GUJARAT CORONA UPDATE: 17 નવા કેસ, 23 દર્દી સાજા થયા, એક પણ મોત નહી

ગુજરાતમાં આજે કોરોનાના કુલ 17 કેસ નોંધાયા છે. જે પૈકી 23 દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,12,644 નાગરિકોએ કોરોનાને મ્હાત પણ આપી છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.08 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 1,15,372 રસીના ડોઝ અપાયા હતા. 

GUJARAT CORONA UPDATE: 17 નવા કેસ, 23 દર્દી સાજા થયા, એક પણ મોત નહી

ગાંધીનગર : ગુજરાતમાં આજે કોરોનાના કુલ 17 કેસ નોંધાયા છે. જે પૈકી 23 દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,12,644 નાગરિકોએ કોરોનાને મ્હાત પણ આપી છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.08 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 1,15,372 રસીના ડોઝ અપાયા હતા. 

હાલમાં કોરોનાના કુલ 276 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 272 નાગરિકો સ્ટેબલ છે. 12,12,644 નાગરિકો ડીસ્ચાર્જ પણ થયા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે 10,942 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર છે કે, આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં 10, સુરત અને વડોદરા કોર્પોરેશનમાં 2-2 કેસ, બનાસકાંઠા, તાપી અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 2967 નાગરિકોને રસીનો પ્રથમ અને 16542 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગિરકો પૈકી 2352 અને 7757 ને રસીનો બીજો ડોઝ અપાય ચુક્યો છે. 12197 ને પ્રિકોર્શન ડોઝ અને 12-14 વર્ષના નાગરિકો પૈકી 73557 તરૂણોને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,15,372 રસીના ડોઝ અપાઇ ચુકી છે. અત્યાર સુધીમાં 10,58,30,099 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news