IND U19 vs ENG U19: યશ ધુલની સેનાએ અંગ્રેજોને ધૂળ ચટાડી, પાંચમીવાર અંડર-19 ચેમ્પયિન બની ટીમ ઇન્ડીયા

ભારતીય ટીમે પાંચમી વખત ICC અંડર-19 વર્લ્ડ કપ ટ્રોફી પર કબજો જમાવી લીધો છે. યશ ધુલની આગેવાની હેઠળની ભારતીય ટીમે ફાઇનલમાં ઇંગ્લેન્ડને ચાર વિકેટે હરાવ્યું હતું.

IND U19 vs ENG U19: યશ ધુલની સેનાએ અંગ્રેજોને ધૂળ ચટાડી, પાંચમીવાર અંડર-19 ચેમ્પયિન બની ટીમ ઇન્ડીયા

IND U19 vs ENG U19 Final: ભારતીય ટીમે પાંચમી વખત ICC અંડર-19 વર્લ્ડ કપ ટ્રોફી પર કબજો જમાવી લીધો છે. યશ ધુલની આગેવાની હેઠળની ભારતીય ટીમે ફાઇનલમાં ઇંગ્લેન્ડને ચાર વિકેટે હરાવ્યું હતું. એન્ટિગુઆના સર વિવ રિચર્ડ્સ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે 190 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે ભારતે 47.4મી ઓવરમાં પ્રાપ્તકરી લીધો હતો. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં ભારત સૌથી વધુ ટાઈટલ જીતનારી ટીમ છે. તો બીજી તરફ, ઇંગ્લેન્ડની ટીમ 1998 પછી એકપણ ટાઇટલ જીતી શકી નથી.

પાંચમી વખત ચેમ્પિયન બની ભારતીય ટીમ
ભારતે 14 બોલ બાકી રહ્યા હતા અને ફાઈનલ જીતી લીધી છે. ભારતે 48મી ઓવર ચાર બોલમાં 17 રન બનાવ્યા હતા. સિંધુ (અણનમ 50) એ ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો અને પછીના બોલ પર સિંગલ લીધો. ત્યારબાદ વિકેટ કીપર બેટ્સમેન દિનેશ બાનાએ ત્રીજા અને ચોથા બોલમાં સિક્સર ફટકારીને ભારતને જીત અપાવી હતી. જેમ્સ સેલ્સે આ ઓવર ફેંકી હતી. ભારતીય ટીમે પાંચમી વખત ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો છે.

બંને પ્લેઇંગ ઇલેવન
ભારત:
યશ ધૂલ (કેપ્ટન), હરનૂર સિંહ, અંગકૃષ રઘુવંશી, શેખ રશીદ, નિશાંત સિંધુ, સિદ્ધાર્થ યાદવ, અનીશ્વર ગૌતમ, માનવ પારખ, કૌશલ તાંબે, રાજવર્ધન હંગરગેકર, વિકી ઓસ્તવાલ, ગર્વ સાંગવાન, દિનેશ બાના, આરાધ્યા યાદવ, રાજવર્ધન વાસુ વત્સ, રવિ કુમાર.

ઈંગ્લેન્ડ: ટોમ પ્રેસ્ટ (કેપ્ટન), જ્યોર્જ થોમસ, જેકબ બેથેલ, જેમ્સ રેવ, વિલિયમ લક્સટન, જ્યોર્જ બેલ, રેહાન અહેમદ, એલેક્સ હોર્ટન (વિકેટ કિપર), જેમ્સ સેલ્સ, થોમસ એસ્પિનવોલ, જોશુઆ બોયડેન.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news