ઈન્ડિયા ઓપનઃ યુશિયાંગને હરાવીને ફાઇનલમાં શ્રીકાંત

આ મેચમાં શ્રીકાંતે પ્રથમ ગેમ 16-21થી ગુમાવી હતી. પરંતુ ત્યારબાદ તેણે જોરદાર વાપસી કરી અને 1 કલાક 4 મિનિટમાં વિશ્વના 30માં નંબરના ખેલાડી યુશિયાંગને હરાવીને બીજીવાર ઈન્ડિયા ઓપનના ફાઇનલમાં જગ્યા બનાવી છે. 

ઈન્ડિયા ઓપનઃ યુશિયાંગને હરાવીને ફાઇનલમાં શ્રીકાંત

નવી દિલ્હીઃ પૂર્વ ચેમ્પિયન અને વિશ્વના સાતમાં નંબરના ખેલાડી કિદાંબી શ્રીકાંતે ચીનના હુઆંગ યુશિયાંગને હરાવીને શનિવારે અહીં ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટેનિસ ટૂર્નામેન્ટના પુરૂષ સિંગલ્સના ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. આ મેચમાં શ્રીકાંતે પ્રથમ ગેમ 16-21થી ગુમાવી હતી. પરંતુ ત્યારબાદ તેણે જોરદાર વાપસી કરી અને 1 કલાક 4 મિનિટમાં વિશ્વના 30માં નંબરના ખેલાડી યુશિયાંગને હરાવીને બીજીવાર ઈન્ડિયા ઓપનના ફાઇનલમાં જગ્યા બનાવી છે. 

શ્રીકાંતનો સામનો ફાઇનલમાં વિશ્વના 55માં નંબરના ખેલાડી પારૂપલ્લી કશ્યપ અને પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન અને નંબર 1 ડેનમાર્કના બીજા વરીયતા પ્રાપ્ત વિક્ટર એક્સેલસેન વચ્ચે રમાનારી મેચના વિજેતા સામે થશે. શ્રીકાંત રવિવારે રમાનારી ફાઇનલ જીતીને 17 મહિનાના ટાઇટલના દુકાળને પૂરો કરવાનો પ્રયત્ન કરશે. તેણે છેલ્લે સુપર સિરીઝ સ્તરના ટૂર્નામેન્ટમાં ઓક્ટોબર 2017માં જગ્યા બનાવી અને ત્યારે ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ જીતવામાં સફળ રહ્યો હતો. 

શ્રીકાંતે મેચ બાદ સ્વીકાર કર્યો કે, તેણે ઘણી ભૂલો કરી હતી. તેણે કહ્યું, 'મે મેચમાં ઘણી ભૂલો કરી હતી.' ત્રીજી ગેમમાં પણ હું આગળ હતો પરંતુ મેં તેને આગળ આવવાની તક આપી. મને ખુશી છે કે, હું જીત મેળવવામાં સફળ રહ્યો છું. હવે મારૂ ધ્યાન કાલે (રવિવાર) રમાનારા ફાઇનલ પર છે. 

વર્ષ 2015ના ચેમ્પિયન શ્રીકાંત અને યુશિયાંગ વચ્ચે શરૂઆતથી પ્રત્યેક પોઈન્ટ માટે સંઘર્ષ જોવા મળ્યો હતો. બંન્નેના સ્મૈશ અને ડ્રોપ શોટ દમદાર હતા, જેથી અંક માટે વિરોધી ખેલાડીઓની ભૂલ પર નિર્ભર રહેવું પડ્યું. શ્રીકાંતે શરૂઆતમાં વધુ ભૂલ કરી અને યુશિયાંગે તેનો ફાયદો ઉઠાવ્યો હતો. પરંતુ શ્રીકાંત સતત પોઈન્ટ મેળવતો રહ્યો અને પ્રથમ ગેમમાં બ્રેક સુધી 11-10થી આગળ હતો. 

ત્યારબાદ શ્રીકાંતે ત્રમ શોટ નેટ પર માર્યા, જ્યારે એક શોટ બહાર રમ્યો હતો, જેથી યુશિયાંગ 14-12ની લીડ મેળવવામાં સફળ રહ્યો હતો. ભારતીય ખેલાડીએ 14-14 પર બરોબરી હાસિલ કરી પરંતુ યુશિયાંગે સતત 6 પોઈન્ટની સાથે 6 ગેમ પોઈન્ટ મેળવ્યા હતા. શ્રીકાંતે બે ગેમ પોઈ્ટ બચાવ્યા પરંતુ ત્યારબાદ શોટ બહાર મારીને પ્રથમ ગેમ 21-16થી યુશિયાંગને ખાતે કરી હતી. 

બીજા ગેમમાં શ્રીકાંતે શાનદાર શરૂઆત કરી હતી. તેણે શાનદાર સ્મૈશ અને ક્રોસ કોર્ટ રિટર્ન માર્યા હતા. આ ખેલાડીએ 5-4ના સ્કોર પર સતત છ પોઈન્ટની સાથે 11-4ની મજબૂત લીડ બનાવી હતી. ત્યારબાદ આ લીડને 15-7 સુધી પહોંચાડી ત્યારબાદ તેને ગેમ જીતવામાં સરળતા રહી હતી. ત્રીજી અને નિર્ણાયક ગેમમાં પણ શ્રીકાંત હાવી રહ્યો હતો. 

તેણે સારી શરૂઆત કરતા 6-3ની લીડ બનાવી પરંતુ યુશિયાંગે વાપસી કરતા 8-7ની લીડ બનાવી લીધી હતી. શ્રીકાંતે પરંતુ બ્રેક સુધી 11-10ની સામાન્ય લીડ મેળવી હતી. યુશિયાંગે  બ્રેક બાદ શાનદાર પ્રદર્શન કર્યું અને આગામી છ માંથી પાંચ પોઈન્ટ જીતીને 15-12ની લીડ બનાવી લીધી હતી. 

શ્રીકાંત પરંતુ 16-18ના સ્કોર પર સતત 4 પોઈન્ટની સાથે 2 મેચ પોઈન્ટ હાસિલ કરવામાં સફળ રહ્યો હતો. યુશિયાંગે એક મેચ પોઈન્ટ બચાવ્યો પરંતુ ત્યારબાદ નેટ પર શોટ રમ્યો જેથી શ્રીકાંત બીજીવાર ઈન્ડિયા ઓપનની ફાઇનલમાં પહોંચી ગયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news