SURAT: Google ની મદદથી ચોરી કરતો હાઇટેક ચોર ઝડપાયો, પોલીસ પણ ચોંકી ઉઠી
Trending Photos
સુરત : શહેર પોલીસ દ્વારા એક હાઇટેક ચોરને ઝડપી લીધો છે. જે ગુગલ મેપની મદદથી તંબાકુની દુકાન શોધીને ચોરી કરતો હતો. જો કે પોલીસે આરોપીને ઝડપી પાડ્યા બાદ આરોપીએ બે મહિના પહેલા જૂનાગઢ અને પાંડેસરામાં ગુટખાની દુકાનો ગુગલ મેપમાં સર્ચ કરતો હતો. આ પ્રકારે વધારે 9 લાખથી વધારેના સામાનની ચોરી કરી હોવાની પોલીસ સાથે કબુલાત કરી હતી. જો કે વરાછા ખાતે કારખાનામાં નોકરી કરવા દરમિયાન આ કૃત્ય કરતો આચરતો હતો.
સુરતમાં સતત વધી રહેલી ચોરીની ઘટનાઓને ડામવા માટે ક્રાઇમબ્રાંચે બાતમીદારોને કામે લગાડ્યા હતા. જેમાં પોલીસને બાતમી મળી હતી કે, વરાછાના એક કારખાનામાં કામ કરતો ઇસમ ગુગલ મેપનો ઉપયોગ કરીને તંબાકુના ગોડાઉનમાં ચોરી કરતો હતો. જે માટે તેણે ગેંગ પણ બનાવી હતી.
આ ઇસમે બે મહિના પહેલા જૂનાગઢ અને હાલમાં જ સુરતના પાંડેસરામાં 9 લાખ રૂપિયાની ચોરી કરી હતી. આ ગેંગને ઝડપી લેવા માટે પોલીસ પહોંચી હતી. જો કે અન્ય લોકો ઝડપાયા નહોતા પરંતુ ગેંગનો મુખ્ય સુત્રધાર ઝડપાયો હતો. ઝડપાયેલા આરોપીનું નામ નરેશ ઉર્ફે નરીયો લાડુમોર છે. તે મુળ અમરેલીના રાજુલાનો રહેવાસી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે