસ હતી, કારણ કે, તે ઉઠાવી શકતી હતી.
તેણે કહ્યું, પરંતુ આ નસિબની વાત છે. મને તે મળ્યું જે મારા નસિબમાં હતું અને તેને તેના નસિબમાં હતું તે મળ્યું. આભારી શઉં કે થોડા સમય માટે અમારા ફિઝિયોને આવવા દીધા, જેણે મારા ઘુંટણમાં પટ્ટી લગાવી. મને ત્યાં દુખાવો થતો હતો.
ઉત્તર પ્રદેશમાં વારાણસીમાં રહેનારી પૂનમ યાદવે ગત વર્ષે રાષ્ટ્રમંડળ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે કહ્યું, મેં મારી બહેનના કહેવાથી વેઇટ લિફ્ટિંગની પસંદહી કરી અને 2014માં ભારતીય ટીમની શિબિરમાં આવી.
પૂનમે કહ્યું, મારા પિતાએ મારા પ્રશિક્ષણ માટે કરજો લીધો હતો. મેં મેડલ જીત્યા બાદ તેની ચૂકવણી કરી દીધી. તે ઘમાં પૂજા પાઠ કરે છે અને મારી માતા ગૃહિણી છે. હું અમે મારી બહેન ઘર ચલાવીએ છીએ. હું ભારતીય રેલવેમાં કર્મચારી છું.
આ પહેલા મીરાબાઇ ચાનૂ (48 કિલો), સંજીતા ચાનૂ (53 કિલો), સતીષ શિવલિંગમ (77 કિલો) અને વેંકટ રાહુલ રાગાલા (85 કિલો)એ ભારતને વેઇટ લિફ્ટિંગમાં ચાર ગોલ્ડ મેડલ અપાવ્યા હતા.
આ છે પૂનમની સિદ્ધિઓ
પૂનમે 2014 કોમનવેલ્થ ગેમ્સમાં 63 કિલો કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
2015 કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં 63 કિલો કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
2017 કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં 63 કિલોમાં સિલ્વર જીત્યો હતો.
2017માં અમેરિકાના અનોહાઇમમાં રમાયેલી વર્લ્ડ ચેમ્પિયશિપમાં તે 69 કિલો કેટેગરીમાં નવમાં નંબરે રહી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે