ભારત-ઓસ્ટ્રેલિયા સહિત આ 5 ટીમોમાં WTC ફાઇનલની ટક્કર, નવા સમીકરણ જાણી ચોકી જશો

WTC Final 2025: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ટેબલમાં ભારત પ્રથમ અને ઓસ્ટ્રેલિયા બીજા સ્થાન પર છે. ફાઈનલ માટે અત્યારે 5 ટીમો વચ્ચે ટક્કર છે.
 

 ભારત-ઓસ્ટ્રેલિયા સહિત આ 5 ટીમોમાં WTC ફાઇનલની ટક્કર, નવા સમીકરણ જાણી ચોકી જશો

WTC 2025 Final Qualification Scenario: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025નું પોઈન્ટ ટેબલ થોડા દિવસો પહેલા સુધી એકતરફી જણાતું હતું. ભારતે અન્ય ટીમો પર સારી સરસાઈ મેળવી હતી, પરંતુ ન્યૂઝીલેન્ડ સામેની બે મેચમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ ફાઈનલના તમામ સમીકરણો બદલાઈ ગયા છે. હવે ફાઈનલ માટે બે-ત્રણ નહીં પરંતુ પાંચ ટીમ વચ્ચે સીધી સ્પર્ધા છે. અહીં જાણો દરેક ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટેબલમાં મહત્તમ કેટલા પોઈન્ટ હાંસલ કરી શકે છે.

કઈ છે પાંચ ટીમ?
- -વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ટેબલમાં ભારત અત્યારે ટોપ પર છે, જેની પોઈન્ટ ટકાવારી 62.82 છે. વર્તમાન ટેસ્ટ ચેમ્પિયનશિપના શેડ્યૂલમાં ટીમ ઈન્ડિયાએ હજુ 6 વધુ મેચ રમવાની છે. જો ભારતીય ટીમે ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરવું હોય તો તેને 6 મેચમાં ઓછામાં ઓછી ચાર જીત નોંધાવવી પડશે. હવે બાકીની મેચો બાદ ભારતના મહત્તમ પોઈન્ટની ટકાવારી 74.56 થઈ શકે છે.

- ઓસ્ટ્રેલિયા હાલમાં 62.50ની પોઈન્ટ ટકાવારી સાથે બીજા સ્થાને છે. જો કાંગારૂ ટીમ તમામ મેચો જીતી જાય તો તે ટોચ પર રહેશે કારણ કે તેની મહત્તમ પોઈન્ટ ટકાવારી 76.32 સુધી જઈ શકે છે. હાલમાં ઓસ્ટ્રેલિયાએ ઘરઆંગણે ભારત સામે પાંચ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમવાની છે. આ સિવાય તેની શ્રીલંકા સામે 2 ટેસ્ટ મેચ પણ છે.

- શ્રીલંકાએ તાજેતરમાં ન્યુઝીલેન્ડને બે ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-0થી હરાવ્યું હતું. વાસ્તવમાં એ સિરીઝ બાદ શ્રીલંકાની ફાઇનલમાં જવાની આશાઓ વધી ગઈ છે. શ્રીલંકા હાલમાં 55.56 પોઇન્ટની ટકાવારી સાથે ત્રીજા સ્થાને છે અને તે મહત્તમ 69.23 સુધી જઈ શકે છે. શ્રીલંકાએ હજુ સાઉથ આફ્રિકા સામે બે અને ઓસ્ટ્રેલિયા સામે બે મેચ રમવાની છે.

- ન્યૂઝીલેન્ડ પણ થોડા દિવસો પહેલા સુધી ટેબલમાં સૌથી નીચેના સ્થાને હાજર હતું, પરંતુ ભારત સામે બે મેચ જીત્યા બાદ કિવી ટીમ બીજી ફાઈનલ રમવા માટે આશાવાદી છે. WTC ઇતિહાસમાં પ્રથમ વિજેતા ટીમ ન્યુઝીલેન્ડની મહત્તમ પોઈન્ટ ટકાવારી 64.29 સુધી જઈ શકે છે.

- સાઉથ આફ્રિકા માટે ફાઈનલનો રસ્તો ઘણો મુશ્કેલ દેખાઈ રહ્યો છે કારણ કે ટાઈટલ ક્લેશમાં જવા માટે તેણે તેની બાકીની તમામ મેચ જીતવી પડશે પરંતુ તે પછી પણ તેને અન્ય ટીમો પર નિર્ભર રહેવું પડી શકે છે. આફ્રિકાએ હજુ બાંગ્લાદેશ સામે એક અને પાકિસ્તાન અને શ્રીલંકા સામે બે-બે ટેસ્ટ મેચ રમવાની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news