IND vs NZ: પુજારા અને રહાણેમાંથી કોણ થશે મેચમાંથી બહાર? બોલિંગ કોચે કર્યો ખુલાસો

India vs New Zealand: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બે ટેસ્ટ મેચની સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. હવે તમામની નજર મુંબઈમાં યોજાનારી ટેસ્ટ પર છે. આ મેચમાં વિરાટ કોહલી વાપસી કરશે. તે જ સમયે અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારામાંથી કોણ આ ટેસ્ટ મેચમાં રમશે. આનો જવાબ બોલિંગ કોચે આપ્યો છે.

IND vs NZ: પુજારા અને રહાણેમાંથી કોણ થશે મેચમાંથી બહાર? બોલિંગ કોચે કર્યો ખુલાસો

નવી દિલ્હીઃ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બે ટેસ્ટ મેચોની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. બીજી ટેસ્ટ મેચ મુંબઈના વાનખેડે ગ્રાઉન્ડ પર રમાશે. આ મેચમાં વિરાટ કોહલી વાપસી કરશે. ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેનું ખરાબ ફોર્મ ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં તેના ટીમમાં હોવા પર સવાલો ઉઠી રહ્યા છે. ભારતના બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રેએ જણાવ્યું છે કે બીજી ટેસ્ટ મેચમાં કોણ રમશે.

બોલિંગ કોચે આપ્યો જવાબ
ભારતના બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રેએ બુધવારે કહ્યું કે ટીમ શુક્રવારે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ પહેલા સિનિયર બેટ્સમેન અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાને સમર્થન આપી રહી છે. ટીમનું માનવું છે કે આ બેટ્સમેન જલ્દી ફોર્મમાં પરત ફરશે. બોલિંગ કોચે કહ્યું, “મને લાગે છે કે અમે અજિંક્ય અને પૂજારા બંનેને જાણીએ છીએ કે તેમની પાસે ઘણો અનુભવ છે. તેમણે પૂરતું ક્રિકેટ રમ્યા છે અને એક ટીમ તરીકે અમે પણ જાણીએ છીએ કે તેઓ ફોર્મમાં પાછા આવવાથી એક ઇનિંગ્સ દૂર છે. તેથી, એક ટીમ તરીકે અમે બધા તેમને સમર્થન આપી રહ્યા છીએ.

ખરાબ ફોર્મમાં છે આ બેટ્સમેન
ભારતના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. તેમના બેટમાંથી રન નથી નીકળી રહ્યા. 2021 માં રમાયેલી ટેસ્ટ મેચોમાં રહાણેએ 21 ઇનિંગ્સમાં 19.57 ની એવરેજથી માત્ર 411 રન બનાવ્યા છે, જેમાં માત્ર બે અડધી સદી સામેલ છે. રહાણેએ કાનપુર ટેસ્ટમાં 35 અને 4 રન બનાવ્યા, ત્યારબાદ તેની બેટિંગ એવરેજ 40 થી નીચે આવી ગઈ. બીજી તરફ પુજારા બે વર્ષથી એકપણ સદી ફટકારી શક્યો નથી. પુજારાનું બેટ લાંબા સમયથી શાંત છે. પ્રથમ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીની ગેરહાજરીમાં આ બંને પર રન બનાવવાની જવાબદારી હતી, પરંતુ આ બંને બેટ્સમેન તેમાં નિષ્ફળ રહ્યા હતા. કાનપુર ટેસ્ટમાં પૂજારા બેટથી કમાલ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. તેણે બંને ઇનિંગ્સમાં 26 અને 22 રન બનાવ્યા હતા.

યુવાનોને મળી શકે છે તક
ભારતના નિયમિત કેપ્ટન વિરાટ કોહલી મુંબઈમાં રમાનાર બીજી ટેસ્ટ મેચમાંથી પરત ફરશે. સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ અય્યર જેવા યુવા બેટ્સમેનો ટીમમાં પૂજારા અને રહાણેનું સ્થાન લેવા માટે તૈયાર છે. જો આ બંને બેટ્સમેનોનું ખરાબ ફોર્મ ચાલુ રહેશે તો તેઓને ટીમમાંથી બહાર કરવામાં આવશે તે નિશ્ચિત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news