વિરાટ સાથે સેલ્ફી લેવા પ્રશંસક ઘુસી આવ્યો મેદાનમાં, કોહલીએ કર્યો બચાવ

એક પ્રશંસક સુરક્ષા ચક્ર તોડીને ચાલુ મેચમાં મેદાનમાં ઘુસી આવ્યો, સિક્યોરિટી ગાર્ડે આવીને બહાર કાઢ્યો 

વિરાટ સાથે સેલ્ફી લેવા પ્રશંસક ઘુસી આવ્યો મેદાનમાં, કોહલીએ કર્યો બચાવ

હૈદરાબાદઃ સુરક્ષા ચક્ર તોડીને વિરાટ કોહલીની નજીક આવવું અને તેની સાથે સેલ્ફી લેવી ક્રિકેટ પ્રેમીઓમાં એક નવું ચલણ બની ગયું છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં પ્રથમ દિવસે શુક્રવારે અહીં એક દર્શક સુરક્ષા કર્મચારીઓને ચકમો આપીને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પાસે પહોંચી ગયો હતો. 

મોર્નિંગ સેશન દરમિયાન એક કલાકની રમત પુરી થઈ હતી ત્યાં કે, પ્રશંસક બેરિકેડ કૂદીને વિરાટ કોહલી તરફ દોડતો આવી પહોંચ્યો હતો. તેણે વિરાટને ગળે લગાવી લીધો અને તેને ચુંબન કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે વિરાટ તેનાથી બચતો રહ્યો હતો. ત્યાર બાદ તેણે વિરાટ સાથે સેલ્ફી લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. 

A post shared by virat.kohli18♥️🔥 (@virat_kohli_18_club) on

આ ઘટના બાદ મેદાન પર હાજર સુરક્ષા કર્મચારીઓ પણ પ્રશંસકની પાછળ દોડતા આવી ગયા હતા. તેઓ આ ક્રિકેટ પ્રેમીને પકડીને મેદાનની બહાર લઈ ગયા હતા. મેદાનમાં હાજર કેટલાક લોકોએ આ ઘટનાને પોતાના મોબાઈલમાં શૂટ કરી લીધી હતી અને પછી સોશિયાલ મીડિયા પર શેર કરી દીધી હતી. 

રાજકોટ ખાતેની પ્રથમ ટેસ્ટમાં પણ આવી જ ઘટના ઘટી હતી. બે દર્શકો મેદાનમાં ઘુસી આવ્યા હતા અને તેમણે કોહલી સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો. 

બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. જોકે, તેનો આ દાવ સફળ રહ્યો ન હતો. ટીમે મેચ પુરી થતાં સુધીમાં 295 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી છે. જો રોસ્ટન ચેઝ અને જેસન હોલ્ડર વચ્ચે મહત્ત્વપૂર્ણ ભાગીદારી ન બની હોત તો ટીમ આટલો સ્કોર પણ બનાવી શકી ન હોત. રોસ્ટન ચેઝ 98 રને રમતમાં છે. 

A post shared by 🔥V I R A T K O H L I 🇮🇳 (@viratkohliplanet) on

ભારત માટે પણ મેચની શરૂઆત સારી રહી નહીં. કેમ કે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરનારો શાર્દુલ ઠાકુર માત્ર 10 બોલ નાખીને ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. માંસપેશીઓ ખેંચાઈ જવાને કારણે તેને મેદાન છોડીને બહાર જવું પડ્યું હતું. તેની ગેરહાજરીમાં ભારતનું બોલિંગ આક્રમણ થોડું નબળું પડી ગયું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news