CWG 2018 : મેહુલી અને અપૂર્વીએ 10 મીટર રાઇફલમાં ભારતને અપાવ્યો સિલ્વર અને બ્રોન્જ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને મેડલ મળવાનો સિલસિલો યથાવત છે. ગેમ્સના પાંચમા દિવસે 10 મીટર એર રાઇફલની ફાઇનલમાં ભારતની મેહુલી ઘોષ અને અપૂર્વી ચંદેલાએ ભારતને સિલ્વર અને બ્રોન્જ મેડલ અપાવ્યો. ફાઇનલમાં મેહુલી અને સિંગાપુરની પ્રતિયોગી વચ્ચે ગોલ્ડ માટે રોમાંચક જંગ જોવા મળી. પરંતુ પોઇન્ટના અંતરથી પાછળ રહેતા મેહુલીને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. અપૂર્વી ચંદેલાને સ્પર્ધાનો કાંસ્ય પદક મળ્યો.
Trending Photos
ગોલ્ડ કોસ્ટ: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને મેડલ મળવાનો સિલસિલો યથાવત છે. ગેમ્સના પાંચમા દિવસે 10 મીટર એર રાઇફલની ફાઇનલમાં ભારતની મેહુલી ઘોષ અને અપૂર્વી ચંદેલાએ ભારતને સિલ્વર અને બ્રોન્જ મેડલ અપાવ્યો. ફાઇનલમાં મેહુલી અને સિંગાપુરની પ્રતિયોગી વચ્ચે ગોલ્ડ માટે રોમાંચક જંગ જોવા મળી. પરંતુ પોઇન્ટના અંતરથી પાછળ રહેતા મેહુલીને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. અપૂર્વી ચંદેલાને સ્પર્ધાનો કાંસ્ય પદક મળ્યો.
Mehuli Ghosh was the only one to shot a 10.9 in the whole Finals, and it came at the final shot, took the Gold Medal contest to a shoot-off. This amazing 16 year old!! Take a bow @GhoshMehuli, Thank you for your support @Joydeep709 @OGQ_India @OfficialNRAI #GC2018 #TeamIndia pic.twitter.com/RlE4iIYXs2
— Indian Sports Fan! (@SportsFan_India) April 9, 2018
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અત્યાર સુધી 17 મેડલ મળી ચૂક્યા છે. તેમાં સૌથી વધુ મેડલ વેટલિફ્ટિંગમાં મળ્યા છે. આ પહેલાં દિવસની શરૂઆતમાં વેટલિફ્ટર પ્રદીપ સિંહે ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. ત્યારબાદ જીતૂ રાયે નિશાનેબાજીમાં નવા રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ અપાવ્યો.
CWG 2018: ટેબલ ટેનિસમાં મહિલા ટીમે રચ્યો ઈતિહાસ, ભારતનો સાતમો ગોલ્ડ
કોમનવેલ્થ ગેમ્સ 2018: સોનાનો વરસાદ, પૂનમ બાદ હવે મનુ ભાકરે અપાવ્યો ભારતને 6ઠ્ઠો ગોલ્ડ મેડલ
CWG 2018 : વિકાસ ઠાકુરે ભારતને અપાવ્યો દિવસનો પાંચમો મેડલ
વેઈટલિફ્ટિંગમાં ફરી વરસ્યું સોનું, પૂનમ યાદવે દેશને અપાવ્યો 5મો ગોલ્ડ મેડલ
ભારતની મહિલા નિશાનેબાજ મેહુલી ઘોષ અહીં ચાલેલા રાષ્ટ્રમંડળ રમતોમાં પાંચમા દિવસે સોમવારે શૂટ-ઓફમાં પાછળ રહેતાં મહિલાઓની 10 મીટર એર રાઇફલ સ્પર્ધાની ફાઇનલમાં ગોલ્ડ મેડલ ચૂકી ગઇ. મેહુલીને આ સ્પર્ધામાં રજત પદક પ્રાપ્ત થયો છે. તો બીજી તરફ ભારતની એક અન્ય નિશાનેબાજ અપૂર્વી ચંદેલાએ કાંસ્ય પદક પર કબજો જમાવ્યો. આ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ સિંગાપુર માર્ટીના લિંડસે વેલોસોને મળ્યો.
Ohhhh A 9.9 for Mehuli Ghosh in the Shoot-off. Wins Silver @GhoshMehuli #GC2018 #CWG2018 #TeamIndia @GC2018 @ioaindia @indianshooting @OfficialNRAI pic.twitter.com/jrbX9k8vLK
— Indian Sports Fan! (@SportsFan_India) April 9, 2018
Ohhhh A 9.9 for Mehuli Ghosh in the Shoot-off. Wins Silver @GhoshMehuli #GC2018 #CWG2018 #TeamIndia @GC2018 @ioaindia @indianshooting @OfficialNRAI pic.twitter.com/jrbX9k8vLK
— Indian Sports Fan! (@SportsFan_India) April 9, 2018
મેહુલી અને માર્ટીના બંનેનો ફાઇનલ સ્કોર 247.2 જ હતો, પરંતુ સિંગાપુરની નિશાનેબાજે શૂટ ઓફમાં 10.3નું નિશાન લગાવતાં ગોલ્ડ જીત્યો. મેહુલીને 9.9નું નિશાન લગાવ્યું. મેહુલી અને માર્ટીના બંને આ સ્પર્ધામાં રાષ્ટ્રમંડળ રમતોનો રેકોર્ડ તોડ્યો છે. અપૂર્વીએ કુલ 225.3 પોઇન્ટ પ્રાપ્ત કરી કાંસ્ય પદક પર કબજો જમાવ્યો.
#CWG2018Shooting - Women's 10m Air Rifle
What a final! Gold decided by a shoot off! Silver for 16 year old Mehuli Ghosh. Loses gold by the slightest of the margins. Bronze for Apurvi Chandela. #GC2018#GC2018Shooting #CWG2018 pic.twitter.com/05oDKLSDzC
— gopal mali (@gopalma39668081) April 9, 2018
Mehuli Ghosh @GhoshMehuli wins Silver, Apurvi Chandela @apurvichandela wins Bronze in Women's 10m air rifle! What a contest this was!! #MehuliGhosh #ApurviChandela #GC2018 #CWG2018 #TeamIndia @GC2018 @ioaindia @indianshooting @OfficialNRAI pic.twitter.com/vQxlsnPy39
— Indian Sports Fan! (@SportsFan_India) April 9, 2018
આ પહેલાં અપૂર્વી ચંદેલા અને મેહુલી ઘોષે અહીં 21મા કોમનવેલ્થ ગેમ્સના પાંચમા દિવસે મહિલાઓને 10 મીટર એર રાઇફલ સ્પર્ધાની ફાઇનલમાં સ્થાન મળ્યું. ચંદેલાએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં પ્રથમ જ્યારે મેહૂલીએ પાંચમું સ્થાન પ્રાપ્ત કરી ફાઇનલમાં જગ્યા બનાવી. અપૂર્વી ચંદેલાએ કુલ 423.2નો સ્કોર કર્યો, જે રાષ્ટ્રમંડળ રમતોનો રેકોર્ડ છે. તેમણે પહેલાં રાઉન્ડમા6 105.7, બીજામાં 105.2 અને ત્રીજામાં 106.1 અને અંતિમ રાઉન્ડમાં 106.2નો સ્કોર કર્યો.
CWG 2018: વેંકટ રાહુલે અપાવ્યો 4થો ગોલ્ડ મેડલ, મેડલ ટેલીમાં ભારત ચોથા નંબરે
CWG 2018: સતીષે રચ્યો ઈતિહાસ, વેઈટલિફ્ટિંગમાં ભારતને 3જો ગોલ્ડ મેડલ અપાવ્યો
CWG 2018 માં ભારતને બીજો ગોલ્ડ, સંજીતા ચાનૂએ વેટલિફ્ટિંગમાં જીત્યો ગોલ્ડ મેડલ
#GC2018Shooting
Ranks after 20 shots in women's 10m air rifle event:
1⃣ #ApurviChandela of 🇮🇳 with 206.0 points
2⃣Veloso with 206.0 points
3⃣ #MehuliGhosh of 🇮🇳 with 205.0 points pic.twitter.com/PzI17tW0Nq
— Doordarshan Sports (@ddsportschannel) April 9, 2018
જેમણે દેશને અપાવ્યો મેડલ, તેને ફિઝિયો પણ ન આપી શક્યા ઓફિસર
CWG 2018: ટ્રક ડ્રાઇવરનો પુત્ર ગુરૂરાજે ભારતને અપાવ્યો પ્રથમ ચંદ્રક
CWG 2018 : મીરાબાઈ ચાનૂએ નવો રેકોર્ડ બનાવીને ભારતને અપાવ્યો પ્રથમ ગોલ્ડ
મેહુલી ઘોષે કુલ 413.7નો સ્કોર કર્યો. તેમણે પહેલાં રાઉન્ડમાં 104.3, બીજા રાઉન્ડમા6 103.7, ત્રીજામાં 102.2 અને ચોથામાં 103.4નો સ્કોર કર્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે