World Cup 2019: વિશ્વકપમાં ભારતની વિજય યાત્રા અટકી, ઈંગ્લેન્ડે હરાવ્યું

બર્મિંઘમના એઝબેસ્ટનના મેદાનમાં વિશ્વકપના મહત્વના મુકાબલામાં આજે ભારત અને યજમાન ઈંગ્લેન્ડ આમને-સામને છે. 

 World Cup 2019: વિશ્વકપમાં ભારતની વિજય યાત્રા અટકી, ઈંગ્લેન્ડે હરાવ્યું

બર્મિંઘમઃ  આઈસીસી વિશ્વકપ-2019ની 38મી મેચમાં યજમાન ઈંગ્લેન્ડે ટૂર્નામેન્ટમાં અજેય ભારતને 31 રને પરાજય આપીને સેમિફાઇનલની આશા જીવંત રાખી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા જોની બેયરસ્ટોની સદી અને બેન સ્ટોક્સ તથા જેસન રોયની અડધી સદીની મદદથી 50 ઓવરમાં 7 વિકેટે 337 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 50 ઓવરમાં 5 વિકેટ 306 ગુમાવી રન બનાવી શકી હતી. 1992 બાદ વિશ્વકપમાં ઈંગ્લેન્ડ સામે ભારતની પ્રથમ હાર છે. ભારતનો આ ટૂર્નામેન્ટમાં પ્રથમ પરાજય છે. 

આ જીત સાથે ઈંગ્લેન્ડના 8 મેચોમાં 5 જીત સાથે 10 પોઈન્ટ થઈ ગયા છે. આ સાથે ભારતીય ટીમનો સાત મેચોમાં આ પ્રથમ પરાજય છે. ભારત ટૂર્નામેન્ટમાં 5 વિજય સાથે કુલ 11 પોઈન્ટ મેળવી પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. 

ભારત 306/5 (50 ઓવર)

ભારત 267/5 (45 ઓવર)
ધોની 16 અને કેદાર 0 રન બનાવી બેટિંગ કરી રહ્યાં છે. હાર્દિક પંડ્યા 45 રન બનાવી પ્લંકેટનો શિકાર બન્યો હતો. તેણે 33 બોલમાં ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. 

ભારત 234/4 (40 ઓવર)
હાર્દિક પંડ્યા 29 અને ધોની 0 રન બનાવી ક્રીઝ પર. ભારતને અંતિમ 10 ઓવરમાં 104 રનની જરૂર. 

ભારત 226/4 (39.1 ઓવર)
રિષભ પંત 32 રન બનાવી આઉટ. પ્લંકેટને મળી બીજી સફળતા. ભારતે ગુમાવી ચોથી વિકેટ

ભારત 198/3 (36.1 ઓવર)
રોહિત શર્મા 102 રન બનાવી આઉટ. રોહિતે 109 બોલમાં 15 ચોગ્ગા ફટકાર્યા. વિશ્વકપમાં રોહિત શર્માની ત્રીજી સદી. 

ભારત 198/3 (36.1 ઓવર)
રોહિત શર્મા 102 રન બનાવી આઉટ. રોહિતે 109 બોલમાં 15 ચોગ્ગા ફટકાર્યા. વિશ્વકપમાં રોહિત શર્માની ત્રીજી સદી. 

ભારત 187/2 (35 ઓવર)
રોહિત શર્મા 101 અને રિષભ પંત 17 રન બનાવી ક્રીઝ પર. રોહિતે આ વિશ્વકપમાં પોતાની ત્રીજી સદી ફટકારી. રોહિતના વનડે કરિયરની 25મી સદી. ભારતને 15 ઓવરમાં 150 રનની જરૂર. 

ભારત 152/2 (30 ઓવર)
રોહિત શર્મા 80 અને રિષભ પંત 8 રન બનાવી ક્રીઝ પર છે. વિરાટ કોહલી 66 રન બનાવી આઉટ થયો છે. 

ભારત 146/2 (28.2 ઓવર)
વિરાટ કોહલી 66 રન બનાવી આઉટ. લિયામ પ્લંકેટે અપાવી સફળતા. કોહલીએ 76 બોલનો સામનો કરતા 7 ચોગ્ગા ફટકાર્યા. 

ભારત 120/1 (25 ઓવર)
રોહિત શર્મા 57 અને કોહલી 63 રન બનાવી બેટિંગ કરી રહ્યાં છે. બંન્ને વચ્ચે સદીની ભાગીદારી થઈ ગઈ છે. કોહલીએ આ વિશ્વકપમાં પોતાની પાંચમી અડધી સદી પૂરી કરી છે. 

ભારત 83/1 (20 ઓવર)
વિરાટ કોહલી 50 અને રોહિત 33 રન બનાવી ક્રીઝ પર. વિરાટે ટૂર્નામેન્ટમાં પાંચમી અડધી સદી ફટકારી. 

ભારત 53/1 (15 ઓવર)
વિરાટ કોહલી 33 અને રોહિત શર્મા 22 રન બનાવી બેટિંગ કરી રહ્યાં છે. 

ભારત 28/1 (10 ઓવર)
કોહલી 17 અને રોહિત 11 રન બનાવી ક્રીઝ પર. પ્રથમ પાવરપ્લે રહ્યો ઈંગ્લેન્ડના નામે. ભારતની ધીમી શરૂઆત. 

ભારત 9/1 (5 ઓવર)
પ્રથમ પાંચ ઓવરમાં ભારતે રાહુલની વિકેટ ગુમાવી છે. હાલ રોહિત શર્મા 9 અને કોહલી 0 રન બનાવી ક્રીઝ પર છે. ક્રિસ વોક્સે એક સફળતા મેળવી છે. 

ભારત 8/1 (2.3 ઓવર)
ભારતે ગુમાવી પ્રથમ વિકેટ. રાહુલ 0 રન બનાવી આઉટ. ક્રિસ વોક્સને મળી સફળતા. 

ઈંગ્લેન્ડ 337/7 (50 ઓવર)
લિયામ પ્લંકેટ 1 અને જોફ્રા આર્ચર શૂન્ય રન બનાવી અણનમ. ઈંગ્લેન્ડે 50 ઓવરમાં ફટકાર્યા 337 રન.

ઈંગ્લેન્ડ 277/3 (44.1 ઓવર)
જો રૂટ 44 રન બનાવી આઉટ. મોહમ્મદ શમીને મળી ત્રીજી સફળતા. ઈંગ્લેન્ડે ચોથી વિકેટ ગુમાવી છે. 

ઈંગ્લેન્ડ 245/3 (40 ઓવર)
જો રૂટ 33 અને બેન સ્ટોક્સ 27 રન બનાવી બેટિંગ કરી રહ્યાં છે. ઈંગ્લેન્ડે 40 ઓવરમાં 245 રન બનાવી લીધા છે. ભારતે રનની ગતી પર થોડી બ્રેક લગાવી છે. 

ઈંગ્લેન્ડ 207/3 (33.4 ઓવર)
ઇયોન મોર્ગન 1 રન બનાવી આઉટ. શમીને મળી બીજી સફળતા. ભારતની મેચમાં વાપસી. 

ઈંગ્લેન્ડ 205/2 (31.4 ઓવર)
મોહમ્મદ શમીએ ભારતને બીજી સફળતા અપાવી. જોની બેયરસ્ટો 111 રન બનાવી આઉટ. 109 બોલનો સામનો કરતા 10 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા. 

ઈંગ્લેન્ડ 202/1 (30 ઓવર)
જોની બેયરસ્ટો 111 અને જો રૂટ 20 રન બનાવી ક્રીઝ પર છે. ઈંગ્લેન્ડે 30 ઓવરમાં 202 રન બનાવી લીધા છે. 

બેયરસ્ટોની વિશ્વ કપમાં પ્રથમ સદી
ઈંગ્લેન્ડના ઓપનર જોની બેયરસ્ટોએ વિશ્વકપમાં પોતાની પ્રથમ સદી ફટકારી છે. તેણે 90 બોલમાં 8 ચોગ્ગા અને 6 ચોગ્ગા સાથે સદી પૂરી કરી હતી. વનડે ક્રિકેટ કરિયરમાં તેની 8મી સદી છે. 

ઈંગ્લેન્ડ 180/1 (25 ઓવર)
જોની બેયર્સોટ 98 અને જો રૂટ 11 રન બનાવી બેટિંગ કરી રહ્યાં છે. ભારત તરફથી એકમાત્ર વિકેટ કુલદીપ યાદવને મળી છે. 

ઈંગ્લેન્ડ 160/1 (22.1 ઓવર)
કુલદીપ યાદવે ભારતને અપાવી સફળતા. જેસન રોય 66 રન બનાવી આઉટ. રોયે 57 બોલમાં 7 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. રવીન્દ્ર જાડેજાએ લીધો શાનદાર કેચ. 

ઈંગ્લેન્ડ 145/0 (20 ઓવર)
જોની બેયરસ્ટો 78 અને જેસન રોય 62 રન બનાવી રમી રહ્યાં છે. ભારતીય બોલરોને હજુ સુધી એકપણ સફળતા મળી નથી. 

ઈંગ્લેન્ડ 97/0 (15 ઓવર)
જોની બેયરસ્ટો 48 અને જેસન રોય 44 રન બનાવી બેટિંગ કરી રહ્યાં છે. ભારતીય બોલરો બંન્ને ઓપનરો સામે નિઃસહાય જણાઈ રહ્યાં છે. 

ઈંગ્લેન્ડ 47/0 (10 ઓવર)
જોની બેયરસ્ટો 25 અને જેસન રોય 20 રન બનાવી બેટિંગ કરી રહ્યાં છે. પ્રથમ પાવરપ્લેમાં ઈંગ્લેન્ડે વિના વિકેટે 47 રન બનાવી લીધા છે. 

ઈંગ્લેન્ડ 28/0 (5 ઓવર)
ઈંગ્લેન્ડે પાંચ ઓવરમાં રન બનાવી લીધા છે. જોની બેયરસ્ટો 17 અને જેસન રોય 9 રન બનાવી બેટિંગ કરી રહ્યાં છે. ભારત તરફથી જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીએ બોલિંગની કમાન સંભાળી છે.  

સેમિફાઇનલની રેસમાં બની રહેવા માટે ઈંગ્લેન્ડે આજે ફરજીયાત વિજય મેળવવો પડશે. બીજીતરફ જો ભારતીય ટીમ આ મેચમાં વિજય મેળવશે તો તેની સેમિફાઇનલમાં જગ્યા પાક્કી થઈ જશે. આ સાથે જો ભારત જીતે તો ન્યૂઝીલેન્ડની ટીમ પણ સેમિફાઇનલમાં પહોંચી જશે. જો ઈંગ્લેન્ડ આજની મેચ ગુમાવી તો પાકિસ્તાન માટે સેમિફાઇનલની રાહ વધુ આસાન બનશે. 

પ્લેઇંગ XI
ભારતઃ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, રિષભ પંત, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી. 

ઈંગ્લેન્ડઃ જેસન રોય, જોની બેયરસ્ટો, જો રૂટ, ઇયોન મોર્ગન, બેન સ્ટોક્સ, જોસ બટલર, ક્રિસ વોક્સ, લિયામ પ્લંકેટ, આદિલ રાશિદ, જોફ્રા આર્ચર, માર્ક વુડ. 

મેચ દરમિયાન તડકો હશે અને સુકી પિચ પર ટર્ન સામાન્યથી વધુ થશે. તેવામાં બંન્ને ટીમો બે સ્પિનરોની સાથે ઉતરી શકે છે. કેટલાક વાદળા છવાયેલા રહી શકે છે, પરંતુ હાલમાં વરસાદને આશંકા નથી. આ પરિસ્થિતિઓમાં બે કલાઈના સ્પિનરોની સાથે જસપ્રીત બુમરાહનો સામનો કરવા ઈંગ્લેન્ડ માટે મુશ્કેલી પેદા કરી શકે છે. ઈંગ્લેન્ડની ટીમ પરંતુ તે વાતથી રાહત લઈ શકે છે કે તેણે પોતાની ધરતી પર છેલ્લી વનડે સિરીઝમાં ભારતને 2-1થી હરાવ્યું હતું, પરંતુ બુમરાહ તે સમયે ઈજાગ્રસ્ત હતો. 

ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ કહ્યું કે, ભારતીય ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ વધુ રણનીતિ બનાવવામાં લાગી નથી. બે મેચોમાં આઠ વિકેટ ઝડપનાર શમીએ કહ્યું, વિરોધી ટીમ વિશે વિચારવાની જગ્યાએ સારૂ છે કે અમે અમારા પ્રદર્શન પર ધ્યાન આપીએ. જો અમે સારૂ કરીએ તો અમારે વિરોધી ટીમ વિશે વિચારવાની જરૂર નથી. 

ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડરે વધારી મુશ્કેલી 
ભારતીય ટીમ વિશે સૌથી સારી વાત છે કે તેણે અત્યાર સુધી પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું નથી, પરંતુ તે સરળતાથી જીત હાસિલ કરી રહી છે. મિડલ ઓર્ડર બેટિંગ હજુ પણ ચિંતાનો વિષય છે અને ચોથા નંબર પર વિજય શંકરનું પ્રદર્શન ચોક્કસપણે તેને નબળી કડી બનાવે છે. ટીમ મેનેજમેન્ટે અત્યાર સુધી રિષભ પંતને મેદાનમાં ઉતારવાના સંકેત આપ્યા નથી. પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું હતું, તેણે શંકર જેવા યુવા ખેલાડી પર વિશ્વાસ દેખાડ્યો છે. ટીમ મેનેજમેન્ટને લાગે છે કે તે ટીમની યોજનાઓ માટે મહત્વપૂર્ણ છે, તેથી તેમાં કોઈ ખરાબ નથી. ટીમ સારી રીતે જીતી રહી છે તેથી તેણે આ વિનિંગ કોમ્બિનેશનને બનાવી રાખવી જોઈએ. 

વિશ્વકપમાં ભારત-ઈંગ્લેન્ડનો રેકોર્ડ

ભારત-3, ઈંગ્લેન્ડ-3, ટાઈ- 1

1975- ઈંગ્લેન્ડનો 202 રને વિજય
1983- ભારતનો 6 વિકેટે વિજય
1987- ઈંગ્લેન્ડનો 35 રને વિજય
1992- ઈંગ્લેન્ડનો 9 રને વિજય
1999- ભારતનો 63 રને વિજય
2003- ભારતનો 82 રને વિજય
2011- મેચ ટાઈ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news