Archery world cup માં ભારતે જીત્યા 4 ગોલ્ડ મેડલ, જોવા મળ્યો દીપિકાનો જલવો
ભારતે આર્ચરી વિશ્વકપના ત્રીજા તબક્કામાં ચાર ગોલ્ડ મેડલ જીત્યા છે. આ દરમિયાન અનુભવી રિકર્વ તીરંદાજ દીપિકા કુમારીનો જલવો જોવા મળ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ફોર્મમાં ચાલી રહેલી અનુભવી રિકર્વ તીરંદાજ દીપિકા કુમારીના શાનદાર પ્રદર્શનથી ભારતે રવિવારે અહીં વિશ્વકપના ત્રીજા તબક્કામાં ત્રણ ગોલ્ડ મેડલ કબજે કર્યાં છે.
ભારતને મળ્યા કુલ ચાર ગોલ્ડ
આ સ્પર્ધામાં ભારતના નામે કુલ ચાર ગોલ્ડ મેડલ રહ્યાં છે. શનિવરે અભિષેક વર્માએ કમ્પાઉન્ડ વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
આગામી મહિને શરૂ થનાર ટોક્યો ઓલિમ્પિક પહેલા ભારતનું આ વૈશ્વિક સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન રહ્યું છે. દીપિકાની ત્રણ ગોલ્ડ મેડલ અપાવવામાં મહત્વની ભૂમિકા રહી છે. તેણે મહિલા વ્યક્તિગત રિવર્ક સ્પર્ધાની ફાઇનલમાં રશિયાની એલિના ઓસિપોવાને 6-0થી હરાવી એક દિવસમાં ગોલ્ડની હેટ્રિક પૂરી કરી હતી. આ પહેલા તે મિક્સ અને મહિલા રિવર્ક ટીમમાં ગોલ્ડ મેડલ જીતનાર ટીમનો ભાગ હતી.
આ પણ વાંચોઃ કોહલીના સ્થાને રોહિતને વર્લ્ડ કપ પહેલા T20 ટીમનો કેપ્ટન બનાવી દેવો જોઈએ, પૂર્વ ઈંગ્લિશ ખેલાડીની સલાહ
મિક્સ્ડ ટીમ સ્પર્ધાની ફાઇનલમાં દીપિકા અને તેના પતિ અતનુ દાસની પાંચમી વરીય જોડીએ નેધરલેન્ડના જેફ વાન ડે બર્ગ અને ગૈબ્રિએલા શોલેસરથી 0-2થી પાછળ રહ્યાં બાદ વાપસી કરતા 5-3થી જીત હાસિલ કરી હતી.
મેક્સિકો પર 5-1થી આસાન જીત
આ પહેલા સ્ટાર તીરંજાદ દીપિકા, અંકિતા ભગત અને કોમોલિકા બારીની ભારતીય મહિલા રિવર્ક ટીમે મેક્સિકો પર 5-1થી આસાન જીત મેળવી ગોલ્ડ મેડલ જીત્યો હતો.
મહિલા રિવર્ક ટીમ પાછલા સપ્તાહે ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલીફાઇ કરવાથી ચુકી ગઈ હતી અને આ ગોલ્ડ મેડલ જીત્યા બાદ તેની નિરાશા જરૂર થોડી ઓછી થઈ હશે.
અતનુએ જીત બાદ કહ્યુ- આ શાનદાર અનુભવ છે. પ્રથમવાર અમે એક સાથે ફાઇનલ રમી રહ્યાં હતા અને અમે એક સાથે જીત મેળવી છે. ખુબ ખુશી થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે