India vs England: ત્રીજી ટેસ્ટમાં જાડેજા રમશે તો ટીમ ઈન્ડિયાને નુકસાન થશે? આ ખેલાડી પ્લેઈંગ 11 માં હોવો જરૂરી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 25 ઓગસ્ટથી લીડ્સના મેદાન પર રમાશે. પાંચ મેચોની આ સિરીઝમાં ભારત 1-0થી આગળ છે. લોર્ડ્સમાં ભારતે ઈંગ્લેન્ડને 151 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા જો આગામી ટેસ્ટ મેચ જીતી લેશે તો તે સિરીઝ હારી શકશે નહીં.
Trending Photos
લંડન: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 25 ઓગસ્ટથી લીડ્સના મેદાન પર રમાશે. પાંચ મેચોની આ સિરીઝમાં ભારત 1-0થી આગળ છે. લોર્ડ્સમાં ભારતે ઈંગ્લેન્ડને 151 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા જો આગામી ટેસ્ટ મેચ જીતી લેશે તો તે સિરીઝ હારી શકશે નહીં. લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાને પોતાના સૌથી મોટા મેચ વિનર રવિચંદ્રન અશ્વિનની કમી લાગી.
જાડેજાના રમવાથી કેમ થશે નુકસાન?
વિરાટ કોહલીએ લોર્ડ્સમાં બીજી ટેસ્ટ મેચ માટે રવિચંદ્રન અશ્વિનની જગ્યાએ રવિન્દ્ર જાડેજાને પ્લેઈંગ ઈલેવનમાં તક આપી. પરંતુ જાડેજાનું બોલ અને બેટ બંનેથી પ્રદર્શન ખરાબ રહ્યું. રવિન્દ્ર જાડેજાને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવાનો હેતુ ફ્લોપ સાબિત થયો. આ ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજા એક પણ વિકેટ લઈ શક્યો નહીં કે કોઈ મોટી ઈનિંગ પણ રમી શક્યો નહીં. જાડેજાના સીધા બોલથી ઇંગ્લેન્ડના બેટ્સમેનોને કોઈ સમસ્યા થઈ નહીં. ઉલ્ટું જાડેજાના બોલ પર રન થઈ રહ્યા છે.
અશ્વિનની બોલિંગમાં વધુ વેરિએશન
25 ઓગસ્ટથી લીડ્સમાં થનારી ત્રીજી ટેસ્ટ મેચમાં જાડેજાના રમવાથી નુકસાન થઈ શકે છે. આવામાં અશ્વિન પ્લેઈંગ 11 માં રહે તે ખુબ જરૂરી છે. અશ્વિને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઘરેલુ ટેસ્ટ સિરીઝમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. અશ્વિને બોલ સાથે બેટથી પણ ચેન્નાઈ ટેસ્ટમાં સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડના બેટ્સમેન અશ્વિન સામે નબળા દેખાઈ રહ્યા છે. અશ્વિનની બોલિંગમાં વધુ વેરિએશન તેમને પ્લેઈંગ ઈલેવનની ટિકિટ અપાવવા માટે પૂરતી છે.
રવિચંદ્રન અશ્વિનની કમી લાગી
લોર્ડ્સ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને રવિચંદ્રન અશ્વિનની કમી લાગી. એકબાજુ જ્યાં ઈંગ્લેન્ડના ઓફ સ્પિનર મોઈન અલી વિકેટ લઈને ભારત સામે મુશ્કેલી પેદા કરી રહ્યો હતો ત્યાં બીજી બાજુ રવિચંદ્રન અશ્વિન જેવો મહાન સ્પિનર ટીમ ઈન્ડિયાનએ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો ન હતો.
જાડેજા આઉટ ઓફ ફોર્મ?
રવિન્દ્ર જાડેજાને પ્લેઈંગ ઈલેવનમાં સામે કરવો ટીમ ઈન્ડિયા માટે હાલના સ્તરે તો નુકસાન સાબિત થયું છે. ટીમ ઈન્ડિયામાં જો રવિચંદ્રન અશ્વિન હોત તો ઈંગ્લેન્ડના બેટ્સમેન વધુ મુશ્કેલીમાં આવી જાત. ઓસ્ટ્રેલિયાના મહાન સ્પીનર શેન વોર્ને લોર્ડસ ટેસ્ટમાં મોઈન અલીએ રવિન્દ્ર જાડેજાને બોલ્ડ કર્યા બાદ કહ્યું હતું કે કેવી રીતે એક સ્પીનરનું ટીમમાં હોવું જોઈએ, અને ઈશારામાં કહ્યું કે અશ્વિને ટીમમાં હોવું જ જોઈએ.
A spinner turning the game !!!! Surprise surprise, this is why you always play a spinner no matter what the conditions ! Remember you don’t pick a team just for the first innings. Spin to win @SkyCricket 👏🏻👏🏻👏🏻
— Shane Warne (@ShaneWarne) August 15, 2021
શેન વોર્ને ટ્વીટ કરીને કહ્યું હતું કે એક સ્પિનર ખેલને ઘૂમાવી શકે છે અને ચોંકાવનારી વાત છે, આથી તમે દર વખતે સ્પિનરને તક આપો છો, ભલે પરિસ્થિતિઓ ગમે તે કેમ ન હોય. તમે ફક્ત પહેલી ઈનિંગ માટે ટીમ નથી પસંદ કરતા, જીતવા માટે સ્પીનર જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે