મને સર કહો છો તો એવું લાગે છે હું ઘરડો થઇ ગયો : રાહુલ ગાંધી

કર્ણાટક ચૂંટણીને ધ્યાને રાખીને કોંગ્રેસ અને ભાજપનાં ટોચનાં નેતાઓ એક પછી એક સતત રેલીઓ કરી રહ્યા છે

મને સર કહો છો તો એવું લાગે છે હું ઘરડો થઇ ગયો : રાહુલ ગાંધી

બેંગ્લોર : કર્ણાટક ચૂંટણીની રેસમાં નેતાઓ એક પછી એક કર્ણાટકની મુલાકાત લઇ રહ્યા છે. કોંગ્રેસ અને ભાજપ નેતાઓ દ્વારા તાબડતોબ રેલીઓ અને જનસભાઓ કરવામાં આવી રહી છે. આ કડીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાનાં ચૂંટણી પ્રચાર અભિયાન જન આશિર્વાદ યાત્રાનાં 5 તબક્કા પુરા થઇ ચુક્યા છે. ત્યાર બાદ આજે તેઓ ફરીથી કર્ણાટકમાં છે. રાહુલ ગાંધીએ આજે બેંગ્લોરમાં સફાઇ કર્મચારી સાથે મુલાકાત કરી અને તેમની સમસ્યાઓ સાંભળી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, જે લોકો સૌથી મુશ્કેલ કામ કરી રહ્યા છે કે, તેમને આ કામનાં બદલે વધારે રકમ મળવી જોઇએ. આ દરમિયાન તેમણે હાજર સફાઇકર્મચારીઓનાં સવાલોનાં જવાબ પણ આપ્યા.સાથે જ મહિલાઓને ગળે લગાવીને તેની સાથે તસ્વીરો પણ પડાવી હતી. 

— Congress (@INCIndia) April 8, 2018

રાહુલે બેંગ્લોરમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, તેઓ જ્યાં પણ જાય છે, લોકો તેને સર કહીને બોલાવતા હતા. રાહુલે કહ્યું કે, જ્યારે મને લોકો સર કહે છે તો મને એવું લાગે છે કે, મારી ઉંમર જાણે અચાનક વધી ગઇ હોય. રાહુલે કાર્યક્રમમાં હાજર લોકોને અપીલ કરી કે તમે મને માત્ર રાહુલ કહીને જ સંબોધન કરો. તે અગાઉ રાહુલ ગાંધી એક સફાઇ કર્મચારીનાં ઘરે ગયા. અહીં તેમણે નાસ્તો કર્યો હતો. આ દરમિયાન કર્ણાટક કોંગ્રેસ નેતા પણ તેમની સાથે હાજર રહ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષે રાજધાનીમાં વેપારીઓ સાથે મુલાકાત કરી હતી. 

— Congress (@INCIndia) April 8, 2018

રાહુલે પોતાનાં બેંગ્લોર મુલાકાત દરમિયાન લોકો સાથે સીધા જોડાવા માટેનાં તમામ પ્રયાસો કર્યા હતા. આ દરમિયાન તેમણે જનતાની સાથે મેટ્રોમાં મુસાફરી કરી. રાહુલે અહીં આમ આદમીની જેમ ભીડ વચ્ચે ઉભેલા જોવા મળ્યા હતા. કર્ણાટક વિધાનસભાની 224 સીટોનાં માટે 12મેનાં રોજ વોટિંગ કર્યું. ત્યાર બાદ 15 મેનાં રોજ મત ગણતરી કરવામાં આવશે. તેની પહેાલ બંન્ને મહત્વનાં દળ ચૂંટણી પ્રચારનાં ભરપુર પ્રયાસો કરી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news