ENGvsIND: ઓવલ ટેસ્ટમાં ભારતનો 118 રને પરાજય, ઈંગ્લેન્ડે 4-1થી જીતી ટેસ્ટ શ્રેણી
ભારતીય ટીમ તરફથી બીજી ઈનિંગમાં રાહુલ અને પંતે સદી ફટકારી હતી.
Trending Photos
લંડનઃ ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીનો પાંચમાં અને અંતિમ મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 118 રને હરાવીને શ્રેણી 4-1થી જીતી લીધી છે. 464 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 345 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી રાહુલ અને પંતે સદી ફટકારી હતી.
ઈંગ્લેન્ડની ટીમે પોતાની પ્રથમ ઈનિંગમાં 332 રન બનાવ્યા હતા. ત્યારબાદ ભારતીય ટીમ પ્રથમ દાવમાં 292 રન બનાવી શકી હતી. ઈંગ્લેન્ડને પ્રથમ ઈનિંગના આધાર પર 40 રનની લીડ મળી હતી. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડને 8 વિકેટ પર 423 રન બનાવીને ડિકલેર કરી હતી અને ભારતને જીતવા માટે 464 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
કેએલ રાહુલે ટેસ્ટ કેરિયરની પાંચમી સદી ફટકારી હતી. રાહુલની આ છેલ્લા બે વર્ષમાં પ્રથમ અને કુલ પાંચમી સદી હતી. સતત નવ ઈનિંગમાં નિષ્ફળ રહ્યાં બાદ પ્રથમ વાર તેણે 100થી વધુ રન બનાવ્યા હતા. તેણે રહાણે (37)ની સાથે ચોથી વિકેટ માટે 118 રન જોડ્યા હતા. ત્યારબાદ પંકે પણ પોતાના ટેસ્ટ કેરિયરની પ્રથમ સદી પૂરી કરી હતી. રાહુલ અને પંતે છઠ્ઠી વિકેટ માટે 204 રનની ભાગીદારી કરી હતી.
ભારતની બીજી ઈનિંગ
બીજી ઈનિંગમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. માત્ર 20 બોલમાં ભારતે શિખર ધવન (1), પૂજારા (0) અને કેપ્ટન કોહલી (0)ની વિકેટ ગુમાવી દીધી હતી.
જેમ્સ એન્ડરસને (બે વિકેટ) ધવન અને પૂજારાને ત્રીજી ઓવરમાં એલબી આઉટ કર્યા હતા. એન્ડરસને આ સાથે ગ્લેન મૈકગ્રાના 563 વિકેટની બરોબરી પણ કરી લીધી હતી. ત્યારબાદ કોહલીને સ્ટુઅર્ટ બ્રોડે આઉટ કર્યો હતો. રહાણેને મોઈન અલીએ આઉટ કર્યો હતો. પ્રથમ ઈનિંગમાં અડધી સદી ફટકારનાર હનુમા વિહારી પણ ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયો હતો.
કુક અને રૂટની સદીની મદદથી ઈંગ્લેન્ડે ભારતને આપ્યો 464નો ટાર્ગેટ
બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડે 8 વિકેટ પર 423 રન બનાવીને ઈનિંગ ડિકલેર કરી અને ભારતને જીતવા માટે 464 રનનો લક્ષ્ય આપ્યો હતો. ઈંગ્લેન્ડ તરપથી સૌથી વધુ રન પોતાની અંતિમ ઈનિંગ રમી રહેલા એલિસ્ટેયર કુકે બનાવ્યા હતા. કુકે પોતાના ટેસ્ટ કેરિયરની 33મી સદી ફટકારતા 147 રન ફટકાર્યા હતા. આ સિવાય કેપ્ટન જો રૂટે 125 રન બનાવ્યા તો બેન સ્ટોક્સે આક્રમક બેટિંગ કરતા 37 રન બનાવ્યા હતા.
ભારત તરફથી પર્દાપણ કરનાર હનુમા વિહારી અને લાંબા સમય બાદ ટેસ્ટમાં વાપસી કરનાર રવીન્દ્ર જાડેજાએ 3-3 વિકેટ ઝડપી હતી. તો મોહમ્મદ શમીને 2 સફળતા મળી હતી.
કુકે સદી ફટકારીને વિદાય ટેસ્ટને બનાવી યાદગાર
એલિસ્ટેયર કુક પોતાના પ્રથમ અને અંતિમ ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર પાંચમો બેટ્સમેન છે. 147 રન બનાવીને આઉટ થનારા કુકની આ 33મી ટેસ્ટ સદી હતી.
કુક પહેલા ઓસ્ટ્રેલિયાના રેગી ડફ, બિલ પોન્સફોર્ડ અને ગ્રેગ ચેપલ તથા ભારતના મોહમ્મદ અજહરૂદ્દીને પોતાના પ્રથમ અને અંતિમ ટેસ્ટ મેચમાં સદી ફટકારવાની વિશિષ્ટ સિદ્ધિ મેળવી હતી. કુકે જ્યારે 76 રન બનાવ્યા તો તેણે કુમાર સાંગાકારાને પાછળ છોડ્યો હતો.
તે હવે સર્વાધિક ટેસ્ટ રન બનાવનાર ડાબોડી બેટ્સમેન બની ગયો છે. ઓવરઓલ તેનાથી વધુ રન બનાવવામાં સચિન તેંડુલકર, રિકી પોન્ટિંગ, જેક કાલિસ અને રાહુલ દ્રવિડના નામ પર નોંધાયેલ છે. ઈનિંગની 70મી ઓવરમાં કુકે જસપ્રીત બુમરાહના ઓવરથ્રોથી પોતાની 33મી સદી પૂરી કરી હતી.
કુકે સ્ટીવ વો (32 સદી)ને પાછળ છોડ્યા. કુકની સદીનો દર્શકોએ પણ ઉભા થઈને જશ્ન મનાવ્યો અને આ બેટ્સમેને પણ તેનું અભિવાનદ સ્વીકાર કર્યું હતું.
બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ
બીજી ઈનિંગમાં બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડને પ્રથમ ઝટકો કેટન જેનિંગ્સ (10)ના રૂપમાં 27ના સ્કોરે લાગ્યો હતો. તેને શમીએ બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ કુકે મોઇન અલી (20)ની સાથે બીજી વિકેટ માટે 35 રન જોડ્યા હતા. અલી ટીમના 62ના સ્કોર પર જાડેજાની બોલિંગમાં બોલ્ડ થયો હતો.
રૂટને વિહારીએ 125ના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. વિહારીએ પોતાની અંતિમ ઈનિંગ રમી રહેલા કુક (147)ને પણ આઉટ કર્યો હતો. ત્યારબાદ ભારતના બોલરોની શાનદાર બોલિંગ કરી જોની બેયરસ્ટો (18) તથા જોસ બટલર (0)ને આઉટ કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે