IND vs ENG: શમીની બેટિંગથી ઈંગ્લેન્ડ પસ્ત, બુમરાહ સાથે કરી રેકોર્ડ ભાગીદારી

શમીએ ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહ સાથે 9મી વિકેટ માટે રેકોર્ડબ્રેક ભાગીદારી કરી. તેણે પોતાની કારકિર્દીની બીજી અર્ધસદી ફટકારી. શમીએ ઈનિંગ્સની 106મી ઓવરમાં મોઈન અલીની બોલિંગમાં સિક્સ ફટકારીને પોતાની અર્ધસદી પૂરી કરી હતી.

IND vs ENG: શમીની બેટિંગથી ઈંગ્લેન્ડ પસ્ત, બુમરાહ સાથે કરી રેકોર્ડ ભાગીદારી

લોર્ડ્સ: ટીમ ઈન્ડિયા (Team India) નો ઝડપી બોલર મોહમ્મદ શમી (Mohammad Shami) પોતાની બોલિંગનો જલવો તો અનેક વાર બતાવી ચૂક્યો છે. શમીના સ્વિંગ થતાં બોલનો સામનો કરવો કોઈપણ બેટ્સમેન માટે પડકાર હોય છે. પરંતુ લોર્ડ્સ ટેસ્ટની બીજી ઈનિંગ્સમાં તેણે બેટથી કમાલ કરી.

કારકિર્દીની બીજી અર્ધસદી ફટકારી:
શમી (Mohammad Shami) એ ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહ સાથે 9મી વિકેટ માટે રેકોર્ડબ્રેક ભાગીદારી કરી. તેણે પોતાની કારકિર્દીની બીજી અર્ધસદી ફટકારી. શમીએ ઈનિંગ્સની 106મી ઓવરમાં મોઈન અલીની બોલિંગમાં સિક્સ ફટકારીને પોતાની અર્ધસદી પૂરી કરી હતી.

70 બોલમાં ફટકાર્યા 56* રન:
મોહમ્મદ શમી (Mohammad Shami) એ 57 બોલમાં અર્ધસદી પૂરી કરી. તેણે 70 બોલમાં અણનમ 56 રનની ઈનિંગ્સ રમી. શમીએ 6 ફોર અને એક સિક્સ ફટકારી. શમીની ટેસ્ટ કારકિર્દીની આ બીજી અર્ધસદી છે.

2014માં ફટકારી હતી પહેલી અર્ધસદી:
શમીએ પહેલી અર્ધસદી પણ ઈંગ્લેન્ડ (England) સામે 2014માં નોટિંગહામમાં બનાવી હતી. તે સમયે તેણે અણનમ 51 રન બનાવ્યા હતા. શમીની લોર્ડ્સમાં આ અર્ધસદી ત્યારે આવી જ્યારે ભારતીય ટીમ એકસમયે 209 રન આપીને 8 વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી હતી.

શમી અને બુમરાહે બનાવી રેકોર્ડ ભાગીદારી:
ઋષભ પંત અને ઈશાંતના આઉટ થયા પછી મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહે મોરચો સંભાળ્યો. બંનેએ 9મી વિકેટ માટે 89 રનની ભાગીદારી કરી. બંનેએ લોર્ડ્સમાં ભારત માટે 9મી વિકેટની રેકોર્ડ ભાગીદારી કરી છે. બંનેએ કપિલ દેવ અને મદન લાલની 66 રનની ભાગીદારીના રેકોર્ડને તોડ્યો. કપિલ દેવ અને મદન લાલ વચ્ચે 1982માં ઈંગ્લેન્ડ સામે આ ભાગીદારી થઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news