જૂનિયર એન્ડ કેડેટ ઓપનઃ ભારતીય જુનિયર્સે જીત્યા બે સિલ્વર, ત્રણ બ્રોન્ઝ
જૂનિયર એન્ડ કેડેટ ઓપનમાં પોતાનું શાનદાર પ્રદર્શન કરતાં ભારતના યુવાન ટેબલ ટેનિસ ખેલાડીઓને બે સિલ્વર સહિત પાંચ મેડલ પોતાને નામે કર્યા હતા
Trending Photos
કોવીલોવો(સર્બિયા) : ભારતના યુવાન ટેબલ ટેનિસ ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું શાનદાર પ્રદર્શન કરતાં 'જુનિયર એન્ડ કેડેટ ઓપન'માં ગુરૂવારે બે સિલ્વર સહિત 5 મેડલ પોતાને નામે કર્યા હતા. દિપ્તી પટેલ અને અંકુરામ જૈન તથા રાધાપ્રિય ગોયલ અને અનુશા કુટુંમ્બાલેની જોડીએ જૂનિયર બાળક અને બાળિકા ડબલ્સ વર્ગમાં સિલ્વર મેડલ જીત્યા હતા.
જુનિયર બાળિકા ડબલ્સ વર્ગમાં દિયા ચિટાલે અને સ્વાસ્તિકા ઘોષે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. માનુષ શાહ એકમાત્ર એવો ખેલાડી છે જેણે બે મેડલ જીત્યા હતા. તેણે જુનિયર બાળક વર્ગમાં રાએગાન અલ્બુક્લેક્વે સાથે બ્રોન્ઝ મેડલ જીતવા ઉપરાંત સિંગલ્સમાં પણ બ્રોન્ઝ જીત્યો હતો.
ભારતીય જોડીઓનું શાનદાર પ્રદર્શન
દિપ્તી-અંકુરામ અને રાએગાન-માનુષે સરળતાથી સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. અંતિમ ચારમાં રાએગાન-માનુષની જોડીને થાઈલેન્ડ-ઈન્ડોનેશિયાના યાનાપોંગ પાનાગિટગુન અને જેરાલ્ડ જુન યુ જોંગની જોડી સામે 2-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. દિપ્તી-અંકુરામની જોડીને સિંગાપોરના જોશ શાઓ હાન ચુઆ તથા યેવ એન કોએન પાંગની જોડીને 3-2થી હરાવી હતી.
ફાઈનલમાં દિપ્તી-અંકુરામની જોડીએ વિજયી શરૂઆત કરી હતી, પરંતુ તે પોતાની બીજી બે ગેમ હારી ગઈ હતી. ત્યાર પછીની ગેમ જીતીને તેમણે મેચમાં પુનરાગમન કર્યું, પરંતુ નિર્ણાયક ગેમમાં તે 8-11થી હારી ગયા.
જુનિયર બાળક વર્ગમાં ત્રણ ભારતીય જોડીઓએ ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. જોકે, દિયા-સ્વાસ્તિક અને રાધાપ્રિયા-અનુશા જીત્યા હતા, પરંતુ પોયમાંટી બાયસા-પ્રાપ્તી સેનને ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું હતું.
રાધાપ્રિયા-અનુશાએ સેમિફાઈનલમાં 3-0થી વિજય મેળવીને ફાઈનલમાં સ્થાન પાકું કર્યું હતું. જોકે દિયા-સ્વાસ્તિકને થાઈલેન્ડની જિન્નીપા સાવેટાવુટ અને સિંગાપોરની યુનિસે લિમની જોડી સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
આ વર્ગની ફાઈનલમાં રોચક મુકાબલો જોવા મળ્યો હતો. બંને ટીમે એક-બીજાને જોરદાર ટક્કર આપી હતી, પરંતુ અંતિમ ગેમમાં જિન્નીપા અને યુનિસે બાજી મારી લીધી હતી. તેમણે આ નિર્ણાયક ગેમ 11-9થી જીતીને ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે