57.04 કરોડ આપીને ઝારખંડનો સૌથી મોટો કરદાતા બન્યો એમએસ ધોની

આવકવેરા વિભાગે સૌથી વધુ ટેક્સ આપનારા ત્રણ શ્રેણીના નવ લોકોનું સન્માન કર્યું હતું. 

 57.04 કરોડ આપીને ઝારખંડનો સૌથી મોટો કરદાતા બન્યો એમએસ ધોની

રાંચીઃ ઝારખંડમાં વ્યક્તિગત રીતે સૌથી વધુ આવકવેરો ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ભર્યો છે. તેણે નાણાકિય વર્ષ 2017-18માં 57.04 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે. આવકવેરા વિભાગે શુક્રવારે આયકર મંથન-2018 કાર્યક્રમમાં સૌથી વધુ ટેક્સ ભરનાર લોકોને સન્માનિત કર્યા હતા. આ સાથે વિભાગમાં શાનદાર કામ કરનારા 75 અધિકારીઓ અને કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોની હાજર નહતો. તે ક્રિકેટ કંટ્રી ક્લબ ટેનિસ ટૂર્નામેન્ટ રમ્યા બાદ મુંબઈ રવાના થઈ ગયો હતો. 

ધોની ટેનિસમાં પણ ચેમ્પિયન
ધોનીએ જેએસસીએ ક્રિકેટ કંટ્રી ક્લબ ટેનિસ ચેમ્પિયનશિપ જીતી લીધી છે. મેન્સ ડબલ્સમાં ધોની-સુમિતની જોડીએ કન્હૈયા-રોહિતની જોડીને 6-3, 6-3થી હરાવ્યા હતા. ટેક્સ આપવાના મામલામાં બીજા નંબર પર રાંચીના વેપારી નંદકિશોર અને ત્રીજા સ્થાન પર શંકર પ્રસાદ છે. 

કોર્પોરેટમાં સીસીએલે સૌથી વધુ 2767 કરોડનો ટેક્સ આપ્યો, ફર્મમાં બિગ શોપ સૌથી મોટી કરદાતા 

કોર્પોરેટ જગતમાં સૌથી વધુ ટેક્સ આપનાર કંપની સીપીએલ છે. સીસીએલે વર્ષ 2017-18માં 2767.28 કરોડ રૂપિયાનો ટેક્સ આપ્યો હતો. બીજા સ્થાને જમશેદપૂરની જેમીપોલ લિમિટેડ છે. તેણે 42.01 કરોડ રૂપિયાનો ટેક્સ આપ્યો છે. ફર્મમાં સૌથી વધુ રાંચીની બિગ શોપે 5.82 કરોડ રૂપિયાનો ટેક્સ આપ્યો હતો. રાંચીના કશ્યપ મેમોરિયલ આઈ હોસ્પિટલે 3.23 કરોડ રૂપિયા અને બ્રેધર્સ એકેડમીએ 3.01 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news