પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે ટ્વીટ કરી BCCI પાસે માંગ્યા IPLના બાકી પૈસા, કહ્યું- 10 વર્ષ થઈ ગયાં

છેલ્લા કેટલાક દિવસથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વિવાદોમાં છે. પહેલા મહિલા ટીમ સાથે ભેદભાવનો આરોપ લાગ્યો બાદમાં સમાચાર આવ્યા કે 2020માં રમાયેલ ટી20 વિશ્વકપમાં મળેલી ઈનામી રાશિ બીસીસીઆઈએ હજુ ખેલાડીઓને આપી નથી. હવે ફરી બીસીસીઆઈ નવા વિવાદમાં આવી ગયું છે. 
 

પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે ટ્વીટ કરી BCCI પાસે માંગ્યા IPLના બાકી પૈસા, કહ્યું- 10 વર્ષ થઈ ગયાં

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની વિશ્વની સૌથી મોટી ટી20 ટૂર્નામેન્ટ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ને લઈને હંમેશા વાતો થતી રહે છે. પહેલા કોરોના કાળમાં લીગનું આયોજન કરવા પર ચર્ચા થઈ અને પછી લીગ સ્થગિત થયા બાદ ચર્ચામાં આવી હતી. હવે ટૂર્નામેન્ટ એક અલગ કારણે ચર્ચામાં છે. કારણ છે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર બ્રેડ હોજનું ટ્વીટ.

વર્ષ 2011માં બીસીસીઆઈએ આઈપીએલમાં 8થી વધારી 10 ટીમોની ટૂર્નામેન્ટ કરી હતી. તેમાં કોચ્ચિ તસ્કર્ષ અને પુણો વોરિયરને સામેલ કરવામાં આવી હતી. માત્ર એક વર્ષ બાદ કોચ્ચિનો કરાર બીસીસીઆઈએ ખતમ કરી દીધો. કારણ હતું ટીમ દ્વારા ગેરંટી રકમની ચુકવણી ન કરવી. ટીમમાં વિવાદને કારણે બોર્ડને પૈસા ન મળ્યા અને તેનો કરાર ખતમ થઈ ગયો હતો. 

— Brad Hodge (@bradhodge007) May 24, 2021

એવા ઘણા ખેલાડી છે જે આ ટીમ તરફથી રમ્યા હતા પરંતુ હવે તે પોતાના પૈસાની રાહ જોઈ રહ્યાં છે. તેમાં ઓસ્ટ્રેલિયાનો પૂર્વ ક્રિકેટર બ્રેડ હોજ પણ સામેલ છે, જેણે સોમવારે ટ્વીટ કરી બીસીસીઆઈ પાસે મદદ માંગી છે. તેણે લખ્યુ કે, ખેલાડી હજુ સુધી 35 ટકા રૂપિયા જે આઈપીએલમાં 10 વર્ષ પહેલા કોચ્ચિ તસ્કર્ષ તરફથી રમતા તેને મળવાના હતા તેની રાહ જોઈ રહ્યાં છે. શું તેની કોઈ સંભાવના છે કે કોઈ પણ રીતે આ પૈસા બીસીસીઆઈ આપી શકે છે. 

Corona સામે જંગમાં મદદ માટે આગળ આવ્યું BCCI, દાન કર્યા 2 હજાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર  

46 વર્ષના આ ખેલાડીને 2010માં થયેલી આઈપીએલ હરાજીમાં કોચ્ચિની ટીમે 425 હજાર યૂએસ ડોલરની કિંમતમાં ટીમમાં સામેલ કર્યો હતો. 14 મેચ રમતા કોચ્ચિ માટે હોજે કુલ 285 રન બનાવ્યા જેમાં તેની એવરેજ 35.63ની રહી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news