IND vs WI, 1st ODI: લતા મંગેશકરને ટીમ ઈન્ડિયાની સલામ, બ્લેક પટ્ટી બાંધીને રમવા ઉતર્યા ખેલાડી

ઉલ્લેખનીય છે કે, ભારત રત્ન એવોર્ડ વિજેતા સ્વર કોકિલ કંઠી લતા મંગેશકરનું રવિવારે નિધન થયું હતું. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. લતા દીદીના નિધન પર આખો દેશ શોકના દરિયામાં ડૂબી ગયો છે. રાજનીતિ, ફિલ્મ અને રમતગમત સાથે જોડાયેલા લોકો લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

IND vs WI, 1st ODI: લતા મંગેશકરને ટીમ ઈન્ડિયાની સલામ, બ્લેક પટ્ટી બાંધીને રમવા ઉતર્યા ખેલાડી

અમદાવાદ: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની વનડે સીરિઝ આજથી શરૂ થવા જઈ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે. આ મેચની શરૂઆત પહેલા ભારતીય ખેલાડીઓએ એક મિનિટનું મૌન પાળીને લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ લતા દીદીના સન્માનમાં ભારતીય ખેલાડીઓ કાળી પટ્ટી બાંધીને આ મેચમાં રમવા ઉતર્યા છે.

ઉલ્લેખનીય છે કે, ભારત રત્ન એવોર્ડ વિજેતા સ્વર કોકિલ કંઠી લતા મંગેશકરનું રવિવારે નિધન થયું હતું. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. લતા દીદીના નિધન પર આખો દેશ શોકના દરિયામાં ડૂબી ગયો છે. રાજનીતિ, ફિલ્મ અને રમતગમત સાથે જોડાયેલા લોકો લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

— BCCI (@BCCI) February 6, 2022

આ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં ઓલરાઉન્ડર દીપક હુડ્ડા ભારતીય ટીમ માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરી રહ્યો છે. પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ દીપક હુડ્ડાને ODI કેપ સોંપી. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ તેનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે.

— BCCI (@BCCI) February 6, 2022

ભારતીય ટીમની પ્લેઈંગ ઈવેલનમાં ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર, ફાસ્ટ બોલર પ્રખ્યાત કૃષ્ણા અને ઈશાન કિશનને સ્થાન મળ્યું છે. આ મેચમાં ઈશાન કિશન ઓપનિંગ કરશે, જેની પુષ્ટિ કેપ્ટન રોહિત શર્માએ શનિવારે જ પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી.

બીજી તરફ, મેચ પહેલા વેસ્ટ ઈન્ડિઝ ટીમના ખેલાડીઓ બ્લેક લાઈવ્સ મેટર (BLM) આંદોલનના સમર્થનમાં ઘૂંટણિયે પડ્યા હતા. વર્ષ 2020માં અમેરિકામાં શરૂ થયેલા આ આંદોલનને રમતગમત જગત તરફથી સતત સમર્થન મળી રહ્યું છે. આ આંદોલન દ્વારા વંશીય ભેદભાવને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ભારત (પ્લેઇંગ ઇલેવન):
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટમેન), સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, પ્રણંદ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.

વેસ્ટ ઈન્ડિઝ (પ્લેઈંગ ઈલેવન):
બ્રેન્ડન કિંગ, શાઈ હોપ, શમરાહ બ્રૂક્સ, ડેરેન બ્રાવો, નિકોલસ પૂરન (wk), કિરોન પોલાર્ડ (c), જેસન હોલ્ડર, ફેબિયન એલન, અલઝારી જોસેફ કેમર રોચ, અકીલ હુસૈન.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news