IPL 2021: ભારતમાં Covid-19 ની સ્થિતિ જોઈ ભાવુક થયો પોન્ટિંગ, ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ માટે કહી આ વાત

ભારતમાં કોરોનાની સ્થિતિ ખુબ ખરાબ છે અને તેવામાં ઘણા વિદેશી ખેલાડીઓ આઈપીએલ છોડીને જઈ રહ્યાં છે. આ વચ્ચે રિકી પોન્ટિંગે કહ્યુ કે, જે સ્થિતિ બનેલી છે, તેની સામે આ નાનો મુદ્દો છે. 
 

IPL 2021: ભારતમાં Covid-19 ની સ્થિતિ જોઈ ભાવુક થયો પોન્ટિંગ, ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ માટે કહી આ વાત

અમદાવાદઃ ભારતથી ઉડાનો રદ્દ થવાને કારણે ઓસ્ટ્રેલિયાના ખેલાડી સ્વદેશ પરત ફરવાને લઈને ભલે ડરી ગયા હોય પરંતુ દિલ્હી કેપિટલ્સ (DC) ના મુખ્ય કોચ રિકી પોન્ટિંગે (Ricky Ponting) કહ્યુ કે, કોરોના મહામારીને કારણે આઈપીએલના જૈવ સુરક્ષિત વાતાવરણની બહાર જે સ્થિતિ છે તેની સામે આ નાનો મુદ્દો છે. 

ઓસ્ટ્રેલિયાએ કોરોના કેસમાં વધારો જોતા મંગળવારે ભારતથી 15 મે સુધી તમામ સીધી ઉડાનોને સસ્પેન્ડ કરી દીધી છે. 

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન (Scott Morrison) એ સ્પષ્ટ કર્યુ કે, આઈપીએલમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓએ સ્વદેશ પરત ફરવા માટે સ્વયં કોઈ વ્યવસ્થા કરવી પડશે. 

પોન્ટિંગે કરી દિલ જીતનારી વાત
પોન્ટિંગે વર્ચ્યુઅલ સંવાદદાતા સંમેલન દરમિયાન કહ્યુ, 'જ્યાં સુધી ઓસ્ટ્રેલિયન લોકોની ભારતથી સ્વદેશ પરત ફરવાની વાત છે તો અમારી સરકારે કેટલાક નિર્ણય લીધો છે. તેમાં કોઈ શંકા નથી કે તેના માર્ગમાં કેટલાક વિઘ્ન છે પરંતુ અમારી અને અન્ય ઓસ્ટ્રેલિયન નાગરિકોની યાત્રા નાનો મુદ્દો છે.'

તેણે કહ્યુ, અમે દરરોજ બહારની સ્થિતિ વિશે વિચારી રહ્યા છીએ અને અમે જાણીએ છીએ કે અમે કેટલા ભાગ્યશાળી છીએ કે રમી શકીએ છીએ. આશા છે કે ભારતમાં લોકો આઈપીએલ ક્રિકેટ જોઈને મનોરંજન કરી રહ્યા હશે. 

પોન્ટિંગે કહ્યુ, અમારી ટીમમાં હજુ પણ અલગ અહેસાસ છે. બહાર અને ભારતમાં શું થઈ રહ્યું છે અમે તેનાથી વાકેફ છીએ. ચોક્કસપણે અમારી સંવેદના દરેક તે વ્યક્તિ પ્રત્યે છે જે ભારતમાં કોરોનાનો સામનો કરી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news