World Cup 2019: જેસન રોયે વિશ્વકપમાં ફટકારી પોતાની પ્રથમ સદી, કર્યો રેકોર્ડનો વરસાદ

બાંગ્લાદેશ વિરુદ્ધ રોયે 121 બોલનો સામનો કરતા 153 રન ફટકાર્યા હતા. પોતાની આ ઈનિંગમાં તેણે 14 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. 

World Cup 2019: જેસન રોયે વિશ્વકપમાં ફટકારી પોતાની પ્રથમ સદી, કર્યો રેકોર્ડનો વરસાદ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશ વિરુદ્ધ વિશ્વકપની 12મી મેચમાં  ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ઓપનિગં બેટ્સમેન જેસન રોયે શાનદાર ઈનિંગ રમતા સદી ફટકારી દીધી હતી. જેસન રોય આ સમયે સારા ફોર્મમાં છે અને બાંગ્લાદેશ વિરુદ્ધ કાર્ડિફમાં પણ તેને પોતાનું આ ફોર્મ જાળવી રાખ્યું હતું. જેસને ઘણી ધૈર્યપૂર્વકની ઈનિંગ રમી અને આ વિશ્વકપમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી. 

જેસનની કમાલની ઈનિંગ, ફટકારી સદી 
જેસન રોયે બાંગ્લાદેશે વિરુદ્ધ રમતા આ વિશ્વકપમાં પોતાની પ્રથમ સદી ફટકારી તો તેના વનડે કરિયરની નવમી સદી હતી. જેસન રોયે પોતાની સદી પૂરી કરવા માટે 92 બોલનો સામનો કર્યો હતો. જેસને મુસ્તાફિઝુર રહમાનના બોલ પર ચોગ્ગો ફટકારીને વિશ્વકપ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી. પ્રથમ વિકેટ માટે રોયે જોની બેયરસ્ટો સાથે મળીને ટીમને મજબૂત શરૂઆત અપાવતા પ્રથમ વિકેટ માટે 128 રનની ભાગીદારી કરી હતી. જેસન રોયનો વિશ્વકપમાં આ ત્રીજો મુકાબલો છે અને આ પહેલા બે મેચોમાં તેણે આફ્રિકા વિરુદ્ધ 54 અને પાકિસ્તાન વિરુદ્ધ 8 રન બનાવ્યા હતા. જેસનની વનડેમાં નવમી સદી હતી અને પોતાના ઘરમાં વનડે ક્રિકેટમાં આ છઠ્ઠી સદી હતી. વિશ્વકપ ટૂર્નામેન્ટમાં તેની પ્રથમ સદી હતી. જેસન રોયે પોતાની વનડે કરિયરની 77મી ઈનિંગમાં નવમી સદી ફટકારી હતી. તેણે આ મામલામાં પોતાના સાથે ખેલાડી જો રૂટને પાછળ છોડી દીધો છે. બાંગ્લાદેશ વિરુદ્ધ રોયે 121 બોલનો સામનો કરતા 153 રન ફટકાર્યા હતા. પોતાની આ ઈનિંગમાં તેણે 14 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. 

Fewest innings to nine ODI 100s:

-52 H Amla

-53 Q de Kock

-61 Babar Azam

-72 S Dhawan

-77 JASON ROY

-78 J Root

આ વિશ્વકપમાં ઈંગ્લેન્ડ તરફથી ત્રીજી સદી 
આ વિશ્વકપમાં અત્યાર સુધી કુલ ચાર સદી લાગી છે જેમાંથી ત્રણ ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ ફટકારી છે. ઈંગ્લેન્ડ તરફથી આ વિશ્વકપમાં અત્યાર સુધી જોસ બટલર, જો રૂટ અને હવે જેસન રોયે સદી ફટકારી છે. આ પ્રથમ વિશ્વ કપ છે જેમાં ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ સદી ફટકારવામાં આવી છે. અત્યાર સુધી જેટલા પણ વિશ્વ કપ યોજાયા તેમાં ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ બે સદી ફટકારી હતી.

Hundreds in each WC for England
-1975- 2
-1979- 0
-1983- 2
-1987- 1
-1992- 0
-1996- 1
-1999- 0
-2003- 0
-2007- 2
-2011- 1
-2015- 2
-2019- 3*

વિશ્વ કપમાં ઈંગ્લેન્ડ તરફથી બીજો બેસ્ટ સ્કોર
વનડે વિશ્વકપમાં જેસન રોયે પોતાની આ ઈનિંગથી ઈંગ્લેન્ડ તરફથી બીજો બેસ્ટ સ્કોર બનાવ્યો. ઈંગ્લિશ ટીમ તરફથી વનડે વિશ્વકપમાં સૌથી મોટો સ્કોર બનાવનાર એડ્રયૂ સ્ટ્રોસ છે, જેણે વર્ષ 2011માં બેંગલુરૂમાં ભારત વિરુદ્ધ 158 રનની ઈનિંગ રમી હતી. 

Highest individual scores for England in WC

-158 A Strauss v Ind, Bengaluru 2011

-153 Jason Roy v Ban, Cardiff 2019

-137 D Amiss v Ind Lord's, 1975

-131 K Fletcher v NZ, Nottingham 1975

-130 D Gower v SL, Taunton 1983

વનડેમાં બાંગ્લાદેશ વિરુદ્ધ બીજો બેસ્ટ વ્યક્તિગત સ્કોર
જેસન રોયે વનડેમાં બાંગ્લાદેશ વિરુદ્ધ બીજો બેસ્ટ સ્કોર બનાવી દીધો. ઈંગ્લેન્ડ તરફથી બાંગ્લાદેશ વિરુદ્ધ વનડેમાં સૌથી બેસ્ટ સ્કોર એડ્રયૂ સ્ટ્રોસના નામ પર હતો. તેણે વર્ષ 2010માં એઝબેસ્ટનમાં આ ટીમ વિરુદ્ધ 154 રનની ઈનિંગ રમી હતી. 

Highest individual scores for ENG vs BAN

-154 A Strauss Edgbaston 2010

-153 JASON ROY Cardiff 2019

-152 A Strauss Nottingham 2005

ત્રીજીવાર આ કમાલ કર્યો જેસન રોયે
ઈંગ્લેન્ડ તરફથી વનડે ક્રિકેટમાં જેસન રોયે ત્રીજી વખત 150થી વધુનો આંકડો પાર કર્યો છે. આ પહેલા ઈંગ્લેન્ડ માટે આ કમાલ એડ્રયૂ સ્ટ્રોસ ત્રણ વખત કરી ચુક્યા છે. 

Most 150s For England

Roy - 3*
Strauss - 3

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news