YEAR ENDER 2021: નીરજ ચોપરાએ કર્યો કમાલ, ભારતે ઓલિમ્પિકમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને રચ્યો ઈતિહાસ
Trending Photos
નવી દિલ્લીઃ ઓલિમ્પિક ઈતિહાસમાં ભારતીય ટીમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આખી દુનિયાએ જોયું. ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં ભારતે પ્રથમ વખત એથ્લેટિક્સમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે હોકી ટીમે મેડલ જીતીને ગુમાવેલી ચમક ફરીથી હાંસિલ કરી. ઓલિમ્પિકમાં જ્યારે મહિલાઓએ મેડલ જીત્યા ત્યારે નીરજ ચોપરાએ એક એવો ઈતિહાસ રચ્યો જે હંમેશા માટે યાદ રહેશે.
કોરોના મહામારીને કારણે એક વર્ષ માટે મુલતવી રાખવામાં આવેલ ટોક્યો ઓલિમ્પિક 2021માં યોજવામાં આવ્યો હતો. ભારતીય ખેલાડીઓ પણ કોરોનાને કારણે પ્રભાવિત થયા હતા અને તેઓ પોતાના ઘરોમાં જ કેદ થઈ ગયા હતા. પ્રેક્ટિસનો અભાવ હતો, મેચો જેટલી થવી જોઈતી હતી તેટલી ન હતી, ઘણા ખેલાડીઓ પણ કોવિડથી પ્રભાવિત થયા હતા, પરંતુ આ તમામ અવરોધોને પાર કરીને ભારતીય ખેલાડીઓએ ટોક્યોમાં અજાયબીઓ કરી બતાવી હતી.
એથ્લીટોની મોટી ટુકડીએ ભાગ લીધો હતો-
જાપાનની રાજધાની ટોકિયોમાં આયોજિત ઓલિમ્પિકમાં આ વખતે ભારતમાંથી ખેલાડીઓનું સૌથી મોટું જૂથ (124) ટોક્યો પહોંચ્યું હતું. અહીં ભારતીય ખેલાડીઓએ આ સ્પર્ધાના ઈતિહાસમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને કુલ 7 મેડલ જીત્યા.
મીરાબાઈ ચાનુએ ખોલાવ્યું મેડલનું ખાતું-
મહિલા વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિક 2020માં પહેલા જ દિવસે સિલ્વર મેડલ સાથે ભારતના ખાતામાં મેડલ અપાવવાનું શરૂ કર્યું. ભારતના ખાતામાં બીજો મેડલ પણ મહિલા ખેલાડીએ નોંધાવ્યો. બેડમિન્ટન સ્ટાર અને અગાઉની ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા પીવી સિંધુએ બ્રોન્ઝ જીત્યો હતો. મહિલા બોક્સર લોવલિના બોર્ગોહેન બાદ રેસલર રવિ કુમાર દહિયાએ ભારત માટે મેડલ જીત્યો હતો.
લાંબા સમયથી પોતાની ઓળખ મેળવવા માટે સંઘર્ષ કરી રહેલી ભારતીય હોકી ટીમે પણ જોરદાર રમત બતાવી હતી. મહિલા ટીમ મેડલથી ચુકી ગઈ હતી પરંતુ પુરૂષ ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સિવાય બજરંગ પુનિયાએ પણ દેશ માટે મેડલ જીત્યો હતો. સ્પર્ધા પુરી થતા પહેલા દેશને સૌથી મોટી ખુશી નીરજ ચોપરા તરફથી મળી હતી. એથ્લેટે ભાલા ફેંકમાં સુવર્ણ પદક સાથે ભારતીય અભિયાનનો સુખદ અંત કર્યો.
મેડલ હાંસિલ કરનાર વિજેતાઓ-
નીરજ ચોપરા - એથ્લેટિક્સ - મેન્સ જેવલિન થ્રો - ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુ - વેઈટ લિફ્ટિંગ - મહિલાઓની 49 કિગ્રા - સિલ્વર મેડલ
રવિ કુમાર દહિયા - કુસ્તી - મેન્સ ફ્રીસ્ટાઈલ - સિલ્વર મેડલ
પીવી સિંધુ - બેડમિન્ટન - મહિલા સિંગલ્સ - બ્રોન્ઝ મેડલ
લોવલિના બોર્ગોહેન - બોક્સિંગ - મહિલા વેલ્ટરવેટ - બ્રોન્ઝ મેડલ
ભારતીય પુરૂષ હોકી ટીમ- ફીલ્ડ હોકી- પુરુષોની ટુર્નામેન્ટ- બ્રોન્ઝ મેડલ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે