જાણો શું છે રથયાત્રામાં 'મગ' અને 'જાંબુ'નો પ્રસાદ આપવા પાછળનું કારણ?

અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે, આ રથયાત્રામાં જોડાયેલા ભક્તોને સમગ્ર માર્ગ દરમિયાન વિશેષ પ્રસાદ પીરસવામાં આવતો હોય છે અને આ પ્રસાદ લેવા માટે લોકો પડાપડી કરતા હોય છે 

જાણો શું છે રથયાત્રામાં 'મગ' અને 'જાંબુ'નો પ્રસાદ આપવા પાછળનું કારણ?

અમદાવાદઃ અષાઢી બીજ નિમત્તે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે અને અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં રથયાત્રા નીકળી છે. આ રથયાત્રામાં જોડાયેલા ભક્તોને સમગ્ર માર્ગ દરમિયાન વિશેષ પ્રસાદ પીરસવામાં આવતો હોય છે અને આ પ્રસાદ લેવા માટે લોકો પડાપડી કરતા હોય છે.

રથયાત્રામાં સામેલ વિવિધ શણગારેલા ટ્રકમાંથી યાત્રામાં જોડાયેલા ભક્તોને વિશેષ 'મગ' અને 'જાંબુ'નો વિશેષ પ્રસાદ આપવામાં આવે છે. મગનો પ્રસાદ આપવા માટે કેટલાય મણ મગ મંદિરમાં પલાળવામાં આવે છે. આ ઉપરાંત, માર્ગમાં પણ અનેક પોળોમાં પ્રસાદના સ્ટોલ ઊભા કરવામાં આવેલા હોય છે. 'મગ' અને 'જાંબુ'નો વિશેષ પ્રસાદ આપવા પાછળ એક મોટું કારણ જોડાયેલું છે. 

આપણે ત્યાં એક પ્રાચીન કહેવત છે કે 'મગ દોડાવે પગ'. 'મગ'માં એક વિશેષ પ્રકારની શક્તી રહેલી છે. અષાઢી બીજની સાથે જ ખેડૂતો વાવણીની શરૂઆત કરતા હોય છે. ખેતરમાં ખેતીનું કામ શરૂં થતું હોય છે, જેમાં ખેડૂતને ખાસી મહેનત કરવાની હોય છે. આથી, 'મગ' એ બાબતનો સંકેત છે કે, હવે મહેનત કરવાનો સમય પાકી ગયો છે. સાથે જ રથયાત્રામાં ભગવાન કૃષ્ણની સાથે રહેલા તેમના ભાઈ બલરામના હાથમાં પણ 'હળ' હોય છે. આ હળ પણ એ વાતનો સંકેત છે કે, હવે ખેતી કરવાનો સમય પાકી ગયો છે. 

'જાંબુ' ચોમાસાની સિઝનનું ફળ છે. જાંબુ પ્રોટીનથી ભરપૂર હોય છે. એટલે કે, જાંબુ શરીરમાં એક વિશેષ પ્રકારની ઊર્જાનો સંચાર કરે છે. 

આ રીતે 'મગ' અને 'જાંબુ'નો પ્રસાદ ભગવાનના ભક્તોના શરીરમાં એક નવી ઊર્જાનો સંચાર કરે છે.

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news