PF એકાઉન્ટ સાથે ફ્રીમાં મળે છે આ 7 ફાયદા ! જાણવાથી થશે ફાયદો

જો તમે નોકરી કરતા હો તો પ્રોવિડન્ટ ફંડ (PF) એકાઉન્ટ વિશે જાણકારી રાખવી જરૂરી છે 

PF એકાઉન્ટ સાથે ફ્રીમાં મળે છે આ 7 ફાયદા ! જાણવાથી થશે ફાયદો

નવી દિલ્હી : જો તમે નોકરી કરતા હો તો પીએફ એકાઉન્ટ વિશે ખાસ જાણકારી રાખવી જરૂરી છે. આ બચત તમારી નિવૃત્તિ પછી મળનારી રકમ છે. ઇપીએફઓ તરફથી 2017-18 માટે વ્યાજદર ઘટાડીને 8.55 ટકા કરી દેવામાં આવ્યો છે પણ આમ છતાં એ બચતનો બહેતર વિકલ્પ સાબિત થયો છે. કેટલાક લોકો પીએફની રકમ ઘટાડીને ટેક  હોમ સેલરી વધારવાની ડિમાન્ડ કરી રહ્યા છે પણ સંજોગોમાં પીએફ એકાઉન્ટની જાણકારી હોવી જરૂરી છે.

1. પીએફ ધારકોને નિષ્ક્રિય ખાતાઓ પર પણ વ્યાજ મળે છે. જો તમારું પીએફ એકાઉન્ટ 3 વર્ષથી વધારે સમય માટે નિષ્ક્રિય હોય તો પણ તમને વ્યાજ મળતું રહે છે. હાલના નિયમો પ્રમાણે પાંચ વર્ષથી વધારે સમય ખાતું નિષ્ક્રિય રહે તો પૈસા નીકાળવા બદલ ટેક્સ આપવો પડે છે. 
2. પીએફ ખાતું ખુલતા જ બાય ડિફોલ્ટ વીમાની સુવિધા મળે છે. Employees Deposit Linked Insurance (EDLI) યોજના અંતર્ગત પીએફ ખાતા પર 6 લાખ રૂ. સુધી ઇન્શ્યોરન્સ મળે છે.
3. આધાર સાથે લિન્ક યુએએન નંબર મારફતે તમે તમામ પીએફ ખાતાઓને લિંક કરી શકો છો અને હવે પીએફના પૈસાનું ટ્રાન્સફર વધારે સહેલું થઈ ગયું છે. 
4. નવી નોકરી જોઇન કર્યા પછી હવે ઇપીએફના પૈસા ક્લેમ કરવા માટે અલગથી ફોર્મ-13 ભરવાની જરૂર નથી. હવે ઓટો ટ્રાન્સફરની સુવિધા પણ છે.
5. હવે તમે જરૂરિયાત પ્રમાણે પીએફની રકમમાંથી 90 ટકા જેટલી રકમ કાઢી શકો છો. 

6. સરકાર પાસે અત્યારે પીએફના  43,000 કરોડ રૂ. જેટલા અનક્લેમ્ડ પૈસા છે.  પહેલાં કેન્દ્ર સરકાર આ રકમનો ઉપયોગ સરકારી કલ્યાણકારી યોજનામાં કરવાની હતી. જોકે ભારે વિરોધ પછી સરકાર તેના હકદારોને આ રકમ પરત કરી દેશે પણ એના માટે યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવું પડશે. 
7. ઇપીએફ એક્ટ અંતર્ગત કર્મચારીની બેસિક સેલરી પ્લસ ડીએનો 12 ટકા કન્ટ્રીબ્યુટ કરે છે. કંપનીના 12 ટકા કન્ટ્રીબ્યુશનમાંથી 3.67 ટકા કર્મચારીના પીએફ એકાઉન્ટમાં જાય છે અને બાકીના 8.33 ટકા કર્મચારી પેન્શન સ્કીમમાં જાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news