વિશ્વકપ 2019: પ્રથમ મેચ રમશે આ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર, ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટીમમાં મળ્યું સ્થાન

વિશ્વ કપની બીજી સેમિફાઇનલ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ગુરૂવારે રમાશે. 

 વિશ્વકપ 2019: પ્રથમ મેચ રમશે આ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર, ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટીમમાં મળ્યું સ્થાન

બર્મિંઘમઃ કાંગારૂ વિકેટકીપર બેટ્સમેન પીટર હૈંડ્સકોમ્બ આઈસીસી વિશ્વ કપ 2019ની સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની પ્રથમ મેચ રમશે. ઓસ્ટ્રેલિયાના મુખ્ય કોચ જસ્ટિન લેંગરે આ વાતને સમર્થન આપ્યું છે. 

પીટર હૈંડ્સકોમ્બને પાછલા અઠવાડિયે ઈજાગ્રસ્ત ડાબા હાથના અનુભવી બેટ્સમેન શોન માર્શના સ્થાન પર ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. 

વિશ્વ કપ માટે પસંદ કરવામાં આવેલી શરૂઆતી ટીમમાંથી હૈંડ્સકોમ્બને બહાર રાખવામાં આવ્યો હતો. પરંતુ પાકિસ્તાન અને ભારત વિરુદ્ધ રમાયેલી સિરીઝમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તેણે વિશ્વ કપ પહેલા ટીમ માટે સતત 13 વનડે મેચ રમી હતી અને પછી સ્ટીવ સ્મિથે તેનું સ્થાન લઈ લીધું હતું. 

લેંગરે જણાવ્યું, હું તમને સાચુ કહુ તો પીટર હૈંડ્સકોમ્બ ચોક્કસપણે રમશે, 100 ટકા. તે તેનો હકદાર છે, તે ટૂર્નામેન્ટ માટે ટીમમાં સામેલ ન થવાથી દુખી હતી. તે દુર્ભાગ્યશાળી હતી કો અમને અહીં સુધી પહોંચાડ્યા બાદ તેને ટીમમાં સામેલ ન કરવામાં આવ્યો. 

ઓસ્ટ્રેલિયાના મુખ્ય કોચ જસ્ટિન લેંગરે કહ્યું, તે સારા ફોર્મમાં છે, તેણે ઓસ્ટ્રેલિયા-એ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તે મિડલ ઓર્ડરમાં અમને સંતુલન પ્રદાન કરશે. 

આ વચ્ચે ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસને આગામી મેચ માટે ફિટ જાહેર કરી દેવામાં આવ્યો છે. બીજી સેમિફાઇનલ ગુરૂવારે રમાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news