INDvsAUS: ઓસ્ટ્રેલિયાની શાનદાર બોલિંગ, દિવસના અંતે ભારત 112/5
ચોથા દિવસની રમતપૂર્ણ થઈ ત્યારે ભારતીય ટીમે પાંચ વિકેટ ગુમાવી 112 રન બનાવ્યા છે. હનુમા વિહારી અને રિષભ પંત બેટિંગ કરી રહ્યાં છે.
Trending Photos
પર્થ: India vs Australia 2nd Test, Day 4 ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્રથમ ઈનિંગમાં 326 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં 283 રન બનાવી આઉટ થતા ઓસ્ટ્રેલિયાને 43 રનની લીડ મળી હતી. બીજી ઈનિંગમાં શમીની ઘાતક બોલિંગ સામે ઓસ્ટ્રેલિયા 243 રનમાં ઓલઆઉટ થઈ ગયું અને ત્યારબાદ ભારતને જીતવા માટે 287 રનનો લક્ષ્ય મળ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ ચોથા દિવસની રમત પૂરી થઈ ત્યારે 5 વિકેટ ગુમાવી 112 રન બનાવી લીધા છે. રિષભ પંત (9) અને હનુમા વિહારી (24) રન બનાવી ક્રીઝ પર છે. ભારતને જીતવા માટે હજુ 175 રન અને ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 5 વિકેટની જરૂર છે.
ભારતનો બીજો દાવ
બીજી ઈનિંગમાં પણ ભારતની શરૂઆખ ખરાબ રહી અને શૂન્યના સ્કોર પર કેએલ રાહુલને મિશેલ સ્ટાર્કે બોલ્ડ કરીને ટીમ ઈન્ડિયાને પ્રથમ ઝટકો આપ્યો હતો.
13 રનના સ્કોર પર હેઝલવુડે ચેતેશ્વર પૂજારાને વિકેટ પાછળ ટિમ પેનના હાથે કેચ કરાવ્યો અને ભારતને બીજો ઝટકો આપ્યો હતો. પૂજારા 4 રન બનાવીને આઉટ થયો હતો. પર્થના આ નવા સ્ટેડિયમની પિચ પર બેટિંગ કરવી મુશ્કેલ થઈ ગઈ છે. પિચ પરથી બોલરોને અસમાન ઉછાળ અને મૂવમેન્ટ મળી રહી છે.
નાથન લિયોને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (17)ને આઉટ કરીને ભારતને ત્રીજો ઝટકો આપ્યો, લિયોનેની બોલિંગમાં કોહલી સ્લિપમાં કેચઆઉટ થયો હતો. ત્યારબાદ મુરલી વિજયને લાયને બોલ્ડ કરીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. વિજયે 20 રન બનાવ્યા હતા.
હેઝલવુડે રહાણેને આઉટ કરીને ભારતને પાંચમો ઝટકો આપ્યો હતો. તેણે 30 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયા ઓલઆઉટ
બીજા દાવમાં 243 રન કરીને ઓસ્ટ્રેલિયન ટીમ ઓલઆઉટ થઈ ગઈ. પહેલા દાવની 43 રનની લીડ મળેલી છે. આ રીતે હવે ભારતને જીત માટે 287 રનનો લક્ષ્યાંક મળ્યો છે. બુમરાહે કમિન્સને બોલ્ડ કર્યો, જ્યારે શમીએ નાથન લોયનને આઉટ કર્યો હતો. છેલ્લી વિકેટ બુમરાહના ફાળે ગઈ હતી. મિચેલ સ્ટાર્ક આઉટ થતા જ ઓસ્ટ્રેલિયાનો દાવ 243 રનમાં સમેટાઈ ગયો હતો.
મોહમ્મદ શમીએ બે બોલ પર બે વિકેટ ઝડપી ભારતની મેચમાં કરાવી વાપસી
મોહમ્મદ શમીએ ટીમ પેનને આઉટ કર્યા બાદ એરોન ફિન્ચને પણ પેવેલિયન ભેગો કર્યો. ફિન્ચ રવિવારે રિટાયર્ડ હર્ટ થયો હતો. આ જ કારણે પેન આઉટ થયા બાદ ફિન્ચ ક્રિઝ પર પાછો ફર્યો હતો. જો કે શમી હેટ્રિકથી ચૂક્યો. ત્યારબાદ શમીએ ખ્વાજાની પણ વિકેટ લીધી. આમ એક ઈનિંગમાં તેણે 5 વિકેટ લીધી. ખ્વાજા 72 રન બનાવીને આઉટ થયો. જો કે ઓસ્ટ્રેલિયા હાલ મજબુત સ્થિતિમાં છે. બીજા દાવમાં 7 વિકેટના નુકસાન પર 198 રન કર્યાં છે. (82.1 ઓવર)
INNING BREAK: ખ્વાજા અને પેન ક્રિઝ પર હાજર
ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટના ચોથા દિવસે સુંદર રમત દાખવી. પહેલા સેશનમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર 58 રન કર્યાં. ઉસ્માન ખ્વાજાએ 67 રન અને ટીમ પેન 37 રન બનાવીને ક્રિઝ પર હાજર રહ્યાં. બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટના નુકસાન પર 190 રન બનાવ્યાં છે. આમ ભારત પર ઓસ્ટ્રેલિયાની કુલ લીડ 233 રનની થઈ છે. લંચ બ્રેક બાદ ભારતને સફળતા મળી અને શમીએ ટીમ પેનને આઉટ કર્યો.
ખ્વાજા અને ટીમ પેનની 100 રનની ભાગીદારી, ઓસ્ટ્રેલિયાની મજબુત સ્થિતિ
ઉસ્માન ખ્વાજા અને ટીમ પેને શાનદાર બેટિંગ કરતા મેચમાં ઓસ્ટ્રેલિયાની મજબુત સ્થિતિ જોવા મળી રહી છે. બંનેએ 5મી વિકેટની ભાગીદારીમાં અત્યાર સુધીમાં 100 રન જોડ્યા છે. હાલ તેઓ ક્રિઝ પર હાજર છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર અત્યારે 4 વિકેટના નુક્સાન પર 188 રન છે.
ચોથા દિવસની રમત શરૂ, બુમરાહે બોલિંગ કરીને ભારત માટે કરી શરૂઆત
બીજી ટેસ્ટના ચોથા દિવસે રમતની શરૂઆત જસપ્રીત બુમરાહે બોલિંગ કરીને કરી. ઓસ્ટ્રેલિયા તરફથી ટીમ પેન અને ઉસ્માન ખ્વાજા ક્રિસ પર છે. પહેલી ઓવરમાં બે જ રન બન્યાં હ તાં.ઓસ્ટ્રેલિયા હાલ મજબુત સ્થિતિ બનાવતું જોવા મળી રહ્યું છે. ઉસ્માન ખ્વાજાએ પોતાની અડધી સદી પૂરી કરી લીધી. આ સીરિઝમાં તેની આ પહેલી અડધી સદી છે. ભારતે શરૂઆતના સવા કલાકમાં પોતાના તમામ બોલરોને અજમાવી લીધા છે. જેમાં પાર્ટ ટાઈમ સ્પિનર હનુમા વિહારી પણ સામેલ છે. જો કે ભારતને હજુ સુધી સફળતા મળી નથી.
એરોન ફિંચની મેડિકલ અપડેટ
એરોન ફિંચ રવિવારે આંગળીમાં ઈજાના કારણે રિટાયર્ડ હર્ટ થયો હતો. આંગળીના એક્સરેનો રિપોર્ટ આવી ગયો છે. ફ્રેક્ચર નથી. આથી જો જરૂર પડી તો ફિંચ બેટિંગ કરવાં આવી શકે છે.
પહેલા ત્રણ દિવસની રમત ટૂંકમાં...
ઓસ્ટ્રેલિયાએ પહેલા દિવસે 6 વિકેટના નુકસાન પર 277 રન બનાવ્યાં. બીજા દિવસે તેમનો કુલ સ્કોર 326 રન થયો. ત્યારબાદ ભારતે રમતના અંત સુધીમાં 3 વિકેટના નુકસાન પર 172 રન કર્યાં. ત્રીજા દિવસે ભારતીય ટીમ 283 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. આમ ઓસ્ટ્રેલિયાને 43 રનની મહત્વની લીડ મળી. બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં 4 વિકેટના નુકસાન પર 132 રન કરી નાખ્યાં હતાં. ભારત પર હવે 175 રન કરતા વધુની લીડ ઓસ્ટ્રેલિયાને મળી છે. એટલે જો આમ જોવા જઈએ તો ઓસ્ટ્રેલિયાનું મેચમાં પલડું ભારે છે. જો કે હજુ ભારતના હાથમાંથી મેચ સરકી નથી. તે વાપસી કરી શકે છે. મેચમાં હજુ રોમાંચ બાકી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે