CSK vs KKR: ધોનીની ધમાકેદાર બેટિંગ પર ફરી વળ્યું પાણી, 6 વિકેટથી હરાવી કોલકાતાની શાનદાર જીત

CSK vs KKR: IPL 2022 ની પહેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટથી હરાવી છે. 132 રનનો પીછો કરી રહેલી કેકેઆરની ટીમે 9 બોલ બાકી રાખી ટાર્ગેટ પૂરો કર્યો. આ જીત સાથે કોલકાતાએ ગત વર્ષની ફાઇનલમાં મળેલી હારનો બદલો લીધો છે.

CSK vs KKR: ધોનીની ધમાકેદાર બેટિંગ પર ફરી વળ્યું પાણી, 6 વિકેટથી હરાવી કોલકાતાની શાનદાર જીત

નવી દિલ્હી: આઇપીએલ 2022 ની આજથી શરૂઆત થઈ ગઈ છે. આજે પહેલી મેચ કેકેઆર અને સીએસકે વચ્ચે રમાઈ રહી હતી. મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં આ બંને ટીમ વચ્ચે મેચ રમાઈ રહી હતી. એટલું જ નહીં શ્રેયસ અય્યર અને રવિન્દ્ર જાડેજા તરીકે બંને ટીમને એક નવો કેપ્ટન પણ મળ્યો છે. આ મેચમાં ટોસ શ્રેયસ અય્યરે જીત્યો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે પ્રથમ બેટિંગના અંતમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને જીતવા માટે 132 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જો કે, કોલકાતા નાઈટ રાઈડર્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટથી હરાવી ગત વર્ષની ફાઇનલમાં મળેલી હારનો બદલો લીધો છે.

આઇપીએલ 2022 ની પહેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટથી હરાવી છે. 132 રનનો પીછો કરી રહેલી કેકેઆરની ટીમે 9 બોલ બાકી રાખી ટાર્ગેટ પૂરો કર્યો. આ જીત સાથે કોલકાતાએ ગત વર્ષની ફાઇનલમાં મળેલી હારનો બદલો લીધો છે.

— IndianPremierLeague (@IPL) March 26, 2022

10:57 PM
KKR ની ચોથી વિકેટ પડી

CSK એ ચોથી સફળતા મેળવી. સેમ બિલિંગ્સ 25 રન બનાવી આઉટ થયો છે. તેને ડ્વેન બ્રાવોએ દેશપાંડેના હાથે કેચ આઉટ કરાવ્યો. 18 ઓવર બાદ KKR- 126/4

10:45 PM
KKR નો સ્કોર- 104/3

15 ઓવરની સમાપ્તિ પર કોલકાતાનો સ્કોર ત્રણ વિકેટ પર 104 રન છે. શ્રેયસ અય્યર 9 રન અને સેમ બિલિંગ્સ 11 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યા છે.

10:30 PM
અજિંક્ય રહાણે થયો આઉટ

કોલકાતા નાઈટ રાઈડર્સની ત્રીજી વિકેટ પડી ગઈ છે. અજિંક્ય રહાણે 44 રન બનાવી પરત ફર્યો છે. રહાણેને મિચેલ સેંટનરે રવિન્દ્ર જાડેજાના હાથે કેચ આઉટ કરાવ્યો. હાલ શ્રેયસ અય્યર અને સેમ બિલિંગ્સ ક્રિઝ પર છે.

10:27 PM
KKR ને બીજો ઝટકો

CSK ને બીજી સફળતા મળી છે. ડ્વેન બ્રાવોએ નીતીશ રાણાને અંબાતી રાયડૂના હાથે કેચ આઉટ કરાવ્યો છે. નીતિશ રાણાએ 21 રન બનાવ્યા હતા. 11.1 ઓવર બાદ KKR 84/2

10:18 PM
KKR નો સ્કોર- 70/1

નવ ઓવરની સમાપ્તિ પર કોલકાતાનો સ્કોર એક વિકેટ પર 70 રન છે. અજિંક્ય રહાણે 30 અને નીતિશ રાણા 20 રન સાથે ક્રિઝ પર રમી રહ્યા છે. બંને વચ્ચે અત્યાર સુધી 27 રનની ભાગીદારી થઈ છે.

10:04 PM
CSK ને પહેલી સફળતા

કોલકાતા નાઈટ રાઈડર્સની પહેલી વિકેટ પડી ગઈ છે. વેંકટેશ અય્યર 16 રન બનાવી આઉટ થયો છે. અય્યરને ડ્વેન બ્રાવોએ વિકેટકીપર એમસ ધોનીના હાથે કેચ આઉટ કરાવ્યો. 7 ઓવર બાદ KKR- 44/1

9:38 PM
KKR ની બેટિંગ શરૂ

કોલકાતા નાઈટ રાઈડર્સની બેટિંગ શરૂ થઈ ગઈ છે. અજિક્ય રહાણે અને વેંકટેશ અય્યર ક્રિઝ પર છે. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી તુષાર દેશપાંડેએ પહેલી ઓવર નાખી. જેમાં કેકેઆરે 6 રન બનાવ્યા.

ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત ખરાબ રહી અને ટીમે 61 રન પર 5 વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ પૂર્વ કેપ્ટન એમએસ ધોની અને હાલના કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ ભાગીદારી કરી સન્માનજનક સ્કોર સુધી ટીમને પહોંચીડી હતી. ધોની 50 અને જાડેજા 26 રન બનાવી નાબાદ રહ્યા. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી ઉમેશ યાદવે બે વિકેટ ઝડપી પાડી હતી.

9:23 PM
CSK નો સ્કોર- 131/5

'થાલા' ધોનીની ધમાલે ચેન્નાઈની લાજ બચાવી છે. ત્યારે 20 ઓવરની સમાપ્તિ પર ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 131/5 છે. ત્યારે કોલકાતા નાઇટ રાઇડર્સને આ મેચ જીતવા માટે 132 રન બનાવવા પડશે.

— KolkataKnightRiders (@KKRiders) March 26, 2022

9:05 PM
CSK નો સ્કોર- 98/5

18 ઓવરની સમાપ્તિ બાદ સીએસકેનો સ્કોર પાંચ વિકેટ પર 98 રન છે. એમએસ ધોની 28 અને રવિન્દ્ર જાડેજા 18 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યા છે. અગાઉની ઓવરમાં એમએસ ધોનીએ શાનદાર ત્રણ ફોર ફટકારી હતી.

8:45 PM
CSK નો સ્કોર- 69/5

14 ઓવરની સમાપ્તિ બાદ સીએસકેનો સ્કોર પાંચ વિકેટ પર 69 રન છે. રવિન્દ્ર જાડેજા 11 અને એમએસ ધોની 5 રન બનાવી ક્રિઝ પર છે. સીએસકેને હવે પોતાની રન-રેટ વધારવી પડશે જો તેમને સન્માનજનક સ્કોર બનાવવો છે.

8:30 PM
શિવમ દુબે આઉટ

CSK ની એક બાદ એક વિકેટ પડી રહી છે. આન્દ્ર રસેલે શિવમ દુબેને બોલ્ડ Out કર્યો છે. દુબે પોતાનું ખાતુ પણ ખોલાવી શક્યો નહીં. 11 ઓવર બાદ CSK નો સ્કોર- 61/5

8:18 PM
KKR ને ચોથી સફળતા

CSK ને ચોથો ઝટકો લાગ્યો છે. અંબાતિ રાયડુ 15 રન બનાવી નરેનના થ્રો પર રન આઉટ થયો છે. 9 ઓવર બાદ CSK નો સ્કોર - 53/4

8:13 PM
CSK ને ત્રીજો ઝટકો

CSK ને ત્રીજો ઝટકો લાગ્યો છે. રોબિન ઉથપ્પા 28 રન બનાવી આઉટ થયો છે. તેને વરૂણ ચક્રવર્તીએ વિકેટકીપર શેલ્ડન જેક્સનના હાથે સ્ટંપ આઉટ કરાવ્યો. હવે જાડેજા બેટિંગ કરવા આવ્યો છે. CSK નો સ્કોર- 50/3

7:56 PM
CSK ને બીજો ઝટકો

CSK ને બીજો ઝટકો લાગ્યો છે. ડેવોન કોન્વે ત્રણ રન બનાવી ઉમેશ યાદવના બોલ પર આઉટ થયો છે. કોન્વેનો કેચ શ્રેયસ અય્યરે પકડ્યો હતો. 4.4 ઓવરની સમાપ્તિ બાદ સીએસકેનો સ્કોર 2 વિકટ પર 29 રન છે. રોબિન ઉથપ્પા 22 રન અને અંબાતી રાયડુ શૂન્ય રન બનાવી ક્રિઝ પર છે.

7:49 PM
CSK નો સ્કોર - 16/1

ત્રણ ઓવરની સમાપ્તિ બાદ સીએસકેનો સ્કોર એક વિકેટ પર 16 રન છે. ડેવોન કોન્વે 1 અને રોબિન ઉથપ્પા 11 બનાવી ક્રિઝ પર છે.

7:34 PM
CSK ને પહેલો ઝટકો

CSK ને પહેલો ઝટકો લાગ્યો છે. ઋતુરાજ ગાયકવાડ ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયો છે. તેને ઉમેશ યાદવે નીતિશ રાણાના હાથે કેચ આઉટ કરવ્યો છે. હવે રોબિન ઉથપ્પા બેટિંગ કરવા માટે આવ્યો છે.

7:32 PM
CSK ની બેટિંગ શરૂ

સીએસકેની બેટિંગ શરૂ થઈ ગઈ છે. ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોન્વે ક્રિઝ પર છે. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી પહેલી ઓવર ઉમેશ યાદવ નાખી રહ્યો છે. ઉમેશે પહેલો જ બોલ નો-બોલ ફેંક્યો.

બંને ટીમની પ્લેઇન્ગ 11 ટીમ
ચેન્નાઈ સુપર કિંગ્સ:
ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોન્વે, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા (કેપ્ટન), શિવમ દુબે, એમએસ ધોની (વિકેટ કીપર), ડ્વેન બ્રાવો, મિશેલ સેંટનર, એડમ મિલ્ને, તુષાર દેશપાંડે.

કોલકાતા નાઇટ રાઈડર્સ: વેન્કટેશ અય્યર, અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર (કેપ્ટન), નિતીશ રાણા, સૈમ બિલિંગ્સ (વિકેટ કીપર), આન્દ્ર રસેલ, સુનિલ નરેન, શેલ્ડન જેક્સન, ઉમેશ યાદવ, શિવમ માવી, વરુણ ચક્રવર્તી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news