આજથી બદલાઇ ગયા PAN કાર્ડના આ નિયમો, શરૂ કરવામાં આવી નવી સર્વિસ

Dushyant karnal Dushyant karnal | Updated: Dec 6, 2018, 11:22 AM IST
આજથી બદલાઇ ગયા PAN કાર્ડના આ નિયમો, શરૂ કરવામાં આવી નવી સર્વિસ
ફાઇલ તસવીર

પાન કાર્ડ બનાવવું વધુ સરળ થશે. પાન કાર્ડ બનાવવા માટે તમારે લાંબો સમય રાહ જોવી નહી પડે. આગામી દિવસોમાં આ થોડાક કલાકોમાં જ બની જશે. સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સ બોર્ડ (સીબીડીટી)ના ચેરમેન સુશીલ ચંદ્વાના અનુસાર ટેક્સ ટિપાર્ટમેંટ ટૂંક સમયમાં 4 કલાકમાં પાન કાર્ડ ઉપલબ્ધ કરાવશે. તમારે ઓળખપત્ર આપવું પડશે અને તમને માત્ર 4 કલાકમાં ઈ-પાન કાર્ડ મળી જશે. 

એપ્રિલ 2017 સીબીડીટીએ ઈ-પાનની સુવિધા લોંચ કરી હતી. તેના હેઠળ દરેક અરજીને ઈ-મેલ દ્વારા પાન કાર્ડની સોફ્ટ કોપી પીડીએફ ફોર્મેટમાં મોકલવામાં આવે છે. અરજી પોતાના ઇ-મેલ આડી વડે પાન કાર્ડને ડાઉનલોડ કરી તેને ઉપયોગમાં લઇ શકો છો. આ ઉપરાંત આજથી પાન કાર્ડના બીજા નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. 

PAN કાર્ડમાં થયો એક 'ખાસ' ફેરફાર, આ લોકોને મળશે મોટો ફાયદો

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટે પાન કાર્ડ સાથે સંકળાયેલા નિયમોને બદલી દેવામાં આવ્યા છે. નવા નિયમ 5 ડિસેમ્બરથી લાગૂ કરી દેવામાં આવ્યા છે. હવે જોઇ એવો વ્યક્તિ પાન કાર્ડ માટે અરજી કરે છે, જેના માતા-પિતા અલગ થઇ ચૂક્યા છે, તેના પિતાનું નામ આપવું જરૂરી રહેશે નહી. ઇન્કમ ટેક્સ વિભાગે એક સૂચના દ્વારા ઇન્કમ ટેક્સના નિયમોમાં સુધારો કર્યો છે. 

ફોર્મમાં અલગ વિકલ્પ હશે
પાન કાર્ડ માટે ભરવામાં આવતા ફોર્મમાં એક નવો વિકલ્પ હશે, જેમાં કોઇ વ્યક્તિ માતા-પિતાથી અલગ થવાની સ્થિતિમાં પોતાની માતાનું નામ લખી શકે છે. અત્યાર સુધી પાન કાર્ડ માટે પિતાનું નામ આપવું અનિવાર્ય હતું. ફોર્મમાં ફક્ત પિતાના નામનો જ વિકલ્પ હતો. ઇન્કમ ટેક્સ વિભાગે આ નવા નિયમ 5 ડિસેમ્બરથી લાગૂ થઇ ગયા છે. 

PAN કાર્ડના નવા નિયમ 5 ડિસેમ્બરથી થશે લાગુ, જાણો શું પડશે તકલીફ

ઇ-પાન કાર્ડ સેવા પણ શરૂ
પાન કાર્ડની અરજી કરવા માટે લોકોએ આમતેમ ભટકવાની જરૂર નહી પડે. થોડા સમય માટે લોકો ઈ-પાન પણ જનરેટ કરી શકે છે. NSDL અથવા UTITSL ની વેબસાઇટ પરથી પાન કાર્ડ માટે ઓનલાઇન અરજી કરી શકાય છે. તેમાં પાન કાર્ડની હાર્ડ કોપી અથવા વર્ચુઅલ કોપીનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સેવા મર્યાદિત સમય માટે શરૂ કરવામાં આવી છે. 

નાણાકીય લેણદેણ માટે પાન કાર્ડ જરૂરી
સૂચના અનુસાર નાણાકીય વર્ષમાં 2.5 લાખથી વધુ નાણાકીય લેણદેણ કરનારાઓ માટે પાન કાર્ડ જરૂરી હશે. વિભાગે ઘરેલૂ કંપનીઓને પણ અનિવાર્યપણે પાન કાર્ડ રાખવા માટે કહ્યું છે, ભલે તેમનું વાર્ષિક ટર્નઓવર 5 લાખથી ઓછું કેમ ન હોય. વિભાગનું કહેવું છે કે તેનાથી ટેક્સ ચોરી રોકવામાં મોટી મદદ મળશે.