જે પણ થયું, ત્યારબાદ વાપસીનો શ્રેય 'મને' જાય છેઃ મોહમ્મદ શમી

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું કહેવું છે કે, છેલ્લા 18 મહિનામાં આટલું બધુ સહન કર્યા બાદ હવે શાનદાર પ્રદર્શનનો હકદાર પણ તે પોતે છે. ગુરૂવારે વેસ્ટ ઈન્ડિઝ પર 125 રનની જીત બાદ શમીએ કહ્યું, શ્રેય બીજા કોને, બસ મને. હું મારી જાતને બધો શ્રેય આપુ છું. 
 

જે પણ થયું, ત્યારબાદ વાપસીનો શ્રેય 'મને' જાય છેઃ મોહમ્મદ શમી

માનચેસ્ટરઃ ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું કહેવું છે કે, છેલ્લા 18 મહિનામાં આટલું બધુ સહન કર્યા બાદ હવે શાનદાર પ્રદર્શનનો હકદાર પણ તે પોતે છે. ગુરૂવારે વેસ્ટ ઈન્ડિઝ પર 125 રનની જીત બાદ શમીએ કહ્યું, શ્રેય બીજા કોને, બસ મને. હું મારી જાતને બધો શ્રેય આપુ છું. 

શમીએ છેલ્લા દોઢ વર્ષમાં ઘરેલૂ હિંસાના આરોપોનો સામનો કરવો પડ્યો ત્યારબાદ પેન્ડિંગ તપાસ સુધી તેને બીસીસીઆઈના કોન્ટ્રાક્ટમાંથી હટાવવામાં આવ્યો અને ફિટનેસના આધારે તેણે એક ટેસ્ટમાંથી બહાર પણ બેસવું પડ્યું હતું. પરંતુ હવે તે પોતાના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં વાપસી કરી ચુક્યો છે. 

તેની ઝડપ અને સ્વિંગ વિશે પૂછવા પર શમીએ કહ્યું, 'કારણ કે મારે આ બધુ સહન કરવું પડ્યું. છેલ્લા 18 મહિનામાં જે થયું, તે બધાનો સામનો મારે કરવો પડ્યો. તેથી તેનો શ્રેય પણ મને જ જાય છે.'

શમીએ એક હેટ્રિક સહિત બે મેચોમાં આઠ વિકેટ ઝડપી છે. તેણે કહ્યું, 'હું અલ્લાહનો આભાર માનું છે કે તેણે મને આ બધામાં- પારિવારિક સમસ્યાથી લઈને ફિટનેસ સુધી લડવાની શક્તિ આપી. બસ હું માત્ર દેશ માટે સારૂ કરવા પર ધ્યાન આપી રહ્યો છું.'

અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન વિશે શમીએ કહ્યું કે ફિટનેસ પર કામ કરવું ટર્નિંગ પોઈન્ટ રહ્યો. તેણે કહ્યું, 'આ માત્ર 'યો યો ટેસ્ટ'માં નિષ્ફળતા માટે નહતું. એવો પણ સમય હોય છે જ્યારે તમારી લય ખરાબ થઈ જાય છે. હું નિષ્ફળ રહ્યો તે એક અલગ વાત છે પરંતુ ફરિ મેં આકરી મહેનત કરી અને પોતાની ફિટનેસમાં સુધાર કર્યો છે. મને લાગે છે કે હવે હું લયમાં છું કારણ કે મેં વજન ઓછું કર્યું છે. હવે મારા માટે બધુ યોગ્ય ચાલી રહ્યું છે.'
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news