IND vs NZ: રોહિત શર્માએ ફટકારી 215મી સિક્સ, કરી એમએસ ધોનીની બરોબરી

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી વનડે મેચમાં રોહિત શર્માએ વનડેમાં ભારત માટે રમતા 215મી સિક્સ ફટકારી હતી. ઈનિંગમાં રોહિતે 77 બોલ પર 62 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 3 ફોર અને બે સિક્સ ફટકારી હતી. 
 

IND vs NZ: રોહિત શર્માએ ફટકારી 215મી સિક્સ, કરી એમએસ ધોનીની બરોબરી

માઉન્ટ મોનગાનુઈઃ શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ભારતીય ઓપનર રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રીજી વનડે મેચમાં એક નવો મુકામ હાસિલ કર્યો છે. ભારત માટે રમતા સિક્સ ફટકારવાની યાદીમાં રોહિત હવે ધોનીની બરોબરી પર આવી ગયો અને તેનાથી આગળ નિકળવા હવે તેને એક બોલને માત્ર સીધો બાઉન્ડ્રી બહાર મોકલવાની જરૂર છે. સોમવારે રમાયેલી મેચમાં રોહિત શર્માએ વનડેમાં ભારત માટે રમતા 215મો છગ્ગો ફટકાર્યો હતો. આ મેચમાં રોહિતે 77 બોલ પર 62 રન બનાવ્યા હતા. પોતાની ઈનિંગમાં તેણે 3 ચોગ્ગા અને બે સિક્સ ફટકારી હતી. 

મહત્વનું છે કે ભારત માટે વનડે મેચોમાં સૌથી વધુ સિક્સ ફટકારવાની યાદીમાં રોહિત શર્મા બાદ મહેન્દ્ર સિંહ ધોનીનો નંબર આવે છે. તેણે પોતાના કરિયરમાં આમ તો 222 સિક્સ ફટકારી છે, પરંતુ તેમાંથી 7 સિક્સ તેણે એશિયા ઇલેવન માટે રમતા ફટકારી છે. ધોનીની બાકીની 215 સિક્સ ટીમ ઈન્ડિયા તરફથી છે. ત્યારબાદ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (195), સૌરવ ગાંગુલી (189), યુવરાજ સિંહ (153)નો નંબર આવે છે. 

મહત્વનું છે કે ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ શાહિદ અફરીદીના નામે છે. તેણે પોતાના કરિયરમાં કુલ 351 સિક્સ ફટકારી છે. તે પાકિસ્તાનની સાથે-સાથે એશિયા અને આઈસીસી ઇલેવન માટે પણ રમ્યો છે. ત્યારબાદ ક્રિસ ગેલ (275), સનથ જયસૂર્યા (270), મહેન્દ્ર સિંહ ધોની (222)નો નંબર આવે છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news