IPL 2019મા નહીં રમે ગ્લેન મેક્સવેલ અને એરોન ફિન્ચ
આઈપીએલ સિઝન-11મા ખરાબ પ્રદર્શન કરનાર ઓસ્ટ્રેલિયન ખેલાડી ગ્લેન મેક્સવેલ અને એરોન ફિન્ચે સિઝન-12મા ભાગ નહીં લેવાનો નિર્ણય કર્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલે મોટો નિર્ણય લેતા આઈપીએલની 12મી સિઝનમાં ભાગ નહીં લેવાનું નક્કી કર્યું છે. મેક્સવેલ સિઝન-11મા દિલ્હી ડેયરડેવિલ્સની ટીમમાં સામેલ હતો, જેનું નામ હવે બદલીને દિલ્હી કેપિટલ કરી દેવામાં આવ્યું છે.
મેક્સવેલ સિવાય ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન એરોન ફિન્ચે પણ આઈપીએલની સિઝન-12માથી બહાર રહેવાનો નિર્ણય લીધો છે. ફિન્ચ ગત વર્ષે કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ તરફથી મેદાનમાં ઉતર્યો હતો.
આ બંન્ને ખેલાડીને ટી-20 ક્રિકેટના સૌથી મોટા ખતરનાક ખેલાડી માનવામાં આવે છે. ગત સિઝનમાં બંન્ને ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી ફ્રેન્ચાઇઝીને નિરાશ કર્યા હતા.
આઈપીએલની 11મી સિઝનમાં ગ્લેન મેક્સવેલને 12 મેચ રમવાની તક મળી હતી, જેમાં તેણે 14.08ની સામાન્ય એવરેજથી માત્ર 169 રન બનાવ્યા હતા. મેક્સવેલનો આ દરમિયાન સર્વાધિક સ્કોર 47 રન રહ્યો હતો.
તો બોલિંગમાં પણ મેક્સવેલ ફ્લોપ રહ્યો હતો. તેણે 12 મેચમાં માત્ર પાંચ વિકેટ ઝડપી હતી.
કિંગ્સ ઇલેવન માટે ગત સિઝનમાં ફિન્ચનું પ્રદર્શન પણ ખરાબ રહ્યું હતું. ફિન્ચ પંજાબ માટે સિઝન-11મા 10 વખત મેદાનમાં ઉતર્યો હતો. આ દરમિયાન તેનું બેટ ખામોશ રહ્યું હતું. તેણે માત્ર 134 રન બનાવ્યા હતા.
આજ કારણ છે કે આઈપીએલ 2019ની નવી સિઝન માટે બંન્ને ફ્રેન્ચાઇઝીએ આ ખેલાડીઓને રિલીઝ કરી દીધા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે