નિવૃતી લીધા બાદ કોહલીએ રાયડૂને ગણાવ્યો 'ટોપ મેન', લોકો બોલ્યા- કેટલા નાટક કરો છો ભાઈ

રાયડૂના નિવૃતીના નિર્ણયને ફેન્સ અને ઘણા દિગ્ગજોએ ચોંકવનારો ગણાવ્યો હતો. વિરાટ કોહલીએ રાયડૂને લઈને ટ્વીટ કરતા લખ્યું- 'તમને ભવિષ્ય માટે શુભકામનાઓ અંબાતી. તમે ટોસ મેન છો.'

Updated By: Jul 4, 2019, 02:45 PM IST
નિવૃતી લીધા બાદ કોહલીએ રાયડૂને ગણાવ્યો 'ટોપ મેન', લોકો બોલ્યા- કેટલા નાટક કરો છો ભાઈ

નવી દિલ્હીઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ મિડલ ઓર્ડર બેટ્સમેન અંબાતી રાયડૂના સંન્યાસ લેવાના નિર્ણય પર પોતાની પ્રતિક્રિયા આપી છે. વિરાટ કોહલીએ ટ્વીટરના માધ્યમથી રાયડૂને નિવૃતી લેવા પર તેને શુભકામના આપી અને તેને 'ટોપ મેન' ગણાવ્યો છે. કોહલીએ રાયડૂની નિવૃતીની થોડી કલાકો બાદ પ્રતિક્રિયા આપી હતી. હકીકતમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેન અંબાતી રાયડૂએ બુધવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતીની જાહેરાત કરી અને માનવામાં આવી રહ્યું છે કે, તેણે વિશ્વકપની ટીમમાં સ્થાન ન મળવાને લઈને નાખુશ થઈને આ પગલું ભર્યું છે. 

રાયડૂના નિવૃતીના નિર્ણયને ફેન્સ અને ઘણા દિગ્ગજોએ ચોંકવનારો ગણાવ્યો હતો. વિરાટ કોહલીએ રાયડૂને લઈને ટ્વીટ કરતા લખ્યું- 'તમને ભવિષ્ય માટે શુભકામનાઓ અંબાતી. તમે ટોસ મેન છો.' વિરાટ કોહલીના આ ટ્વીટ બાદ લોકોએ વિરાટ કોહલીને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું અને રાયડૂને વિશ્વકપની ટીમમાં સામેલ ન કરવાને લઈને સવાલ ઉઠાવ્યા હતા. 

મહત્વનું છે કે, ટીમ ઈન્ડિયા માટે 55 વનડે મેચ રમી ચુકેલા રાયડૂએ બુધવારે બીસીસીઆઈને પત્ર લખીને ક્રિકેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી હતી. આ સાથે રાયડૂએ લેટરમાં વિરાટ કોહલીનો પણ આભાર માન્યો હતો. તેણે લેટરમાં લખ્યું હતું- હું તે કેપ્ટનોનો પણ આભાર માનું છું જેની અન્ડરમાં હું રમ્યો છું. તેમાં એમએસ ધોની, રોહિત શર્મા અને ખાસ કરીને વિરાટનું નામ, જેણે ભારતીય ટીમમાં રહેતા મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો. અલગ-અલગ સ્તરો પર લગભગ 25 વર્ષ સુધી રમવું મારા માટે સુખદ અનુભવ રહ્યો છે. 

આ પહેલા રાયડૂ વિશ્વકપની ટીમમાં સ્થાન ન મળવાને કારણે નિરાશ હતા અને માનવામાં આવી રહ્યું છે કે, આ કારણે તેણે નિર્ણય લીધો છે. વિશ્વકપની ટીમમાં શંકરની પસંદગી થયા બાદ રાયડૂએ 3d ચશ્માને લઈને એક કટાક્ષભર્યું ટ્વીટ પણ કર્યું હતું.