IND vs ENG સીરીઝમાં Hardik Pandya ના બદલે આ ખેલાડી હોય શકે છે Virat ની પ્રથમ પસંદ

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ તાજેતરમાં મળેલી શાનદાર સીરીઝ જીત બાદ ભારતને ઘણા બધા યુવા ખેલાડી મળી ગયા, ત્યારબાદ આ અંદાજો લગાવી શકાય છે કે હાર્દિક પંડ્યાને આગામી ઇગ્લેંડ સીરીઝમાં ફરી એકવાર બહાર બેસવું પડી શકે છે. 

IND vs ENG સીરીઝમાં Hardik Pandya ના બદલે આ ખેલાડી હોય શકે છે Virat ની પ્રથમ પસંદ

નવી દિલ્હી: ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) ગત કેટલાક સમયથી સીમિત ઓવર ક્રિકેટમાં ભારત માટે સૌથી મોટા મેચ વિનર બનીને ચમક્યા છે, પરંતુ હાર્દિક પંડ્યા માટે ભારતની ટેસ્ટ પ્લેયિંગ 11 માં સ્થાન બનાવવું હજુ મુશ્કેલ કામ છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ તાજેતરમાં મળેલી શાનદાર સીરીઝ જીત બાદ ભારતને ઘણા બધા યુવા ખેલાડી મળી ગયા, ત્યારબાદ આ અંદાજો લગાવી શકાય છે કે હાર્દિક પંડ્યાને આગામી ઇગ્લેંડ સીરીઝમાં ફરી એકવાર બહાર બેસવું પડી શકે છે. 

સુંદર લઇ શકે છે ટીમમાં પંડ્યાનું સ્થાન
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ અંતિ બે ટેસ્ટમાં મહત્વપૂર્ણ રોલ ભજવનાર યુવા ઓલરાઉન્ડર વોશિંગટન સુંદર (Washington Sundar) ઇગ્લેંડ વિરૂદ્ધ આગામી સીરીઝમાં વિરાટ કોહલી (Virat Kohli) ની પ્રથમ પસંદ હોઇ શકે છે. ચેન્નઇની પીચ હંમેશાથી જ સ્પિન બોલરો માટે ખૂબ મદદગાર રહી છે અને ઘરેલૂ મેદાન હોવાના લીધે સુંદરને અહીં રમવાનો ઘણો અનુભવ પણ છે. ઓફ સ્પિન બોલીંગ કરવાની સાથે-સાથે સુંદર નીચલા ક્રમમાં ઉપયોગી રન પણ બનાવે છે, જેના લીધે ભારતને રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ની ગેરહાજરીમાં એક સ્પિન બોલર ઓલરાઉન્ડર પણ મળી જાય છે. એવામાં ટીમની પ્લેયિંગ 11 માં હાર્દિક પંડ્યા  (Hardik Pandya) ને તક મળવાના ઓછા ચાન્સ છે.  

ભારત પાસે હવે ઘણા બધા ઓલરાઉન્ડર
એક સમય પહેલાં ભારતીય ટીમ પાસે ઓલરાઉન્ડરોની ખૂબ ખોટ હતી. એવું માનવામાં આવતું હતું કે કપિલ દેવ પછી ભારતમાં કોઇ ઉપયોગ ઓલરાઉન્ડર જન્મ્યો નથી. પરંતુ આજના સમયની વાત કરીએ તો વિરાટ કોહલીની ટીમ પાસે હવે ઓલરાઉન્ડરોની કમી નથી. ઓસ્ટ્રેલિયામાં રવિંદ્ર જાડેજાના ઇજાગ્રસ્ત થયા બાદ પણ, વિરાટ કોહલી પાસે ઘણા વિકલ્પ છે. જો હાર્દિક પંડ્યા (Hardik Pandya) બોલીંગ કરવા માટે ફિટ થઇ જાય છે, તો તે પહેલાં પ્લેઇંગ ઇલેવનને ખૂબ સંતુલન મળે છે. પરંતુ તેમના વિના પણ, ટીમ પાસે ઓલરાઉન્ડરોની ભરમાર છે. ભારત પાસે શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, વોશિંગટન સુંદર અને રવિચંદ્રન અશ્વિન જેવા દિગ્ગજ સામેલ છે. 

બોલીંગ કરવા માટે ફિટ નથી હાર્દિક
ગત લાંબા સમયથી કમરની ઇજા સામે ઝઝૂમી રહેલા હાર્દિક પંડ્યા  (Hardik Pandya) એ બોલીંગ કરવા માટે હજુ પણ ફીટ નથી અને તેમને ઓસ્ટ્રેલિયામાં સીમિત ઓવરની સીરીઝમાં પણ એક બેટ્સમેન તરીકે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ટેસ્ટ ટીમ પહેલાં જ બેટ્સમેનોની કમી નથી. વિરાટ કોહલી (Virat Kohli) અને ચેતેશ્વર પુજારા (Cheteswar Pujara) ના નેતૃત્વમાં ટીમના બેટ્સમેન ડિપાર્ટમેન્ટ શાનદાર રમી રહ્યા છે. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ વખતે પણ એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે હાર્દિક પંડ્યાને ટીમમાં ફક્ત એક બેટ્સમેન તરીકે રમાડી શકાય નહી. એવામાં હાર્દિક પંડ્યા માટે ટીમમાં સ્થાન મેળવવું વધુ મુશ્કેલ બની શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news