Ind vs Eng: પ્રથમ ટેસ્ટમાં આ હશે Team India ના Playing XI, આ ધુરંધર છે દાવેદાર

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે ચાર મેચની સિરીઝની પ્રથમ ટેસ્ટ 5 ફેબ્રુઆરીના ચેન્નાઈના (Chennai) ચેપોક મેદાન પર રમાવા જઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં પ્લેઇંગ ઇલેવનની (Playing XI) પસંદગી સરળ નથી. ટીમમાં સૌથી મોટો ફેરફાર કેપ્ટનનો હશે

Ind vs Eng: પ્રથમ ટેસ્ટમાં આ હશે Team India ના Playing XI, આ ધુરંધર છે દાવેદાર

નવી દિલ્હી: ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે ચાર મેચની સિરીઝની પ્રથમ ટેસ્ટ 5 ફેબ્રુઆરીના ચેન્નાઈના (Chennai) ચેપોક મેદાન પર રમાવા જઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં પ્લેઇંગ ઇલેવનની (Playing XI) પસંદગી સરળ નથી. ટીમમાં સૌથી મોટો ફેરફાર કેપ્ટનનો હશે. પેટરનિટી લીવ બાદ પરત ફરેલો વિરાટ કોહલી (Virat Kohli) ફરી એકવાર ટીમ ઇન્ડિયાની (Team India) કેપ્ટનશીપ કરશે. અજિંક્ય રહાણે (Ajinkya Rahane) વાઇસ કેપ્ટનની જવાબદારી સંભાળશે. પ્રથમ બે ટેસ્ટ મેચ ચેન્નાઈમાં રમાશે, ત્યાંની પીચ સમાન્ય રીતે સ્પિનરોની મદદ કરે છે, એવામાં ભારત ત્રણ સ્પિનરની સાથે ઉતરી શકે છે. હવે ટીમ ઇન્ડિયાની સામે મુશ્કેલી છે કે, કોને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવે. આવો એક નજર કરીએ પ્રથમ ટેસ્ટમાં ભારતની પ્લેઇંગ ઇલેવનમાં કોણ હોય શકે છે.

રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગ કરવા માટે ઉતરશે
પ્રથમ ટેસ્ટ મેચમાં રોહિત શર્મા (Rohit Sharma) અને શુભમન ગિલ (Shubhaman Gill) ઓપનિંગ કરવા માટે ઉતરશે. આ બંને બેટ્સમેન ઝડપી રન બનાવવામાં માસ્ટર છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પણ આ જોડી હિટ રહી હતી. રોહિત શર્મા ભારતમાં વધુ ખતરનાક સાબિત થઈ શકે છે.

ચેતેશ્વર પુજારા નંબર 3 પર બનશે દીવાર
ચેતેશ્વ પુજારા (Cheteshwar Pujara) નંબર 3 પર બેટિંગ કરવા ઉતરશે. પુજારા ફોર્મમાં છે. ચેતેશ્વર પુજારાએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ખુબ જ સારી બેટિંગ કરી હતી અને પોતાના શરીર પર કંગારૂ પેસ અટેકનો હુમલો સહન કર્યો હતો. સિડની ટેસ્ટમાં પુજારાએ 50 અને 77 રનની ઇનિંગ્સ રમી હતી.

કેપ્ટન વિરાટ કોહલી નંબર 4 પર કરશે બેટિંગ
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) નંબર 4 પર બેટિંગ કરવા ઉતરશે. કેપ્ટન વિરાટ કોહલીની વાપસીથી ભારતીય ક્રિકેટ ટીમની શક્તિમાં વધારો થયો. વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચમાં મેચ વિનર સાબિત થઈ શકે છે.

અજિંક્ય રહાણે નંબર 5 પર બેટિંગ કરશે
નંબર 5 પર વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે (Ajinkya Rahane) બેટિંગ કરવા ઉતરશે. રહાણેએ તો ઓસ્ટ્રેલિયામાં ટીમ ઇન્ડિયાનું ભાગ્ય બદલ્યું હતું. ઓસ્ટ્રેલિયામાં એડિલેડ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં 36 રન પર ઓલઆઉટ થયા બાદ હારનો અનુભવ કરનારી ટીમ ઇન્ડિયાએ કંગારૂઓની સામે રહાણેની કેપ્ટનશીપમાં 2-1 થી ટેસ્ટ સિરીઝ જીતી હતી.

મેચ વિરન સાબિત થઈ શકે છે ઋષભ પંત
ઋષભ પંત (Rishabh Pant) વિકેટકીપર બેટ્સમેન નંબર 6 પર બેટિંગ કરવા ઉતરશે. ઓસ્ટ્રેલિયાની સામે બ્રિસબેનમાં રમાયેલી નિર્ણાયક ટેસ્ટ મેચમાં નોટઆઉટ 89 રનની ઇનિંગ્સ રમી ભારતને ઐતિહાસિક સિરીઝ જીત આપાવવામાં ઋષભ પંત પર સૌ કોઈની નજર રહેશે.

સુંદર ઓફ બ્રેક બોલિંગની સાથે બેટિંગમાં પણ માસ્ટર
વોશિંગટન સુંદર (Washington Sundar) ઓલરાઉન્ડર નંબર 7 પર બેટિંગ કરવા માટે ઉતરશે. વોશિંગટન સુંદર ઓફ બ્રેક બોલિંગની સાથે બેટિંગમાં માસ્ટર છે. ઓસ્ટ્રેલિયા સામે બ્રિસબેનમાં રમાયેલી નિર્ણાયક ટેસ્ટમાં સુંદરે શાનદાર ડેબ્યૂ કર્યું હતું અને પ્રથમ ઇનિંગ્સમાં 62 રન ફટકારી મેચનો પાસો પલટ્યો હતો.

અશ્વિન સ્પિન ડિપાર્ટમેન્ટની જવાબદારી સંભાળશે
ઇંગ્લેન્ડ સામે ચેન્નાઈ ટેસ્ટ મેચમાં રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) સ્પિન ડિપાર્ટમેન્ટની જવાબદારી સંભાળશે. પ્રથમ બે ટેસ્ટ મેચ ચેન્નાઈમાં રમાશે, જેની પીચ સ્પિનર માટે મદદગાર સાબિત થશે. જો કે, ચેન્નાઈ અશ્વિનનું હોમ ગ્રાઉન્ડ છે, જ્યાં તે ઘણી ક્રિકેટ મેચ રમી ચૂક્યો છે. એવામાં ઇંગ્લેન્ડના બેટ્સમેનોને અશ્વિનનો સામનો કરવામાં મુશ્કેલી થવાની છે.

કુલદીપ યાદવ પણ ભારતની સ્પિન બોલિંગને મજબૂતી આપશે
વોશિંગટન સુંદર અને રવિચંદ્રન અશ્વિનની સાથે કુલદીપ યાદવ (Kuldeep Yadav) પણ ભારતની સ્પિન બોલિંગને મજબૂતી આપશે. કુલદીપ યાદવે તેની છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2019 માં ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમી હતી. તે મેચમાં કુલદીપ યાદવે ઇનિંગ્સમાં 6 ઝડપી પાડી હતી.

પેસ બોલિંગ એટેકની કમાન જસપ્રીત બુમરાહ સંભાળશે
ચેન્નાઈ ટેસ્ટમાં પેસ બોલિંગ એટેકની કમાન જસપ્રીત બુમરાહ (Jaspreet Bumrah) સંભાળશે. ઓસ્ટ્રેલિયામાં જસપ્રીત બુમરાહને પેટમાં દુ:ખાવો થવાના કારણે તે બ્રિસબેન ટેસ્ટથી બહાર થઈ ગયો હતો. હવે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.

મોહમ્મદ સિરાઝને મળી શકે છે તક
બીજા ફાસ્ટ બોલરની જગ્યા માટે અનુભવી ઇશાંત શર્માને યુવા મોહમ્મદ સિરાઝથી (Mohammad Siraj) ટક્કર મળી શકે છે. મોહમ્મદ સિરાઝને તક મળી શકે છે. ઇશાંતે હાલમાં જ પ્રતિસ્પર્ધી ક્રિકેટમાં વાપસી કરી છે, જ્યાં તેણે 4 સૈયદ મુશ્તાક અલી ટ્રોફી મેચમાં કુલ 14.1 ઓવર બોલિંગ કરી હતી.

ચેન્નાઇમાં પ્રથમ ટેસ્ટ માટે આ હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઇલેવન- રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, ઋષભ પંત (વિકેટકીપર), વોશિંગટન સુંદર, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાઝ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news