કેપ્ટન પદથી હટાવ્યા બાદ Virat Kohli એ દેખાડ્યું કિલર ફોર્મ, તોડ્યો Sachin Tendulkar નો રેકોર્ડ

India vs South Africa: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પાર્લ ગ્રાઉન્ડ પર વન ડે મેચ રમાઈ રહી છે. આ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર બેટિંગનો નજારો રજૂ કર્યો છે અને મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે.

કેપ્ટન પદથી હટાવ્યા બાદ Virat Kohli એ દેખાડ્યું કિલર ફોર્મ, તોડ્યો Sachin Tendulkar નો રેકોર્ડ

નવી દિલ્હીઃ ભારત અને સાઉથ આફ્રિકા (India vs South Africa) વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ પાર્લ મેદાન પર રમાઈ રહી છે. આ મેચમાં સાઉથ આફ્રિકા (South Africa) એ ભારતીય ટીમને જીતવા માટે 297 રનનો ટાર્ગેટ આપ્યો છે. કેપ્ટન પદથી હટાવ્યા બાદ વિરાટ કોહલી પ્રથમ મેચ રમી રહ્યો છે. આ મેચમાં તેણે શાનદાર બેટિંગનો નમૂનો રજૂ કર્યો છે. તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે.

કોહલીએ આ તોડ્યો રેકોર્ડ
સાઉથ આફ્રિકા સામે વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરતા 51 રન બનાવ્યા હતા. તેણે મેદાનની ચારે બાજુ સ્ટ્રોક લગાવ્યા છે. કેપ્ટન પદથી હટાવ્યા બાદ તે એક ખેલાડી તરીકે મેદાનમાં આવ્યો છે. તેણે બતાવ્યું કે ફોર્મ ટેમ્પરેરી હોય છે અને ક્લાસ પરમનેન્ટ છે. વિરાટ કોહલીએ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વિરાટ કોહલી હવે વિદેશી ધરતી પર સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે નવમો રન બનાવતાની સાથે જ આ સિદ્ધિ મેળવી લીધી છે. વિરાટ કોહલીએ ખૂબ જ સંયમ સાથે બેટિંગ કરી હતી.

સચિન કરતાં આગળ
સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી હવે વિદેશી ધરતી પર સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે 108 મેચમાં 5066 રન બનાવ્યા છે. જો કે, સચિન તેંડુલકરે 147 મેચમાં 5065 રન બનાવ્યા હતા. ત્યારે કરિશ્માઈ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ત્રીજા નંબર પર 145 મેચમાં 4520 રન બનાવ્યા છે. ચોથા નંબર પર કોચ રાહુલ દ્રવિડ છે જેણે 117 મેચમાં 3998 રન બનાવ્યા છે.

સાઉથ આફ્રિકાએ આપ્યો 297 રનનો ટાર્ગેટ
પ્રથમ વનડેમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આફ્રિકન કેપ્ટન ટેમ્બા બાવુમા અને રાસી વેઈન ડુસેને શાનદાર સદી ફટકારી હતી. આ બંનેના કારણે આફ્રિકાની ટીમ આટલો મોટો સ્કોર બનાવી શકી હતી. જો કે, તેના જવાબમાં ભારતીય ટીમે ત્રણ વિકેટના નુકસાન પર 158 રન બનાવી લીધા છે. ભારત તરફથી વિરાટ કોહલી અને શિખર ધવને શાનદાર ઇનિંગ્સ રમી છે. બંને બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. શિખર ધવન 79 રન બનાવીને આઉટ થયો હતો. તે જ સમયે, વિરાટ કોહલી 51 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

બુમરાહ બન્યો વાઈસ કેપ્ટન
સાઉથ આફ્રિકા પ્રવાસ માટે કેએલ રાહુલને કેપ્ટન અને જસપ્રિત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઘણા દિગ્ગજ ખેલાડીઓ ટીમમાં પરત ફર્યા છે. રવિચંદ્રન અશ્વિન, શિખર ધવન અને જયંત યાદવની વાપસી થઈ છે. આ ખેલાડીઓના કારણે ભારતીય ટીમ સાઉથ આફ્રિકામાં કમાલ કરી શકે છે.

પ્રથમ વનડે મેચ માટે ભારતીય ટીમ
કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત, વેંકટેશ ઐયર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ (વાઈસ કેપ્ટન).

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news