ઈસીબીએ 'ધ હંડ્રેડ' સાથે જોડાયેલા ખેલાડીઓનો કરાર કર્યો રદ્દ, 2021માં યોજાશે ટૂર્નામેન્ટ


ઈસીબીએ પોતાની 100 બોલ ટૂર્નામેન્ટના તમામ ખેલાડીઓનો કરાર રદ્દ કરી દીધો છે. આ ટૂર્નામેન્ટ જુલાઈ-ઓગસ્ટમાં આ વર્ષે યોજાવાની હતી. 

 ઈસીબીએ 'ધ હંડ્રેડ' સાથે જોડાયેલા ખેલાડીઓનો કરાર કર્યો રદ્દ, 2021માં યોજાશે ટૂર્નામેન્ટ

લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્જ (ઈસીબી)એ 'ધ હંડ્રેડ' ટૂર્નામેન્ટની પ્રથમ સીઝનમાં ભાગ લેનારા ખેલાડીઓનો કરાર રદ્દ કરી દીધો છે. કોરોના વાયરસ મહામારીને કારણે હવે આ ટૂર્નામેન્ટ આગામી વર્ષે રમાશે. પ્રતિ ટીમ સો બોલના આ નવા ફોર્મેટમાં આઠ ટીમો વચ્ચે 17 જુલાઈથી 15 ઓગસ્ટ રમાવાની હતી.

પુરૂષ વર્ગમાં ટીમોએ પોતાના ખેલાડી ઓક્ટોબરમાં ડ્રાફ્ટ દ્વારા પસંદ કરી લીધા હતા જ્યારે મહિલા ટીમની પસંદગી બાકી હતી. ઈસીબીએના નિવેદનના હવાલાથી બીબીસીએ કહ્યું, અમે તેની પુષ્ટિ કરીએ છીએ આ ટૂર્નામેન્ટ સાથે જોડાયેલા તમામ ખેલાડીઓનો કરાર રદ્દ કરી દેવામાં આવ્યો છે. ખેલાડીઓને પત્ર દ્વારા તેની માહિતી આપી દેવામાં આવી છે.

— The Hundred (@thehundred) April 30, 2020

ધ હંડ્રેડે પણ સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે કે આ ટૂર્નામેન્ટનું આયોજન આગામી વર્ષે થશે. ઈસીબીના નિવેદન પ્રમાણે, અમે આગામી વર્ષે લોન્ચ માટે વિભિન્ન વિકલ્પો પર પીસીએના સંપર્કમાં રહીશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news