INDvsWI : આજના આખરી જંગમાં ત્રણ ખેલાડીઓ બનાવી શકે છે મોટો રેકોર્ડ

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ચાલી રહેલી વનડે ક્રિકેટ શ્રેણીની આજે રમાનાર પાંચમી અને આખરી વન ડે મેચમાં ધોની સહિત ત્રણ ખેલાડીઓ અનોખો રેકોર્ડ બનાવે એવી પ્રબળ શક્યતા છે. 

INDvsWI : આજના આખરી જંગમાં ત્રણ ખેલાડીઓ બનાવી શકે છે મોટો રેકોર્ડ

નવી દિલ્હી : ટીમ ઇન્ડિયા જ્યારે પણ મેદાનમાં ઉતરે છે તો કોઇને કોઇ રેકોર્ડ બનાવે છે. તિરૂવનંતપુરમમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પાંચમી અને આખરી વન ડે મેચમાં ભારતીય ત્રણ ખેલાડીઓ રેકોર્ડ બનાવે એવી પ્રબળ શક્યતા છે. આ ત્રણ ખેલાડીઓના રેકોર્ડને લઇને ચર્ચાઓ જોર શોરમાં છે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝની વન ડે સિરીઝમાં ભારત આગળ છે અને જો આ મેચ ભારત જીતે તો 3-0થી શ્રેણી જીતી શકે છે. આક્ટોબર 2015થી ભારતીય ટીમ ભારતમાં રમાયેલી પાંચ વન ડે શ્રેણી જીતી ચૂક્યું છે અને જો આ શ્રેણી જીતે તો સતત છઠ્ઠી જીત થશે. 

વેસ્ટ ઇન્ડિઝની ટીમ જો આ મેચ જીતે તો સિરીઝ 2-2થી બરોબર થશે. ચાર મેચ બાદ ભારત 2-0થી આગળ છે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ગુરૂવારે તિરૂવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ રમાશે. આ મેદાન પર આ પ્રથમ વન ડે મેચ હશે. અત્યાર સુધી અહીં એક માત્ર ટી-20 ઇન્ટરનેશનલ મેચ જ રમાઇ હતી.

 Mahendra sinh dhoni

10000 માટે 1 રન જરૂરી
ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને પોતાની કેરિયરના 10000 રન માટે માત્ર એક જ રન ખુટે છે. જો આજની આ મેચમાં ધોની એક રન કરે છે તો 10000 રન સાથે ધોની આ સિધ્ધિ મેળવનાર ભારતનો પાંચમો ખેલાડી બનશે. 

shikhar dhawan

ધવનની નજર 5000 રન પર
તિરૂવનંતપુરમમાં રેકોર્ડ બનાવવાની નજીક એક માત્ર ધોની જ નથી. ઓપનર શિખર ધવન માટે પણ આ મેચ યાદગાર બની શકે એમ છે. શિખર ધવન 5000 રન બનાવવાની નજીક છે. પાંચ હજાર રનમાં 109 રન ખૂટે છે. જો આ મેચમાં તે સદી ફટકારે અને 109 રન બનાવે તો શિખર પણ વધુ એક સિધ્ધિ મેળવી શકે છે. 

bhuvi

ભુવનેશ્વર માટે વિકેટની સદી
મહેન્દ્રસિંહ ધોની અને શિખર ધવનની સાથે ટીમ ઇન્ડિયાના સ્ટાર બોલર ભુવનેશ્વર કુમાર પણ એક મોટી સફળતા મેળવી શકે એમ છે. ફાસ્ટ બોલર ભુવનેશ્વર વન ડે મેચાં 97 વિકેટ લઇ ચૂક્યો છે. જો આ મેચમાં તે ત્રણ વિકેટ લે તો વિકેટની સદી થઇ શકે એમ છે. 

ravindra jadeja

જાડેજા કરી શકે છે 2000 રન
ટીમ ઇન્ડિયાના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા વન ડે મેચમાં અત્યાર સુધી 1975 રન બનાવી ચૂક્યો છે. જો આજની મેચમાં જાડેજા 25 રન બનાવે તો એના પણ વન ડે કેરિયરમાં 2000 રન પૂરા થાય એમ છે. આ સાથે જાડેજાની સિધ્ધિમાં વધુ એક મોરપીંછ ઉમેરાઇ શકે એમ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news