Women’s World Cup 2022: ફાઇનલમાં વાઇફ એલીસા હીલીએ ફટકારી સદી, સ્ટેન્ડમાં બેઠેલા પતિ સ્ટાર્કે આ રીતે આપ્યું રિએક્શન

એલીસા હીલીએ ટીમે ઓપનિંગમાં શાનદાર શરૂઆતા આપી અને 138 બોલ રમીને 170 રનની શાનદાર ઇનિંગ રમી. આ દરમિયાન તેમણે 26 ચોગ્ગા ફટકાર્યા. જોકે તે કોઇ સિક્સર ફટકારી શકી નહી. પોતાની આ ઇનિંગમાં એલીસા હીલીની સ્ટ્રાઇક રેટ 123.19 ની રહી. 

Women’s World Cup 2022: ફાઇનલમાં વાઇફ એલીસા હીલીએ ફટકારી સદી, સ્ટેન્ડમાં બેઠેલા પતિ સ્ટાર્કે આ રીતે આપ્યું રિએક્શન

ન્યૂઝિલેંડના ક્રાઇસ્ટચર્ચમાં સામે રમાયેલી મહિલા વર્લ્ડ કપ 2022 ની ફાઇનલ ઓસ્ટ્રેલિયાની ટીમે ઇગ્લેંડ વિરૂદ્ધ શાનદાર આગાજ કર્યું. આ ખિતાબી મુકાબલામાં ઓસ્ટ્રેલિયાઇ ઓનપર એલીસા હીલીએ તાબડતોડ બેટીંગ કરતાં સદી ફટકારી. તેને ચીયર કરવા માટે તેમના પતિ મિશેલ સ્ટાર્ક પણ સ્ટેન્ડમાં હાજર રહ્યા. 

એલીસા હીલીએ ટીમે ઓપનિંગમાં શાનદાર શરૂઆતા આપી અને 138 બોલ રમીને 170 રનની શાનદાર ઇનિંગ રમી. આ દરમિયાન તેમણે 26 ચોગ્ગા ફટકાર્યા. જોકે તે કોઇ સિક્સર ફટકારી શકી નહી. પોતાની આ ઇનિંગમાં એલીસા હીલીની સ્ટ્રાઇક રેટ 123.19 ની રહી. 

એલીસા હીલીએ સદી ફટકારતા જ સ્ટેન્ડમાં બેઠેલા મિશેલ સ્ટાર્ક ખૂબ ખુશ થયા. તેમણે ઉભા થઇને તાળીઓ વગાડી. તેનો વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે. સ્ટાર્કના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોવા મળી રહી છે. 

32 વર્ષના સ્ટાર્ક પણ ઓસ્ટ્રેલિયાઇ પુરૂષ ટીમ માટે ક્રિકેટ રમે છે. તે ફાસ્ટ બોલર છે. સ્ટાર્કે અત્યાર સુધી 69 ટેસ્ટ, 99 વનડે અને 50 ટી20 રમી છે. તે આઇપીએલમાં પણ રોયલ ચેલેન્જર્સ બેગલુરૂ (RCB) માટે ક્રિકેટ રમી ચૂકી છે. હાલ આઇપીએલ સીઝનમાં રમી રહ્યા નથી. 

એલીસા હીલીની ધમાકેદાર ઇનિંગના લીધે ઓસ્ટ્રેલિયાઇ ટીમે વુમન્સ વર્લ્ડ કપ 2022 ની ફાઇનલમાં ઇગ્લેંડની સામે 357 રન નો પહાડી ટાર્ગેટ સેટ કર્યો છે. મેચમાં ટોસ હારીને પહેલાં બેટીંગ કરતાં ઓસ્ટ્રેલિયાઇ ટીમે 5 વિકેટ પર 356 રન બનાવ્યા. 

એલીસા હીલીએ આ શતકીય ઇનિંગ સાથે જ વર્લ્ડકપમાં એક નવો રેકોર્ડ પણ બનાવ્યો છે. તે વર્લ્ડકપ (મહિલા-પુરૂષ) ની ફાઇનલમાં સૌથી મોટી ઇનિંગ રમનારી પ્રથમ ક્રિકેટર બની ગઇ છે. 

ફાઇનલમાં સૌથી મોટી ઇનિંગ રમવાના મામલે એલીસા હીલીએ ઓસ્ટ્રેલિયાઇ પૂર્વ ક્રિકેટર એડમ ગિલક્રિસ્ટ અને રિકી પોટિંગને પાછળ છોડી દીધા છે. ગિલક્રિસ્ટે 2007 વર્લ્ડકપ ફાઇનલમાં 149 રન બનાવ્યા હતા. જ્યારે પોટિંગે 2003 ની ફાઇનલમાં140 રનની અણનમ ઇનિંગ રમી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news