IPL 2021 માં ઘાતક કોરોનાની એન્ટ્રી, આ એક ભૂલના કારણે ટુર્નામેન્ટ રદ થવાનું તોળાઈ રહ્યું છે જોખમ
Trending Photos
નવી દિલ્હી: IPL 2021 માં કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે. ત્યારબાદ હવે આ ટુર્નામેન્ટ પર રદ થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. સોમવારે કોલકાતા નાઈટ રાઈડર્સના ક્રિકેટર્સ વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર્સ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેના કારણે આજે સાંજે પ્રસ્તાવિત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાનારી મેચ હાલ ટાળવામાં આવી છે.
બાયો બબલમાં મોટી બેદરકારી
લેગ સ્પિનર વરુણ ચક્રવર્તી અને ફાસ્ટ બોલર સંદીપ વોરિયર્સને હાલ ક્વોરન્ટિનમાં રાખવામાં આવ્યા છે. આ બંને 30 વર્ષના છે. આ બંનેમાંથી વોરિયરને હાલની સીઝનમાં અત્યાર સુધી કેકેઆરની સાત મેચોમાંથી એક પણ મેચ રમવાની તક મળી નથી. કેકેઆરએ પોતાની ગત મેચ 29 એપ્રિલના રોજ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ અમદાવાદમાં રમી હતી અને પોઝિટિવ પરિણામો આવ્યા બાદ ટુર્નામેન્ટમાં ગભરાહટની સ્થિતિ થઈ શકે છે. મળતી માહિતી મુજબ બાયો બબલમાં બેદરકારીના કારણે આવું બન્યું છે. પોઝિટિવ આવેલા બંને ખેલાડીઓને બાયો બબલમાં રાખવામાં આવ્યા હતા. સંક્રમણની જાણ થતા બેંગલુરુની ટીમમાં પણ ચિંતા હતી અને તેઓ મેચ રમવા માટે બહુ ઉત્સુક નહતા.
ચક્રવર્તીથી થઈ મોટી ભૂલ
ચક્રવર્તી ગુરુવારે મેચ બાદ ખભાના સ્કેન માટે હોસ્પિટલ ગયો હતો. ત્યારબાદ વાયરસના ઝપેટમાં આવ્યો. ટુર્નામેન્ટ વચ્ચે કોઈ ખેલાડી કે સહયોગી સ્ટાફની વ્યક્તિ પોઝિટિવ આવ્યાનો આ પહેલો મામલો છે. ભારતમાં રોજેરોજ કોરોના સંક્રમણના દૈનિક ત્રણ લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. જ્યારે 3000થી વધુ લોકોના રોજેરોજ મોત થઈ રહ્યા છે. આવામાં આ નાનકડી ભૂલ ટુર્નામેન્ટને રદ કરાવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે