ધર્મની દિવાર તોડી ઉથપ્પાએ કર્યા હતા ટેનિસ પ્લેયર સાથે લગ્ન, આ લવ સ્ટોરી છે કંઈક અલગ

ભારતીય ક્રિકેટ ટીમના આક્રમક બેટ્સમેન રોબિન ઉથપ્પા (Robin Uthappa)એ વર્ષ 2006માં તેના ઇન્ટરનેશનલ કેરિયરની શાનદાર શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ 2007માં તેમણે બે વર્લ્ડ કપ, ટી-20 વર્લ્ડ કપ અને વન ડે વર્લ્ડ કપ રમવાની તક મળી હતી. જો કે ઉથપ્પા ઘણા સમયથી ટીમથી બહાર છે અને તેના કારણે કહેવું મુશ્કેલ છે કે, તે ફરી ટીમ માટે ક્યારે રમી શકશે.
ધર્મની દિવાર તોડી ઉથપ્પાએ કર્યા હતા ટેનિસ પ્લેયર સાથે લગ્ન, આ લવ સ્ટોરી છે કંઈક અલગ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના આક્રમક બેટ્સમેન રોબિન ઉથપ્પા (Robin Uthappa)એ વર્ષ 2006માં તેના ઇન્ટરનેશનલ કેરિયરની શાનદાર શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ 2007માં તેમણે બે વર્લ્ડ કપ, ટી-20 વર્લ્ડ કપ અને વન ડે વર્લ્ડ કપ રમવાની તક મળી હતી. જો કે ઉથપ્પા ઘણા સમયથી ટીમથી બહાર છે અને તેના કારણે કહેવું મુશ્કેલ છે કે, તે ફરી ટીમ માટે ક્યારે રમી શકશે.

આમ તો આજે અમે રોબિન ઉથપ્પાના કેરિયર વિશે નહીં પરંતુ તેની લવ સ્ટોરી વિશે વાત કરવાના છે. જે ખેરખરમાં ઘણી રસપ્રદ છે. જોકે ભાગ્યે જ જોવા મળે છે કે કોઈ ખેલાડી બીજા ખેલાડી સાથે લગ્ન કરે છે, કારણ કે ઘણીવાર ક્રિકેટર કોઈ મોડેલ અથવા અભિનેત્રી સાથે લગ્ન કરે છે, પરંતુ રોબિને વર્ષ 2016માં ટેનિસ ખેલાડી શીતલ ગૌતમ (Sheethal Goutham) સાથે લગ્ન કર્યા હતા.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

#grateful

A post shared by ROBIN UTHAPPA (@robinaiyudauthappa) on

જ્યાં શીતલ હિન્દુ પરિવારમાંથી આવે છે તો રોબિન ખ્રિસ્તી ધર્મનો છે. બંનેની પ્રથમ મુલાકાત વર્ષ 2009માં એક કોમન મિત્ર દ્વારા થઈ હતી અને પહેલી જ વારમાં બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. ધીરે ધીરે મળવાનું વધવા લાગ્યું અને બંને વચ્ચે અફેર શરૂ થઈ ગયો. જોકે, રોબિન અને શીતલ બંનેએ લાંબા સમય સુધી પોતાના સંબંધોને છુપાવ્યા હતા.

A post shared by ROBIN UTHAPPA (@robinaiyudauthappa) on

ત્યારબાદ વર્ષ 2014માં રોબિને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શીતલના જન્મદિવસની કેટલીક તસવીરો શેર કરી હતી. ત્યારબાદ દુનિયાને બંનેના અફેર વિશે ખબર પડી. તે પછી શું જે હંમેશા થાય છે, તે તેની લવ સ્ટોરીમાં પણ થયું. બંનેના લગ્નજીવનમાં ધર્મની દિવાલ આવી ગઈ. ખરેખર, રોબિન અને શીતલનો પરિવાર આ સંબંધની વિરુદ્ધ હતો, પરંતુ પ્રેમની સામે પરિવારની વાત કોણ સાંભળે છે, રોબિન તો શીતલને પ્રપોઝ કરી ચુક્યો હતો.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

A day well spent with family!!

A post shared by ROBIN UTHAPPA (@robinaiyudauthappa) on

આખરે ખૂબ સમજાવટ પછી બંનેના પરિવારજનોએ આ લગ્ન માટે મંજૂરી આપી હતી. ત્યારબાદ બંનેએ વર્ષ 2016માં લગ્ન કર્યાં હતાં. જુદા જુદા ધર્મોમાંથી આવતા હોવાને કારણે તેમના લગ્ન બે વાર થયા હતા. રોબિન ઉથપ્પા અને શીતલે 3 માર્ચ 2016ના રોજ ખ્રિસ્તી ધર્મ સાથે લગ્ન કર્યા અને બાદમાં 11 માર્ચે હિન્દુ રિવાજો સાથે ફરીથી લગ્ન કર્યા. આજે રોબિન અને શીતલ એક પુત્રના માતાપિતા બન્યા છે. રોબિન ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાના દીકરા સાથે ફોટા શેર કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news