IPL 2022: શિમરોન હેટમાયરની પત્ની પર કોમેન્ટ કરી ફસાયા સુનીલ ગાવસ્કર, ટ્વિટર પર બબાલ

ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટ્રેટર સુનીલ ગાવસ્કર ટ્રોલ થઈ રહ્યા છે. તેમણે કોમેન્ટ્રી દરમિયાન શિમરોન હેટમાયરની પત્ની પર એવી કોમેન્ટ કરી દીધી જે લોકોને પસંદ આવી નહીં.  

IPL 2022: શિમરોન હેટમાયરની પત્ની પર કોમેન્ટ કરી ફસાયા સુનીલ ગાવસ્કર, ટ્વિટર પર બબાલ

નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટર શિમરોન હેટમાયરે આ વર્ષે આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ માટે સારૂ પ્રદર્શન કર્યુ છે. હેટમાયર થોડા દિવસ પહેલા આઈપીએલમાંથી બ્રેક લઈને સ્વદેશ પરત ફર્યો હતો. તેની પત્નીએ બાળકને જન્મ આપ્યા બાદ હેટમાયર ફરી ટીમ સાથે જોડાયો હતો. તે ગઈકાલે ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમાયેલા મુકાબલામાં મેદાન પર ફતર્યો હતો. જ્યારે તે બેટિંગ કરવા આવ્યો ત્યારે કોમેન્ટ્રી કરી રહેલા સુનીલ ગાવસ્કરે એવી વાત કરી જે લોકોને ખરાબ લાગી છે. 

ટ્રોલ થઈ રહ્યા છે ગાવસ્કર
ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટ્રેટર સુનીલ ગાવસ્કરની કોમેન્ટ લોકોને ખરાબ લાગી છે. લોકો તેને કોમેન્ટ્રી પેનલમાંથી હટાવવાની માંગ કરી રહ્યા છે. મહત્વનું છે કે જ્યારે હેટમાયર મેદાન પર આવ્યો ત્યારે તેણે રાજસ્થાનની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગાવસ્કરે કહ્યુ- શિમરન હેટમાયરની પત્ની (નિર્વાણી) એ તો ડિલિવર કરી દીધુ, શું તે રાજસ્થાન રોયલ્સ માટે ડિલિવર (રન બનાવશે) કરશે? (Shimron Hetmyer's wife has delivered, will he deliver now for the Royals)

— Mufaddal Vohra (@mufaddal_vohra) May 20, 2022

હવે ગાવસ્કર પોતાની આ કોમેન્ટ્રી માટે ટ્રોલ થઈ રહ્યા છે. લોકો તેમને કોમેન્ટ્રી પેનલમાંથી હટાવવાની માંગ કરી રહ્યા છે. હેટમાયર ચેન્નઈ સામે મેચમાં 7 બોલમાં 6 રન બનાવી આઉટ થયો હતો. બીજી તરફ અશ્વિને માત્ર 23 બોલમાં બે ફોર અને ત્રણ સિક્સની મદદથી 40 રન બનાવી પોતાની ટીમને શાનદાર જીત અપાવી હતી. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સે પ્લેઓફમાં પણ એન્ટ્રી કરી હતી. 

— J🍁 (@jenzbenzy) May 20, 2022

— Shouri Piratla (@ShouriPiratla) May 20, 2022

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news