FIFA World Cup 2022: રંગારંગ કાર્યક્રમની સાથે થયો ફીફા વર્લ્ડ કપ 2022નો પ્રારંભ, સામે આવી ટ્રોફીની પ્રથમ તસવીર

FIFA World Cup 2022: વિશ્વના કરોડો ફેન્સ જેની રાહ જોઈ રહ્યાં હતા તે ફુટબોલ વિશ્વકપનો પ્રારંભ થઈ ગયો છે. સૌ પહેલા શાનદાર ઓપનિંગ સેરેમની શરૂ થઈ હતી. આ દરમિયાન અનેક લોકોએ પરફોર્મ કર્યું હતું. 
 

FIFA World Cup 2022: રંગારંગ કાર્યક્રમની સાથે થયો ફીફા વર્લ્ડ કપ 2022નો પ્રારંભ, સામે આવી ટ્રોફીની પ્રથમ તસવીર

કતારઃ FIFA World Cup 2022, Jeon Jungkook: ફીફા વર્લ્ડકપ 2022નો  પ્રારંભ થઈ ગયો છે. હાલમાં અલ બાયત સ્ટેડિયમમાં રંગારંગ ઓપનિંગ સેરેમની સંપન્ન થઈ છે. આ પહેલા સ્ટેડિયમમાં હાજર આશરે 60 હજાર ફેન્સને વર્લ્ડ કપ ટ્રોફીની ઝલક જોવા મળી હતી. ત્યારબાદ ઓપનિંગ સેરેમની શરૂ થઈ હતી. અલ બાયત સ્ટેડિયમમાં હાજર હજારો ફેન્સની વચ્ચે આ કાર્યક્રમ શરૂ થયો હતો. સ્ટેડિયમમાં હાજર ફેન્સનો જોશ જોવા લાયક હતો. બીટીએસ કેપોપ (BTS' K-pop) સુપરસ્ટાર જિયોન જુંગકુકે પોતાના પરફોર્મંસથી લોકોનું મનોરંજન કર્યું હતું. 

જુંગ કૂકનો જલવો જોવા મળ્યો
તો બીટીએસ સિંગગ જુંગ કૂકે પોતાના નવા ટ્રેક ડ્રીમર્સની સાથે ઉદ્ઘાટન સમારોહમાં ધૂમ મચાવી દીધી હતી. જ્યારે હોલીવુડ સ્ટાર મોર્ગન ફ્રીમૈને આ સમારોહમાં આશા, એકતા અને સહિષ્ણુતાનો સંદેશ આપ્યો હતો. આ સિવાય અલ બાયત સ્ટેડિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ જોવા મળ્યો હતો. આ સમારોહ પહેલા ફ્રાન્ચના દિગ્ગજ માર્સેલ ડેસૈલીએ ફીફા વર્લ્ડ કપ 2022ની ટ્રોફી વિશ્વ સમક્ષ રજૂ કરી હતી. 

— FIFA World Cup (@FIFAWorldCup) November 20, 2022

દારૂના વેચાણ પર પ્રતિબંધ
ફીફા વિશ્વકપ 2022 માટે કતારે કેટલાક કડક નિયમ બનાવ્યા છે. આ કડીમાં વિશ્વકપ સ્ટેડિયમોમાં બીયરના વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ફીફા અધ્યક્ષ જી. ઇનફૈન્ટિનોએ તેને લઈને કહ્યું કે આયોજકોએ અંતિમ સમય સુધી તે જોવાનો પ્રયાસ કર્યો કે શું દર્શકો માટે સ્ટેડિયમમાં બીયરના વેચાણને મંજૂરી આપી શકાય કે નહીં. 

— Laurie Whitwell (@lauriewhitwell) November 20, 2022

— FIFA World Cup (@FIFAWorldCup) November 20, 2022

ફીફા વિશ્વકપ 202ની પ્રથમ મેચ યજમાન કતાર અને ઇક્વાડોર વચ્ચે રમાશે. આ ટૂર્નામેન્ટમાં કુલ 32 ટીમો ભાગ લઈ રહી છે, જેની વચ્ચે કુલ 64 મેચ રમાશે. લીગ રાઉન્ડ બાદ નોકઆઉટ સ્ટેજમાં 16 ટીમોને જગ્યા મળશે. તો ટૂર્નામેન્ટની ફાઇનલ 18 ડિસેમ્બરે રમાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news