અમદાવાદમાં 13 ભેંસની લૂંટ, પોલીસે બે લોકોની કરી ધરપકડ

અમદાવાદ પોલીસે ભેંસની લૂંટ ચલાવનાર બે લોકોની ધરપકડ કરી છે. આ આરોપીઓએ કુલ 13 ભેંસની લૂંટ ચલાવી હતી. જેમાંથી પોલીસે સાત ભેંસ કબજે કરી છે. 

અમદાવાદમાં 13 ભેંસની લૂંટ, પોલીસે બે લોકોની કરી ધરપકડ

ઉદય રંજન, અમદાવાદઃ તમે પૈસા, સોના-ચાંદીના દાગીના કે કોઈ કિંમતી વસ્તુની લૂંટની વાત તો સાંભળી હશે, પરંતુ અમદાવાદમાં ભેંસની લૂંટનો મામલો સામે આવ્યો છે. અમદાવાદ પોલીસે ભેંસની લૂંટ ચલાવનાર બે લોકોની ધરપકડ કરી છે. આ આરોપીઓએ કુલ 13 ભેંસની લૂંટ ચલાવી હતી. જેમાંથી પોલીસે સાત ભેંસ કબજે કરી છે. 

અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં એક અજીબ કિસ્સો પોલીસ યચોપડે નોંધાયો છે. ગત 14 તારીખના રોજ અમદાવાદના ફતેવાડી વિસ્તારના માલધારી સમાજનનો યુવક રણછોડ ભરવાડ જે પશુપાલનનો વ્યવસાય કરે છે.  તે 14 તારીખે પોતાની 13 ભેંસ લઈને ફતેહવાડી વિસ્તારમાંથી સાબરમતી નદીના તટમાં ચરાવી રહ્યાં હતા. ત્યારે ત્રણ વ્યક્તિ છરી લઈને આવ્યા અને માલધારીને ધમકી આપી હતી. ત્યારબાદ તેમણે માલધારી પાસેથી 1500 રૂપિયા રોકડા અને 13 ભેંસની લૂંટ ચલાવી હતી. 

ત્યાર બાદ માલધારી રણછોડ ભરવાડે  સરખેજ પોલીસનો સંપર્ક કરી ભેંસની લૂંટ કરનાર ત્રણ શખ્સો જેમાં અઝહર મણિયાર, નઇમ મણિયાર અને નદીમ મણિયાર વિરુદ્ધ ભેંસ લૂંટ અને રોકડ લૂંટની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પ્રાથમિક ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી હતી તો સામે આવ્યું હતું કે 13 ભેંસ પૈકીની સાત ભેંસ આરોપીઓએ તેના મિત્ર અબ્દુલ જુબેર અને અબ્દુલ આસિફને સાચવવા માટે આપી છે. ત્યારે સરખેજ પોલીસે અઝહર મણિયાર , નઇમ મણિયાર અને નદીમ મણિયાર મિત્ર અબ્દુલ જુબેર અને અબ્દુલ આસિફની ધરપકડ કરીને સાત ભેંસનો કબજો મેળવીને ફરિયાદી માલધારી રણછોડ ભરવાડને આપી હતી. પોલીસ હાલ વધુ છ ભેંસની શોધખોળ કરી રહી છે. 

પોલીસની પ્રાથમિક તપાસમાં  સામે આવ્યું છે કે ભેંસની લૂંટ કરનાર આરોપીઓ ફતેહવાડી વિસ્તારના જ રહેવાસી છે અને અગાઉં ભેંસ ચોરીના ગુનામાં પોલીસના હાથે પકડાઈ ચુક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news