Oxygen ની અછત મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યું 'અલ્ટીમેટમ', જાણો શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે ઓક્સિજનની અછત પર કેન્દ્ર સરકારને દિશાનિર્દેશ આપ્યા છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે દિલ્હીની ઓક્સિજન આપૂર્તિ 3 મેની મધરાત કે તે પહેલા ઠીક કરો. કેન્દ્ર સરકાર ઓક્સિજનના સપ્લાયની વ્યવસ્થા રાજ્યો સાથે વિચાર વિમર્શ કરીને તૈયાર કરે. આ સાથે જ ઈમરજન્સી માટે ઓક્સિજનનો બફર સ્ટોક તૈયાર કરવામાં આવે તથા ઈમરજન્સી સ્ટોકના લોકેશનને ડિસેન્ટ્રલાઈઝ કરવામાં આવે. 

Oxygen ની અછત મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યું 'અલ્ટીમેટમ', જાણો શું કહ્યું?

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ઓક્સિજનની અછત પર કેન્દ્ર સરકારને દિશાનિર્દેશ આપ્યા છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે દિલ્હીની ઓક્સિજન આપૂર્તિ 3 મેની મધરાત કે તે પહેલા ઠીક કરો. કેન્દ્ર સરકાર ઓક્સિજનના સપ્લાયની વ્યવસ્થા રાજ્યો સાથે વિચાર વિમર્શ કરીને તૈયાર કરે. આ સાથે જ ઈમરજન્સી માટે ઓક્સિજનનો બફર સ્ટોક તૈયાર કરવામાં આવે તથા ઈમરજન્સી સ્ટોકના લોકેશનને ડિસેન્ટ્રલાઈઝ કરવામાં આવે. 

કોર્ટે 10 દિવસમાં જવાબ માંગ્યો
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે ઈમરજન્સી સ્ટોકને આગામી ચાર દિવસની અંદર તૈયાર કરવામાં આવે અને એવી વ્યવસ્થા થવી જોઈએ કે જેનાથી રાજ્યોને ઓક્સિજનની આપૂર્તિની હાલની ફાળવણી ઉપરાંત દૈનિક આધાર પર પુર્ન ભરી શકાય. કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે તે ઓક્સિજન, કોરોના રસીની ઉપલબ્ધતા તથા મૂલ્ય પ્રણાલી, જરૂરી દવાઓ યોગ્ય મૂલ્ય પર ઉપલબ્ધ કરાવવા અંગે નિર્દેશો તથા પ્રોટોકોલનું પાલન કરે અને 10 મેના રોજ થનારી આગામી સુનાવણીમાં આ તમામ મુદ્દાઓ પર જવાબ દાખલ કરે. 

હોસ્પિટલમાં એડમિટ કરવા પર રાષ્ટ્રીય નીતિ બને
જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને જસ્ટિસ રવિન્દ્ર ભટની ત્રણ સભ્યોની પેનલે કહ્યું કે કેન્દ્રએ હોસ્પિટલમાં એડમિટ કરવા માટે રાષ્ટ્રીય નીતિ બનાવવી જોઈએ. કોર્ટે આ માટે કેન્દ્ર સરકારને બે અઠવાડિયાનો સમય આપ્યો છે. આ સાથે જ કોર્ટે કહ્યું કે કોઈ પણ દર્દીને સ્થાનિક રહેઠાણનું પ્રમાણપત્ર ન હોવાના આધાર પર કોઈ પણ રાજ્ય હોસ્પિટલમાં દાખલ કરવા કે જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે ઈન્કાર કરી શકાય નહીં. 

ફેક ન્યૂઝ પર રોક લગાવો
પેનલે કેન્દ્ર અને રાજ્ય સરકારોને એ પણ નિર્દેશ આપ્યા કે તેઓ નોટિફિકેશન બહાર પાડે કે સોશિયલ મીડિયા પર સૂચના રોકવા કે કોઈ પણ મંચથી મદદ માંગી રહેલા લોકોનું ઉત્પીડન કરવા બદલ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર રવિવારે અપલોડ કરાયેલા ચુકાદાની પ્રતિ મુજબ કેન્દ્ર અને રાજ્ય સરકાર તમામ મુખ્ય સચિવો, પોલીસ મહાનિદેશકો અને પોલીસ આયુક્તોને અધિસૂચિત કરે કે સોશિયલ મીડિયા પર કોઈ પણ સૂચનાને રોકવા કે કોઈ પણ મંચથી મદદની માગણી કરી રહેલા લોકોનું ઉત્પીડન કરવા બદલ કોર્ટ પોતાના ન્યાયાધિકાર હેઠળ દંડાત્મક કાર્યવાહી કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news