RBIvsGovt: જાણો એ કલમ 7ને જેના ઉપયોગ પછી ગવર્નર આપી શકે છે રાજીનામું !

સુત્રએ માહિતી આપી છે કે સરકારે રિઝર્વ બેંકને આ કલમ હેઠળ અલગઅલગ મુદ્દાઓ વિશે ઓછામાં ઓછા લેટર મોકલ્યા છે

RBIvsGovt: જાણો એ કલમ 7ને જેના ઉપયોગ પછી ગવર્નર આપી શકે છે રાજીનામું !

નવી દિલ્હી : સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વચ્ચે થયેલો વિવાદ હવે ઘેરો બની રહ્યો છે. આરબીઆઇના ડે. ગવર્નર વિરલ આચાર્યએ શુક્રવારે સરકારને ચેતવણી આપતા કહ્યું કે, બેંકની સ્વતંત્રતાને નજરઅંદાજ કરવી સરકારને ભારે પડી શકે છે. વિરલ આચાર્યને રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલ જ લઇને આવ્યા હતા. વિરલ આચાર્ય તે સમયે ન્યુયોર્ક વિશ્વ વિદ્યાલયમાં પ્રોફેસર હતા. 

મીડિયા રિપોર્ટ અનુસાર સરકાર અને આરબીઆઇના ગવર્નર વચ્ચે ઘણાં લાંબા સમયથી વાતચીતનો અભાવ છે. આ સંજોગોમાં ઓલ ઇન્ડિયા રિઝર્વ બેંક એમ્પ્લોય અસોશિએશન (AIRBEA)એ સોમવારે સરકારને ફરી એકવાર ચેતવણી આપી છે કે, આરબીઆઇને નજરઅંદાજ કરવાનું પરિણામ ગંભીર આવી શકે છે. હાલમાં ઇકોનોમિક ટાઇમ્સના એક અહેવાલ અનુસાર મોદી સરકારે આરબીઆઇ વિરૂધ્ધ સેક્શન 7નો ઉપયોગ કર્યો છે. કેન્દ્ર સરકારે ઇતિહાસમાં પગેલી વખત આ અધિકારનો ઉપયોગ કર્યો છે. આરબીઆઇ એક્ટની કલમ 7 અનુસાર સરકારને આ અધિકાર પ્રાપ્ત છે કે જાહેર હિતના મુદ્દે આરબીઆઇને સીધે સીધા આદેશ આપી શકે છે. જેને આરબીઆઇ માનવાનો ઇન્કાર ન કરી શકે. આ સંજોગોમાં ભૂતપૂર્વ નાણાંમંત્રી પી. ચિદંબરમે  પણ કલમ 7નો ઉલ્લેખ કરવા બદલ સરકારની ટીકા કરી છે. 

કેન્દ્ર અને રિઝર્વ બેંક વચ્ચે કેટલાક મુદ્દાઓ પર ભારે મતભેદ છે. આ મુદ્દાઓમાં સાર્વજનિક ક્ષેત્રની નબળી બેંકોના કામકાજમાં સુધારાના ઉપાયો, સિસ્ટમમાં કેશની તંગી તેમજ વીજળી ક્ષેત્રમાં ફસાયેલા દેવાની સમસ્યા છે. આ સંજોગોમાં સરકાર જો આરબીઆઇની કલમ 7નો ઉપયોગ કરે તો ગવર્નરને રાજીનામું આપવું પડી શકે છે. 

શું છે કલમ 7?

1. RBI એક્ટની કલમ 7 કેન્દ્ર સરકારને જનહિતમાં રિઝર્વ બેંકને નિર્દેશ જાહેર કરવાનો અધિકાર આપે છે. જોકે હજી સુધી કોઈ સરકારે આ કલમનો ઉપયોગ નથી કર્યો.

2. ઘટનાક્રમ સાથે જોડાયેલા સુત્રોએ કહ્યું છે કે નોર્થ બ્લોક સ્થિત નાણાં મંત્રાલયે કેન્દ્રિય બેંક સાથે ઉભા થયેલા વિવાદોના ઉકેલ માટે કલમ 7ના ઉપયોગનો ઉલ્લેખ કર્યો છે.

3. RBI એક્ટ, 1934ની કલમ 7(1) કહે છે કે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ગવર્નર ચર્ચા વિચારણા પછી જનહિત માટે સમયાંતરે કેન્દ્રિય બેંકને નિર્દેશ આપી શકે છે. 

4. આ સિવાય કલમ 7(2) સરકારને રિઝર્વ બેંકના કામકાજના સંચાલન મામલે નિર્દેશ કરવાનો હક આપે છે.

5. સુત્રએ માહિતી આપી છે કે સરકારે રિઝર્વ બેંકને આ કલમ હેઠળ અલગઅલગ મુદ્દાઓ વિશે ઓછામાં ઓછા લેટર મોકલ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news